Wednesday, October 28th, 2020

 

દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા પર એક કારમાંથી રૂા.24.45 લાખનો લિક્વિડ અફીણનો જથ્થો ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે એક નાસી છૂટ્યો હતો. કાર, મોબાઇલ અને અફીણ મળીને કુલ 27.60 લાખનો જથ્થો જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે આવેલા ટોલ નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ રહ્યું હતું. તે વખતે રાજસ્થાનનાRead More


દાહોદના 500 ગામોમાં કોરોના આજે પણ પ્રવેશી શક્યો નથી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં સૌથી વધુ ઝાલોદ અને સૌથી ઓછી અસર સિંગવડ, સંજેલીના ગામોમાં દેખાઇ : 696 ગામોમાંથી 196 ગામમાં જ કેસ જોવા મળ્યા, અત્યાર સુધી દાહોદ શહેરમાં 871થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા દાહોદ જિલ્લામાં કુલ ગામોની સંખ્યા 696 છે. જિલ્લાની કુલ વસ્તી (2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસી વસ્તી 11,82,509, અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે જિલ્લાની ગણના આદિજાતી વસ્તી ધરાવતા પછાત જિલ્લા તરીકે થાય છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તીRead More


ચોસાલામાં ખેતરમાં બળદો બાંધવા મુદ્દે પથ્થર મારી એકનું માથું ફોડ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ભાઇ-ભાભી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાહોદ તાલુકાના ચોસાલા ગામતળમાં રહેતા હસુભાઇ ગેંદાલભાઇ બારીયા તા.26મીના રોજ સાંજના સમયે તેમના ખેતરે ડાંગરનો પાક જોવા ગયા હતા. ત્યારે તેમના ભાઇ સળીયાભાઇ બારીયાના બે બળદો બાંધેલા હતા અને તેમનો ભાઇ અને ભાભી અંજુબેન સળીયાભાઇ બારીયા તેમના ખેતરમાં ડાંગરનો પાક કાપતા હતા અને ખેતરમાં ઉભા ડાંગર પાકમાં બળદો બાંધેલા હોય હસુભાઇએ તેમના ભાઇને કહેલ કે મારા ખેતરમાં કેમ બળદો બાંધેલ છે. ડાંગરના પાકને નુકસાન થાય છે અને જમીન કાચી છે તો દબાઇ છે તેમ જણાવતા સળીયાભાઇ અને તેનીRead More