Saturday, September 5th, 2020
દાહોદમાં પરિવારના 5ના આપઘાતમાં ઝેરી દવાથી જ મૃત્યુ થયાનો રિપોર્ટ, PM બાદ તબીબનું પ્રાથમિક તારણ આપ્યું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પરિવારના સભ્યોના આપઘાતથી આક્રંદ કરતી મહિલાઓ દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત સુજાઈબાગ વિસ્તારમાં તા.4-9-20 ના રોજ બનેલા ચકચારી સામુહિક આપઘાતકાંડ બાદ દાહોદ પોલીસ તંત્ર દ્વારા આ દિશામાં સઘન તપાસ કરવામાં આવતા હજુ આ પાંચ વ્યક્તિઓના સામુહિક આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. પરિવારના પાંચેય સભ્યના મોત ઝેરી દવાને કારણે જ થયા હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. તમામે ઝેરી દવા પીધી હોવાનું રિપોર્ટમાં ખૂલ્યુંદાહોદના સુજાઈબાગના બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને આર્થિક ભીંસથી પીડાતા સૈફીભાઈ ઉર્ફ સૈફુદ્દીનભાઇ દુધિયાવાળા, તેમના પત્ની મહેજબીનબેન અને ત્રણ દીકરીઓ ઝૈનબ, અરવા અને હુસૈનાનાRead More
શિક્ષક દિને દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોનું સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો – પુસ્તકો આપી સન્માન કર્યું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શિક્ષક દિન નિમિત્તે તા.5ના રોજ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિંલ, દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું. શિક્ષક દિનના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તેRead More
દાહોદમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા 5 દિવ્યાંગ શિક્ષકોને સન્માનપત્ર આપી બહુમાન કરાયું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શિક્ષક દિન નિમિત્તે દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખા દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ દિવ્યાંગ શિક્ષકોનું અભિવાદન કરાયું હતું. દૃઢ મનોબળ કુદરતે આપેલા શારીરિક અભિશાપને આશીર્વાદમાં પરિવર્તિત કરનારા શિક્ષકોમાંથી અન્ય લોકોને પ્રેરણા મળે એવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મૂળ વ્યવસાયે શિક્ષક એવા સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, શિક્ષકકર્મ અસામાન્ય છે. શિક્ષકો ઉપર ઓજસ્વી અને ચારિત્રવાન સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે. આ કાર્ય કોઇ ફેકટરી કે કારખાનાથી થઇ શકતુંRead More
બે પરિણીતાની સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં અન્ય પુરુષ સાથેના આડાસંબંધની શંકાએ ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પતિ વિરુદ્ધ ફરિયાદ ઝાલોદની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લામાં બે પરણિતાઓએ શારીરિક માનસિક ત્રાસ, મારામારી અને દહેજના રૂપિયા મામલે કાઢી મુકતા પતિ તથા સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદના ગોદીરોડ ઉપર રહેતા મોહમંદભાઇ લોખંડવાલાના લગ્ન વીસ વર્ષ અગાઉ જેનબબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન વસ્તારમાં 19 વર્ષ અને 14 વર્ષની બે છોકરીઓ છે. મોહમંદભાઇએ લગ્નજીવનના શરૂના ચાર વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ અવારRead More
ખરેડીમાં દૂધ શીત કેન્દ્રમાં ઘૂસી 4ને માર મારી લૂંટ ચલાવી તસ્કરો ફરાર
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 2 કર્મચારી, દૂધ લેવા આવેલા ટેન્કરના ડ્રાઇવર અને સિક્યુરિટીને માર માર્યો દાહોદ જીઆઇડીસીમાં ગતરાતે 4 લૂંટારૂઓ શીત કેન્દ્રના પ્લાન્ટના દરવાજા તોડી અંદર ઘુસી ઓફીસ તેમજ લેબોરેટરીના મશીનરી તેમજ કેમીકલ ઢોળી નુકસાન કરી તેમજ બે કર્મી, દુધ લેવા એવાલ ટેન્કરના ડ્રાઇવર અને સિક્યુરીટીને માર મારી મોબાઇલ, રોકડ મળી 9500ની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ડિશ ટીવીનું રીસીવર અને મોબાઇલ, રોકડ મળી 9,500ના મુદ્દામાલની લૂંટપંચમહાલ દૂધ સંઘના ખરેડી જીઆઇડીસીમાં આવેલ દૂધ શીત કેન્દ્રમાં ગતરાત્રીના રોજ પેન્ટશર્ટ પહેરેલા 30થી 35 વર્ષના લૂંટારૂઓ હાથમાં લાકડી જેવા હથિયારો સાથે કેન્દ્રનાRead More
ઇંટોના ભઠ્ઠા ઉપર કામ કરવાની ના પાડી 1ને મારતાં 12 સામે ફરિયાદ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માલિકના ખેતરમાં મકાઇ ભાંગી નાખી નુકસાન કર્યુ દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ફળીયામાં રહેતા થાવરીયા મગન, સમસુ મગન, ભીમા હુમલા, પરસુ હુમલા, વિનોદ ખીમા, રાજેશ ભીમા, ચિમન થાવરીયા, કાજુ જવસિંગ, રાહુલ રમુ, રમુ મગન, નરેન્દ્ર રમુ, ખીમા હુમલા તમામ જાતે માવી હાથમાં લાકડી, ધારીયા જેવા મારક હથિયારો લઇ ઇમરાનભાઇ ઘાંચીના ઇંટોના ભઠ્ઠા ઉપર જઇ ત્યાં ચોકીદારી તથા મજુરી કામ કરતાં રાકેશ રત્ના સંગાડીયાને તને ઇંટોના ભઠ્ઠે કામ કરવાની ના પાડી તેમ છતાં કામ કરવા આવ્યો છે. કહી ગાળો બોલી લાકડીઓના ફટકા મારી રાકેશને બરડાના ભાગે તથાRead More
દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિંલ, દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું. શિક્ષક દિનના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તે શિક્ષક છે.Read More