Sunday, August 23rd, 2020

 

પંચેલામાં ઘરમાંથી 11 બોટલ દારૂ-બિયર મળતાં પોલીસ કાર્યવાહી

દાહોદ28 મિનિટ પહેલા કૉપી લિંક દેવગઢ બારિયાના પંચેલા ગામના ફુટેલી ફળીયામાં રહેતા સુનિલ સોમા પટેલના ઘરે પ્રોહી બાતમીના આધારે દેવગઢ બારિયા પોલીસે રેઇડ કરી હતી. તેના ઘરની તલાસી લેતાં વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ 5 તથા પતરાના બીયર ટીન નંગ 6 મળી કુલ 11 બોટલ જેની કિંમત 1290ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી ઘરે હાજર નહી મળેલ સુનિલ સોમા પટેલ વિરૂદ્ધ દે.બારિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 0


બારીયામાં બાઇક સ્લીપ ખાતા શખ્સને ઇજા, જમણા પગે સાથળમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ

દાહોદ30 મિનિટ પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના જુના બારીયા વડેલ ફળિયામાં રહેતા પર્વતભાઇ બામરોલી મુવાગામે જમાઇ વિષ્ણુભાઇ બારીયાની જીજે-20-એએમ-5091 નંબરની બાઇક ઉપર બન્ને જણા દેવગઢ બારિયા બજારમાં કલરનું કામ કરી બપોરના બાઇક ઉપર પુરપાટ ઘરે જતી વેળા પોસ્ટ ઓફીસ નજીક બમ્પ આવતા વિષ્ણુભાઇએ એકદમ બ્રેક મારતાં બાઇક સ્લીપ ખાતા પાછળ બેઠેલા તેમના સસરા પર્વતભાઇ બારીયા પડી જતા જમણા પગે સાથળમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી. ગીરીશ બારીયાએ તેના બનેવી વિષ્ણુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 0


દાહોદના રળિયાતી માર્કેટ રોડની દુકાનમાંથી તેલના ડબ્બા ચોરાયાં

દાહોદ31 મિનિટ પહેલા કૉપી લિંક કુલ રૂપિયા 9540ના તેલના ડબ્બાની ચોરી તસ્કરો વિરૂદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ જનકપુરી સોસાયટીમાં રહેતા અને રળીયાતી રોડ ઉપર લક્ષ્મી ટ્રેડીંગ નામની કરિયાણાની દુકાન ચલાવતાં હોતચંદ મગનલાલ ગુરનાની તા.20મીના રોજ રાત્રીના આઠ વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તે રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ તેમની દુકાનને નિશાન બનાવી દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં ઘુસી સામાન વેરવિખેર કરી દુકાનમાં રાખેલા પામોલીન તેલના 15 કિલોનાના 5 ડબ્બા જેની કિંમત 8100 તથા એક 15 લીટર કપાસીયા તેલનો ડબ્બો કિંમત 1440 મળી કુલ 9540ની કિંમતના તેલના ડબ્બા ચોરીRead More


દાહોદમાં આજે 1700 છાત્રો માસ્ક પહેરી ગુજકેટની પરીક્ષા આપશે

દાહોદ32 મિનિટ પહેલા કૉપી લિંક શહેરની આઠ શાળાઓમાં વ્યવસ્થા કરાઇ, આરોગ્ય ટુકડી સાથે 150થી વધુનો સ્ટાફ જોતરાશે શહેરની આઠ શાળાના 88 બ્લોકમાં સોમવારે સવારે 10થી 4 વાગ્યા સુધી 1700 વિદ્યાર્થીઓ માસ્ક પહેરી ગુજકેટની પરીક્ષા આપશે. દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એચ. મેડાએ જણાવ્યુ હતું કે, પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખી છે. પરીક્ષાના પ્રવેશદ્વારે વ્યક્તિઓનું તાપમાન થર્મલ ગન વડે ચકાસણી કરાશે. જો કોઇ વિદ્યાર્થીનું તાપમાન વધુ હશે તો તેને અલગ બ્લોકમાં બેસાડાશે. કેન્દ્ર સંચાલક પરીક્ષા સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરશે. વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે 6 ફુટનુંRead More


બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકને ઇજા, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ઉસરવાણનો એન્તી બારીયા ગતરોજ બાઇક લઇને તેની સાસરી ભુરી કોતરડી ગામે જતો હતો. ત્યારે ચોસાલા ગામની નદીના નાળા ઉપરથી સામેથી આવતી જીજે-20-એએમ-5316 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી એન્તીની બાઇકને ટક્કર મારતા તે નીચે પડી ગયા હતા. જેમાં તેને ડાબા ખભા ઉપર જમણા હાથની આંગળી પર તથા પગે ફ્રેક્ચર તેમજ શરીરે ઇજાઓ થઇ હતી. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 0


દાહોદમાં રવિવારે કોરોનાનો કહેર ઘટ્યો, 11 જ કેસ નોંધાયા, પીપલોદના 5 કેસ, લીમડી અને ફતેપુરાના 2- 2 કેસ

Gujarati News Local Gujarat Dahod In Dahod, The Number Of Corona Cases Decreased On Sunday, Only 11 Cases Were Reported, 5 Cases Of Peopleload, 2 Cases Of Lemdi And 2 Cases Of Fatehpura. દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રવિવાર ‌સુધીમાં કોરોનાગ્રસ્તનો મૃત્યુ આંક ‘અબ તક 56’ રવિવારે કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ કુલ 249 સેમ્પલો પૈકી મેહુલભાઈ વહોનીયા, ગોપાલભાઈ શાહ, મિલનભાઈ પંચાલ અને પંકજભાઈ પંચાલ આ ચાર વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટ માટે લેવાયેલ 795 સેમ્પલો પૈકી ગીતાબેનRead More


ઠૂઠીકંકાસિયાથી તણાયેલા આધેડનો મૃતદેહ નદીમાં 15 કિમી દૂર રાજસ્થાનથી મળ્યો

ઝાલોદએક કલાક પહેલા કૉપી લિંક અનાસ નદીમાં તણાઇ ગયેલા વ્યક્તિઓને શોધવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા રાજસ્થાન સ્થિત નદીમાં કરાઇ રહેલી કામગીરી. અસ્થિ વિસર્જન કરવા જતાં અનાસ નદીના પૂરમાં શનિવારે 6 તણાયા હતા નદીના પૂરમાંથી એકનો મૃતદેહ શનિવારે જ મળ્યો હતો, 4 લોકો હજી પણ લાપતા ગામના લોકોને આગેવાનો જાતે શોધવા નીકળતા કિનારેથી મૃતદેહ મળ્યો રાજસ્થાનનું તંત્ર પણ કામે લાગ્યું NDRF 24 કલાક બાદ જોતરાતા રોષ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માંથી પસાર થતી અનાસ નદીમાં શનિવારના રોજ ઠૂંઠીકંકાસિયા ગામના ભિમાભાઈ ગરસિયાના નિધનના 12 દિવસ બાદ અસ્થિવિસર્જનની વિધિ કરવા માટે પરિવારજનો તેમજRead More


ફતેપુરા તાલુકામાં 8 કલાકમાં 4 ઇંચ વરસાદથી પાણી-પાણી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર અવિરત ચાલી રહી છે. શનિવારે બડધાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ રવીવારે પણ પોતાનું કામ ચાલુ રાખ્યુ હતું. શનિવારની રાતથી ચાલુ રહેલો વરસાદ રવીવારે પણ આખો દિવસ રોકાયો ન હતો. જિલ્લાના તમામ તાલુકામાં તેણે પોતાની હાજરી પુરાવી હતી. જેમાં ફતેપુરા તાલુકામાં પરોઢના છ વાગ્યાથી બે વાગ્યા સુધી આઠ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં તાલુકા સાથે ફતેપુરા નગરમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતાં. બે વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી સામાન્ય છાંટા સિવાય નોંધપાત્રRead More


દાહોદ જિલ્લાના ઉમરિયા, કાળી-2 અને કબૂતરી ડેમ છલકાયા

દાહોદ,લીમખેડા,ઝાલોદએક કલાક પહેલા કૉપી લિંક ધાનપુર તાલુકાના આવેલા ઉમરિયામાં ડેમની સંપૂર્ણ સપાટી પૂર્ણ થતા આજરોજ ઓવરફ્લો થઈને વહી રહ્યો છે.  નીચાણવાળા 20 ગામ સાબદાં કરાયાં : માછણનાળા ડેમ છલકાવાના આરે માછણનાળા 72.84% ભરાયો : આપાતકાલિન સ્થિતિમાં 1077 પર ફોન કરવો સતત વરસાદને કારણે કારણે જિલ્લામાં આવેલા આઠેય ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં ઉમેરિયા ડેમ બાદ મોડી સાંજે કબૂતરી અને કાળી-2 ડેમ પણ છલકાઇ ગયો છે. જ્યારે સતત વધતી સપાટીને કારણે માછણનાળા ડેમને હાઇએલર્ટ ઉપર મુકીને તેના નીચાણવાળા ગામોને સાબદા કરવામાં આવ્યા છે. હજી વરસાદનો મારો ચાલુ રહેશેRead More