Friday, August 21st, 2020

 

ફતેપુરા તાલુકામાંથી સગીરાનું અપહરણ : 4 માસ બાદ ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માતા સાથે ગયેલી સગીરા ડ્રેસ લઇને આવું છું કહી ગઇ હતી ફતેપુરા તાલુકાની માતા-પુત્રી તા.4 એપ્રિલે બપોરેે ઘરેથી સુખસર બજારમાં ઘર વખરીનું સરસામાન લેવા માટે ગયા હતા. ત્યારે 16 વર્ષીય છોકરી માતાને ડ્રેસ લેવા જાઉ છું કહી ગઇ હતી અને તેની માતા ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન જુના વિરણીયાનો મહેશ કાળુ કોટવાળ આ 16 વર્ષ અને 1 મહિનાની સગીરાનું પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. ડ્રેસ લેવા ગયેલી છોકરી મોડે સુધી પરત ઘરે નહી આવતાં ગામમાં તપાસ કરી હતી પરંતુRead More


ઝાલોદ વરોડ ટોલને નાબૂદ કરવા પ્રાંત અધિકારીને આવેદન

ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક ટોલ કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરાતા રોષ કાયમી ધોરણે ટોલ નાબૂદ કરવા માંગણી કરાઇ: સાત દિવસમાં નિરાકરણ ન આવે તો ધરણાંની ચીમકી અપાઈ તાલુકામાં વરોડ ટોલબૂથના કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિક વાહનોને રોકીને ટોલ વસૂલવા મુદ્દે મિનિટો સુધી પરેશાન કરવામાં આવતા ભારે રોષ ઉઠેલો જોવા મળ્યો હતો. અનેક આંદોલનો બાદ જવાબદાર તંત્ર મધ્યસ્થી બનીને તાલુકાનાં સ્થાનિકોને ટોલટેક્ષમાંથી રાહત આપવામાં આવી હોવા છતાં છાસવારે ટોલ ઉઘરાવવા બાબતે બોલાચાલીના બનાવો બની રહ્યા છે. ત્યારે આ ટોલટેક્સ મુદ્દે આદિવાસી અગ્રણી રામસિંહભાઈ કાલારા અને આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને શુક્રવારના દિવસે આવેદનRead More


બલૈયામાં રેપિડ ટેસ્ટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ

સુખસર24 મિનિટ પહેલા કૉપી લિંક ફતેપુરા, બલૈયા બાદ સુખસરમાં ગુરૂવાના રોજ બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ શુક્રવારના રોજ લેવાયેલા રેપીડ ટેસ્ટમાં બલૈયા ભાટમુવાડીના પ્રજાપતિ સમાજના પતી પત્ની કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોઝિટિવ આવેલા દંપત્તિને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. પ્રજાએ સાવચેતી રાખી પોતે રોગચાળાનો ભોગ બને નહીં તે પ્રત્યે સજાગતા રાખવી જરૂરી જણાય છે. 0


દાહોદમાં તાપ નીકળતાં વરસાદજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના ઘટી

દાહોદ25 મિનિટ પહેલા કૉપી લિંક હવામાં 85 % ભેજ સાથે પવનની ગતિ 20 કિમી/ કલાકની નોંધાઈ હતી. તો સવારથી જ વાતાવરણ ઉઘડેલું રહેતા દિવસભર સરસ તાપ પણ નીકળ્યો હતો જેને લઇને શહેરમાં ગટરો ઉભરાતા સર્જાયેલા ગંદકીના ઢગ પણ સુકાવા પામ્યા હતા અને વરસાદજન્ય જે ભીનાશ હતી તે પણ સૂકાતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ ઓછી થતા લોકો ખુશ જોવા મળ્યા હતા. તાલુકામાં સિઝનના સરેરાશ 25 થી 27 ઇંચ વરસાદની સામે આ વર્ષે 17 ઈંચ વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષે આ તારીખ સુધીમાં 666 મીમી એટલે કે 27 ઇંચ જેટલો નોંધાઈRead More


સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દાહોદ રાજયમાં બીજા ક્રમે આવતાં ખુશી

દાહોદ26 મિનિટ પહેલા કૉપી લિંક 200 સ્વચ્છતા સેનાનીઓ સાચા ધન્યવાદને પાત્ર : કલેક્ટર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં બીજા ક્રમે આવ્યું છે તે ગૌરવની ક્ષણે કલેક્ટરે જણાવ્યું હતું કે દાહોદ પાલિકા દ્વારા છેલ્લા બે વરસથી મક્કમ ગતિએ આગળ વધીને સુનિયોજિત રીતે સફાઇની કામગીરી સાથે સ્માર્ટ સીટીની કામગીરી પણ મક્કમ ચાલી રહી છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે પણ સ્માર્ટ સીટી અંતર્ગત એજન્સીને કામગીરી સોંપાશે. તેમણે જણાવ્યું કે, દાહોદને સ્વચ્છ રાખવાના 200 સફાઇકર્મીઓની મહેનતને પરીણામે આપણે આટલું સારૂ રેન્કિંગ મેળવી શક્યા છીએ. ત્યારે દરેક વ્યક્તિ પોતાનો સહયોગ આપે. ડોર ટુ ડોર કચરો એકઠાRead More


દાહોદ જિલ્લામાં શુક્રવારે વધુ 28 પોઝિટિવ કેસ : કુલ આંક 1015

દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદના 18, બારીયા અને ફતેપુરામાં 3 -3 વ્યક્તિઓ સંક્રમિત થઇ શુક્રવાર તા.ભાસ્કર ન્યુઝ | દાહોદ21 ઓગષ્ટે દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના નવા વધુ 28 કેસ નોંધાયા હતા. શુક્રવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 10 અને રેપીડ ટેસ્ટમાં 18 મળી કુલ 28 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રેગ્યુલર ટેસ્ટના 1892 અને રેપિડ ટેસ્ટના 245 સેમ્પલો લેવાયા હતા. જે પૈકી સુચિ મુજબ ગોરધનભાઈ મંડોર, સપનાબેન બામણ, પ્રિયા કડિયા, હેમાબેન કડિયા, ભરતભાઈ પંચાલ, આશાબેન મારવાડી, શાનુબેન કથાલીયા, રાકેશભાઈ કથાલીયા, રમણલાલ કથાલીયા, રમેશભાઈ ખત્રી, બીજલબેનRead More