Sunday, August 9th, 2020
દાહોદમાં ભાજપના કાઉન્સિલર સહિત 8 લોકો જુગાર રમતા પકડાયા, પોલીસે 11,200નો મુદ્દામાલ જપ્ત કર્યો
દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 10:09 PM IST દાહોદ. દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર સહિત 8 આરોપીઓ જુગાર રમતા પકડાયા છે. દાહોદના પડાવ વિસ્તારમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપના કાઉન્સિલર રાજુ પરમાર સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે 11,200ની રોકડ પણ જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજુ પરમાર દાહોદ નગરપાલિકા વોર્ડ 9ના ભાજપના કાઉન્સિલર છે.
ગરબાડામાં બીજા દિવસે પણ એક જ પરિવારમાં કોરોનાના બે કેસ
ગરબાડા નગર 70% વિસ્તાર કન્ટેન્મેન્ટ, બફર ઝોનમાં દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 04:00 AM IST ગરબાડા. તાલુકાના વિવિધ ગામોમાં કોરોનાના કેસ થતા હતા. બે દિવસથી ગરબાડા નગરને પણ કોરોનાએ પોતાના ભરડામાં લીધો છે. ગરબાડા ખાતે એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ આવ્યા હતા. જ્યારે જેસાવાડામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. આજે ગરબાડાના મેઈન બજારમાં રહેતા શૈલેન્દ્ર મદનલાલ સોની અને તેમની પુત્રી સ્નેહાએ ગરબાડાના સરકારી દવાખાને કોરોનાના રેપિડ ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આંબલી ખજુરીયાના વજેસિંગભાઈ પાંગળાભાઈ મીનામા પણ આજે કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં 3 કેસ પોઝિટિવ આવ્યાRead More
આઇસરે ટક્કર મારતાં કેમિકલ, દવાના કાર્ટુન ભરેલી ટ્રક પલટી
દવાના કાર્ટુન, કેમિકલની બાલટીઓ તુટતા નુકસાન પહોંચ્યું થોડે દૂર જઇ આઇસર પણ રોડની સાઇડમાં ગટરમાં ખાબકી દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ ઇન્દોર હાઇવે ઉપર ખંગેલા ગામ પાસે આઇસર ટેમ્પોએ દવા અને કેમિકલ ભરેલ ટ્રકને પાછળથી ટક્કર મારતાં બેલેન્સ ગુમાવી દેતાં ટ્રક અને આઇસર બન્ને ગાડીઓ રોડની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં આઇસરના ડ્રાઇવરને શરીરે ઇજાઓ અને બન્ને ગાડીઓને નુકસાન થયું હતું. મધ્યપ્રદેશના નાગદા ગામનો અને ડ્રાઇવીંગનો ધંધો કરતા મોહમદ મિનહાજ અબ્દુલ રહેમાન કુરેશી પોતાની એમપી-09-3252 નંબરની ટાટા ટ્રકમાં અંકલેશ્વરની કંપનીમાંથી દવા તથા કેમીકલના કાર્ટુનRead More
સજોઇમાં ડાકણની શંકા રાખી મહિલા પર કુટુંબી ટોળાનો હુમલો
સર્પદંશથી મોત થયું હતું ભૂવાને બતાવતાં મહિલાને ડાકણ કહેતાં કૃત્ય દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 04:00 AM IST દાહોદ. સજોઇમાં ડાકણનો વહેમ રાખી મહિલાઓને ખાઇ જાય છે તને છોડવાની નથી તેમ કહી મહિલાને લાકડીઓ અને માર માર્યો હતો. સજોઇ ગામની 45 વર્ષિય વીરાબેન મોહનીયાના કુટુંબી દીયર નારસીંગભાઇ મોહનીયાના છોકરાની પત્ની ભુરીબેન બે મહિના અગાઉ સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. તુ ડાકણ છે અને તુ કુટુંબના કનુની પત્ની ભુરીને ખાઇ ગઇ છેગતરોજ કુટુંબના માણસો તથા છતરીયા જેસાવાડા બાજુ ભુવા પાસે બતાવવા ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ મનુ મોહનીયા, દીનેશ મોહનીયા,Read More
પરિણીતા સાથે દુષ્કર્મ બાદ ફોટો-વીડિયો વાયરલ કરતાં ફરિયાદ
યુવતીએ 12 હજાર પરત આપ્યા ન હતાં વલુન્ડાના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 04:00 AM IST દાહોદ. ફતેપુરાના વલુન્ડાનો શિવમ બરજોડ તાલુકાની પરણિતાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. આ સમય દરમિયાન પરણિતાએ શિવમ પાસેથી 12 હજાર લીધા હતા. જ્યારે શિવમે પરણિતાના બિભત્સ ફોટા અને વિડિયો ક્લીપ પોતાના ફોનમાં ઉતારી લીધી હતી. બાદ બંને વચ્ચે મતભેદ ઉભો થતાં શિવમે પરણિતાએ લીધેલા રૂપિયાની માગ કરતાં તે ન આપતાં શિવમે પરિણીતાના બિભત્સ ફોટા તથા વિડીયો ક્લીપ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપતો હતો પરંતુ યુવતી પરRead More
લીમખેડાના લખારા પરિવારના 10 સભ્યોને પોઝિટિવ
દાહોદ જિલ્લામાં 27 નવા કેસ રેગ્યુલર ટેસ્ટમાં 20 અને રેપિડ ટેસ્ટમાં 7 પોઝિટિવ આવ્યા દિવ્ય ભાસ્કર Aug 09, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં શનિવારે પણ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.8ને શનિવારે જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 20 અને રેપીડ ટેસ્ટમાં માત્ર 7 મળી કુલ 27 પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. 140 સેમ્પલો પૈકી 20 રેગ્યુલર અને રેપીડ ટેસ્ટના 324 સેમ્પલોમાંથી 7 લોકો પોઝિટિવ જાહેર થયા હતા. દાહોદના દર્દીઓ ઘટ્યા, ગ્રામ્ય વિસ્તારોમાં વધારો નવા પોઝિટિવ કેસોની સુચિ મુજબ રાજેન્દ્ર લખારા, નંદકિશોર યાદવ, રમીલાRead More