Friday, August 7th, 2020

 

દાહોદમાં સનાતન મંદિર પાસે જુગાર રમતાં 5 ઝડપાયા

પાનાં અને 27 હજાર રોકડા જપ્ત દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ જુદી-જુદી જગ્યાએ રહેતાં દીપકુમાર બળવંતસિંહ પરમાર, હેમંતકુમાર રામભરોસે ચૌહાણ, મંથનભાઇ રાજેશભાઇ શાહ, જીગરકુમાર સુરેશભાઇ મુછારા અને મુસ્તાક સફીમોહંમદ શેખ ફિલેન્ડગંજ વિસ્તારમાં આવેલા સનાતન મંદીર પાસે ખુલ્લી જગ્યામાં ગંજીફાનો જુગાર રમી રહ્યા હતાં. આ બાબતની જાણ થતાં શહેર પોલીસે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં છાપો મારીને પાંચેયની ધરપકડ કરી હતી. આ યુવકો પાસેથી દાવ ઉપર લાગેલા તેમજ અંગઝડતી દરમિયાન મળેલા કુલ 27110 રૂપિયા સાથે ગંજીફાના પાના પણ કબજે લેવામાં આવ્યા હતાં. એએસઆઇ ઇશ્વરભાઇRead More


પાંચીયાસાળમાં મિત્ર માટે બે મિત્રો દ્વારા સગીરાનું અપહરણ

મિત્ર સાથે લગ્ન કરાવવાના ઇરાદે કૃત્ય દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST દાહોદ. બારિયા તાલુકાના પાંચીયાસાળ ગામમાં બે મિત્રોએ પોતાના મિત્ર સાથે લગ્ન કરાવવાના ઇરાદે એક સગીરાનું અપહરણ કર્યુ હતું. યુવકના ઘરે ગોંધી રખાયેલી સગીરા છટકીને ઘરે આવતા સઘળી હકિકત જાણવા મળી હતી. ગજાપુરા ગામે રહેતા પીન્ટુભાઈ પોપટભાઈ બારીયા તથા દિનેશભાઈ જુવાનસિંહ બારીયાએ પોતાના જ ગામમાં રહેતા પોતાના મિત્ર અર્જુનભાઈ લક્ષ્મણભાઈ બારીયાની પત્નિ તરીકે રાખવા માટે પાંચીયાસાળ ગામે જઇને સગીરાનું અપહરણ કરી ગયા હતાં. બંને મિત્રોએ સગીરાને અર્જુનના ઘરે જઇને તેને સોંપી દીધી હતી. અર્જુનના ઘરે ગોંધી રખાયેલીRead More


3500 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને બાવકાના પૌરાણિક શિવમંદિરે નંદનવનનું નિર્માણ કરાશે

દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં 71 માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. 9 ઓગસ્ટના રોજ કરાશે. આ ઉજવણી નિમિત્તે 3500 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને બાવકા ખાતે નંદનવનના નિર્માણનો શુભારંભ કરાશે. જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉદ્દધાટક તરીકે મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ અને સર્વે ધારાસભ્યઓ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેવડીયા જંગલ સફારીના નિયામક રામ રતન નાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લાRead More


લીમખેડામાં 50 અને દાહોદમાં 38 મિમી વરસાદ, ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં

જિલ્લામાં ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં સાથે દાહોદ શહેરમાં કુલ મળીને 35 મિમી વરસાદ વરસ્યો દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લામાં ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં સાથે દાહોદ શહેરમાં કુલ મળીને 35 મીમી વરસાદ વરસ્યો હતો. બુધવારે ઝરમાર વરસાદ બાદ ગુરુવારે પરોઢિયે આશરે 4.30 વાગ્યાના સમયે દાહોદમાં મોટું ઝાપટું વરસ્યું હતું તો બાદમાં બપોરે 12 વાગ્યાથી લગભગ એક કલાક સુધી ફરી સારી માત્રામાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને સુકાતી ખેતીને જીવતદાન મળવાની આશાઓ બંધાઈ હતી. તા.6.8.’20 ના રોજ સવારે 8 થીRead More


દાહોદમાં કોરોનાનો કહેર છતાં અગાઉ કરતાં ઓછા ટેસ્ટ થતાં હોવાની બૂમ, દાહોદમાં 10 નવા કેસ નોંધાયા

5 શહેરના, 5 અન્ય તાલુકાના દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમ તા.6ને ગુરુવારે રેગ્યુલર ટેસ્ટમાં 10 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. દાહોદ જિલ્લામાં મોકલાયેલા 139 સેમ્પલો પૈકી 10 લોકો પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે જાહેર થયેલ સૂચી મુજબ કિરીટકુમાર પરમાર, યુસુફભાઈ કુંદાવાલા, ફાતેમાબેન કુંદાવાલા, વિકાસ વર્મા, ચિરાગ ગંગાધરની, હરીભાઈ લખારા, કૌશલ લબાના, શંકરભાઈ પ્રજાપતિ, યશ ત્રિપાઠી અને દિનેશભાઈ દાયરા સહિત 10 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જે પૈકી 5 દાહોદ શહેરના અને 5 જિલ્લાના અન્ય ભાગોમાંથી કેસ આવ્યા હતા. સરકારી સુત્રો દ્વારાRead More


રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ઉજવણી, ખુશાલી સાથે ધાર્મિક ઉન્માદ છવાયો

દિવ્ય ભાસ્કર Aug 07, 2020, 04:00 AM IST લીમખેડા. દુધીયામાં અયોધ્યા ખાતે રામમંદિરનો શિલાન્યાસ થતાં ભવ્ય ઉજવણી યોજાઇલીમખેડા. દુધીયા નગરમાં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ થતા ખુશાલી સાથે ધાર્મિક ઉન્માદ છવાયો હતો. નગરજનોએ ગામના રામજી મંદિરમાં બપોરે ભગવાનને નવિન વસ્ત્રોથી સજાવી મહાઆરતી કરી નગરમાં રામધૂન સાથે ફેરી યાત્રા યોજી હતી. રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની ઉજવણી પગલે ગોધરામાં મહાઆરતી નું આયોજનવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર ના ભૂમિ પૂજન કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ગોધરાના શ્રી રામજી મંદિર ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરનાRead More