Monday, August 3rd, 2020

 

7 ઓગસ્ટ સુધી થનારી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. 1 ઓગષ્ટથી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ‘સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે’ થીમ પર ઉજવણીની શરૂઆત દાહોદમાં કરી છે. જેમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પ્રસૂતિ થવાની છે તેવા લાભાર્થીઓ જોડે વિડીયો કોલ મારફતે તેમજ ટેલિફોનિક સંવાદ સાધ્યો હતો અને આ મહાનુભાવોએ સગર્ભાઓને સ્તનપાનનું મહત્વ સમજાવ્યું હતું. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ પણ જોડાઈ અને અત્યારે વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આRead More


દાહોદમાં રેગ્યુલર ટેસ્ટમાં 7 અને રેપિડ ટેસ્ટમાં 10 કેસ નોંધાયા

રવિવારે માત્ર 17 જ કેસ નોંધાતાં ગભરાયેલાં લોકોને રાહત મળી દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. રવિવારે દાહોદ ખાતે કોરોનાના 17 નવા દર્દીઓ નોંધાવા પામ્યા હતા. તા.2ને રવિવારે જાહેર થયા મુજબ 104 રેગ્યુલર ટેસ્ટના સેમ્પલો પૈકી 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ કીટના 120 સેમ્પલો પૈકી પોઝિટિવ આવેલ 10 દર્દીઓ સાથે કુલ 17 વ્યક્તિઓ નવા પોઝિટિવ જાહેર થયા હતા. તા.2ને રવિવારે દાહોદમાં પોઝિટિવ જાહેર થયેલા 17 વ્યક્તિમાં પરમેશ્વરીબેન કેવલાની, કલાબેન પ્રજાપતિ, સિરાજ કથીરિયા, ભેમજીભાઇ ભરવાડ, પંકજ ભરવાડ, બ્રિજેશ ભરવાડ અને મુરલીભાઈ અગ્રવાલ રેગ્યુલર ટેસ્ટમાં અને નગીનદાસRead More


જમીન ખેડવા મુદ્દે બોલાચાલી કરી દાતરડંુ મારતાં એકને ઇજા

જમીન અમારી છે કહી બે સાથે મારામારી : 4 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ તાલુકાના બોરવાણી ગામના પાંગળાભાઇ ધારજીભાઇ ડામોર અને તેમનો છોકરો દિનેશ તેમજ ભાઇ સુરેશભાઇ ધારજીભાઇ ડામોર અને કુટુંબી ભાઇ સબુંભાઇ હવસીંગભાઇ ડામોર ગઇકાલે સવારના સમયે ખેતરમાં નીંદવા ગયા હતા. ત્યારે બપોરના સમયે ગામના શનુ કાનજી બારીયા, ચેના લાલજી બારીયા, ગવલા પુનિયા બારીયા તથા રાજુ લાલજી બારીયા ગાળો બોલતા તેમની પાસે ખેતરમાં આવી ગાળો બોલતા આપતા હતા. જેથી તેઓને ગાળો કેમ બોલો છો તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આ જમીનRead More


આડા સંબંધ મુદ્દે પત્નીના વાળ કાપી મારતા પતિ સામે ફરિયાદ

ઝાબુઆ પોલીસે શૂન્ય નંબરથી ફરિયાદ લઇ જેસાવાડા પોલીસને જાણ કરી જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની સન્નુબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા અભલોડ ગામના અજીત રામસિંહ ભાભોર સાથે સમાજના રિતિરીવાજ મુજબ થયા હતા. બન્ને પતિ પત્નીનું લગ્નજીવન સુખમય રીતે ચાલતુ હતું અને વસ્તારમાં તેમને બે છોકરાઓ પણ છે. ત્યાર બાદ થોડા મહિનાઓથી પતિ અજીત તેની પત્ની સન્નુબેન ઉપર શંકા કરી મારકુટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું પરંતુ ઘર સંસાર નહી બગડે તેથી બધુRead More


ઝાલોદની કોલેજમાં ફીના 10 હજાર રોકડા તથા ફોટો કેમેરાની તસ્કરી

કાર્યાલય તેમજ રૂમોના તાળાં તોડી 15 હજારના મુદ્દામાલની ચોરી ઝાલોદ પોલીસ મથકે તસ્કરી કરનાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને નિશાન બનાવી કાર્યાલય તથા અન્ય ચાર રૂમોના તાળા તોડી લાઇબ્રેરીમાં મુકેલા ફીના 10 હજાર રોકડા તથા ફોટોગ્રાફ કેમેરો મળી કુલ 15,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય મધુકરભાઇ મુળજીભાઇ પટેલ તથા સ્ટાફના પટેલ અરવિંદભાઇ, પ્રવિણભાઇસેલક, ચીમનભાઇ પી. પ્રજાપતિ તથા મંગાભાઇRead More


દેશમાં વધુ 90 ટ્રેન ઓગસ્ટમાં દોડાવવાની તૈયારી, રતલામ મંડળથી પસાર થતી 13 સહિત 100 જોડી સ્પે. ટ્રેન દોડી રહી છે

10 ઓગસ્ટ આસપાસ જાહેરાતની સંભાવના, રેલવે દ્વારા શેડ્યુલ તૈયાર ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોતંુ બોર્ડ, રતલામ મંડળની 6 ટ્રેન રહેશે અવન્તિકા, શાંતિ એક્સપ્રેસનો સમાવેશ, અનલોક-3માં છૂટ જોઇને રેલવેનો ધમધમાટ દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. અનલોક 3ના મળેલી છુટ જોઇને રેલવેએ ઓગસ્ટમાં આખા દેશમાં 90 જોડી અને સ્પે. ટ્રેનો ચલાવવાની રેલવેએ તૈયારી પુરી કરી લીધી છે. તેમાં રતલામ મંડળની ઇન્દૌરથી ચાલનારી છ ટ્રેનો પણ શામેલ છે. આ ટ્રેનોમાં 3 દાહોદ-રતલામ થઇ અને 3 ઉજ્જૈનથી પસાર થશે. તમામ મંડળોથી ટાઇમ ટેબલ આવ્યા બાદ રેલવે બોર્ડે ટ્રેનોનું શેડ્યુલ પણRead More


દે. બારિયાના ભે દરવાજા, ભથવાડાથી વડોદરા લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

દિવ્ય ભાસ્કર Aug 03, 2020, 04:00 AM IST દાહોદ. બારિયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ હતા. ત્યારે ક્રુઝરમાં દુધામલીનો નિધીશ ડામોર અને પીપેરોનો વિનોદ બામણીયા દારૂ લઇને બારિયા થઇને વડોદરા લઇ જવાના છે. જેના આધારે બપોરે ભે દરવાજા પર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે ક્રુઝર આવતાં રોકી બન્નેની પુછપરછ કરતાં સંતોષકારક જવાન ન આપતાં ગાડીમાં તલાસી લેતા દારૂ મળી આવ્યો હતો. દારૂ તથા ક્રુઝર મળી કુલ 4,25,080ના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી. દારૂ ભરનાર દુધામલીના શનુ મોહનીયા અને વડોદરાના ઇસમ મળી કુલ ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે શુક્રવારની રાત્રેRead More