Saturday, August 1st, 2020

 

દહેજ માટે જાતિ અપમાનિત કરી કાઢી મૂકતાં પતિ વિરુદ્ધ ફરિયાદ

દાહોદના યુવક સામે દહેજ-એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો દિવ્ય ભાસ્કર Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. ખલતાગરબડીની યુવતીએ મે’ 2012માં દાહોદના સાંસીવાડ અને મુળ રહે. કતવારાના કિશોરસિંહ હાંડા સાથે ફુલહાર કર્યા હતા. લગ્નજીવનના શરૂના 3 વર્ષ સુધી યુવતીને સારી રીતે રાખી હતી અને સંતાનમાં 5 વર્ષનો છોકરો પણ છે. છોકરાના જન્મ પછી કિશોરસિંહ હાંડા ઝઘડો કરી હેરાન કરી તારા બાપના ઘરેથી પાંચ લાખ લઇ આવ કહી તેમજ જાતી અપમાનીત કરી અને જાનથી મારવાની ધમકી આપી 2017માં પત્નીને છોકરા સાથે કાઢી મુકતા પિતાના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ પત્નીએ પતિRead More


દાહોદમાં નિયમોના ભંગ બદલ એક દુકાન અને રેસ્ટોરન્ટને સીલ કરાઇ

દિવ્ય ભાસ્કર Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. રામેશ્વર નમકીન ઍન્ડ રેસ્ટોરન્ટ અને નંદની બ્યુટી નામની કટલરીની દુકાનને પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવી છે. આ દુકાનો દ્વારા સામાજિક અંતરના નિયમો, માસ્ક અને સેનીટાઈઝર જેવા નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા સઘન ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એ જરૂરી છે કે વેપારીઓ જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરે. આ નિયમોનું પાલન ન કરતાRead More


દાહોદમાં વધુ 33 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા: કુલ 594 કેસ

દાહોદમાં 14 રેગ્યુલર અને 19 રેપિડ ટેસ્ટના પોઝિટિવ નોંધાયા દિવ્ય ભાસ્કર Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. શુક્રવારે 14 રેગ્યુલર ટેસ્ટના દર્દીઓ સાથે રેપીડ ટેસ્ટથી પોઝિટિવ આવેલા 19 દર્દીઓ સાથે કુલ મળીને 33 દર્દીઓ નોંધતા જુલાઈ માસના અંતિમ દિવસે પણ દાહોદમાં સોપો પડી ગયો હતો. તા.31 જુલાઈના રોજ જાહેર થયેલ 14 કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સુચિમાં જિલ્લાના અન્ય વિસ્તારોના 3 વ્યક્તિઓ સાથે દાહોદ શહેરના 11 દર્દીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે માત્ર જુલાઈ મહિનાના 31 દિવસમાં જ જિલ્લામાં કુલ મળીને 525 કેસ થવા પામ્યા છે. 164 સેમ્પલો પૈકી 150 નેગેટીવRead More


દાહોદમાં RT-PCR ટેસ્ટના સ્થાને સિટી સ્કેનનું શરણું, ઘરે જ સારવાર કરાવે છે

કોરોના છે કે નહીં તેનો અંદાજ મેળવવા રોજ 25થી વધુ લોકો સિટી સ્કેન કરાવે છે સચિન દેસાઈ Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદમાં કોરોનાનો ભય વ્યાપ્ત છે ત્યારે જે તે વ્યક્તિને કોરોના છે કે નહીં તે માટે ફક્ત ઝાયડસ ખાતે કોરોનાનો ટેસ્ટ કરે છે. કોરોનાગ્રસ્ત જાહેર થવાના ભયથી લોકો સીટી સ્કેન તરફ વળ્યા છે. કોરોના છે કે નહીં તેવો અંદાજ મેળવીને ઘરે જ રીતે સારવાર કરાવી રહ્યા છે.આ અંદાજ મેળવવા માટે જ રોજ 25થી વધુ લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. સીટી સ્કેન વધુ સગવડિયું બની રહે છેદાહોદમાંRead More


પહેલા 11 દિવસમાં 67, અંતિમ 11 દિવસમાં 332 પોઝિટિવ કેસ

જુલાઇના 525 કેસમાંથી 332 ફક્ત 11 દિ’માં નોંધાયા દિવ્ય ભાસ્કર Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. સરકારના નવા જાહેરનામા મુજબ અનલોક-4 આજે તા.1-8-’20 થી લાગુ પાડનાર છે અને તેમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. દાહોદમાં અગાઉ અનલોક 1 અને 2 માં દાહોદમાં લોકો આરંભે થોડા સાવચેત હોઈ વધુ લોકજાગૃતિ હતી, સાથે બહારથી આવાગમન જડબેસલાક બંધ હતું એટલે જે લોકો બહારથી દાહોદમાં યેનકેન પ્રકારેણ આવી જતા હતા તેઓ જ સંક્રમિતો તરીકે નોંધાતા હતા. દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છેબાદમાં લાંબા સમય ઘરે બેસી રહેવાને લઈને લોકોRead More


અનલોક-4 માં દાહોદમાં સ્થાનિક તંત્ર વધુ કડક બને તે જરૂરી બન્યું

દિવ્ય ભાસ્કર Aug 01, 2020, 04:00 AM IST દાહોદ. કોરોનાના કેસ વૃદ્ધિ પામતા તા.19થી 30 જુલાઈના સમયગાળા દરમ્યાન દાહોદ પાલિકા અને શહેરની અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલું. જેને મહદ્ અંશે સફળતા મળી હતી. લોકો સવારથી બપોર સુધી તો પોતાના વ્યવસાયિક સંસ્થાનો ખુલ્લા રાખીને બેધડક વેપાર કરતા નજરે પડ્યા હતા. હવે જ્યારે અનલોક-4 અંતર્ગત સરકાર દ્વારા પ્રકાશિત જાહેરનામામાં આજે તા.1.8.થી જ તે ક્ષેત્રે વધુ છૂટછાટો આપવાનું નક્કી થયું છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સ્થાનિક તંત્ર દ્વારા જે તે છૂટછાટના સમયમાં બની રહે તેમ ઘટાડો કરવા સાથેRead More