July, 2020

 

દાહોદ જિલ્લો નવા 33 કેસ સાથે 500ને પાર, 302 કેસ હાલમાં પણ એક્ટિવ

કોરોનાના કેસમાં દાહોદ જિલ્લાે પંચમહાલ, મહિસાગરથી આગળ નીકળ્યો શહેરના 26, ઝાલોદ 3 , ડુંગરી 1,પેથાપુર 1, મંડોરના 2 કેસ , 445 રિપોર્ટ પેન્ડિંગ , કુલ કેસ 529, કોરોનાથી 4ના મોત, પોઝિટિવ હતા પણ મૃત્યુ પામેલાનો આંકડો 30 દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરના 26 કેસ સાથે કોરોનાના વધુ નવા 33 પોઝિટિવ કેસો બુધવારે જાહેર થતાં જ શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 529 દર્દીઓ પૈકી ફક્ત દાહોદ શહેરના જ 397 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાતા દાહોદ શહેરમાં લોકો ભયથી કાંપીRead More


દાહોદ ગરબાડાના લાયઝનની મુલાકાત

દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST ગરબાડા. બોરીયાળા, સાહડા અને જાંબુઆ સી.આર.સી.ની શાળાઓમાં પ્રાથમિક શિક્ષક કે શિક્ષિકાને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે આજે ડાયટ દાહોદ અને ગરબાડાના લાયઝન ફતેસીહ ગણાવાએ માર્ગદર્શન આપ્યું હતું.


દાહોદના સહકાર નગરમાં હનુમાનજી મંદિરમાં ચોરી

મુગુટ સહિત 10 હજારના મુદ્દામાલની ચોરી દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ શહેરમાં હનુમાનજી મંદીરને નીશાન બનાવીને તસ્કરો મુગુટ સહિત 10 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગાય હતાં. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેરના સહકાર નગર પાસે હરિવાટીકા સ્થિત ગૌશાળામાં આવેલા હનુમાન મંદીરને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતું. મંદીરની જાળીનું તાળુ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી ચાંદીના સિક્કા, ચાંદીની મૂર્તિ, પાંચ હજાર રૂપિયા, જમીનના કાગળો તેમજ હનુમાનજીનું 200 ગ્રામ વજનનું ચાંદીનું મુગુટ, મંદીરના મહારાજ ભરતદાસજી સાધુનાRead More


છાત્રોને ઘરે જ શિક્ષણ મળે માટે આચાર્યો સાથે DOની ઇ-બેઠક

યોજાયેલાં વેબિનારમાં 300 આચાર્યો જોડાયા દિવ્ય ભાસ્કર Jul 30, 2020, 04:00 AM IST દાહોદ. દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઇ મેડાએ સોશિયલ મિડિયાના માધ્યમ થકી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચી રહે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં આધાર ડાયસ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, દરેક વિદ્યાર્થીને પાઠયપુસ્તકો મળી ગયા છે તે સુનિશ્ચિંત કરવું, વૃક્ષારોપણનો કાર્યક્રમ શાળામાં હાજર શિક્ષકોને યોજવા, વિધાર્થીઓ અને વાલીઓને સોશિયલ મિડિયાથી જાણ કરી ખેતરમાં કે ઘરના વાડામાં વૃક્ષારોપણRead More


દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ કરી

દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ને નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ માર્યું હતું


દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ફિઝિકલ ફાઇલિંગની કામગીરી 4 ઓગસ્ટથી શરૂ

કોર્ટ સંકુલમાં પ્રવેશ સમયે માસ્ક, સામાજિક અંતરના નિયમનું પાલન થશે દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લા હેડકવાર્ટર ખાતેની તમામ કોર્ટો, ફેમીલી કોર્ટ અને તાબાની તમામ તાલુકા અદાલતોમાં તમામ પ્રકારના કેસોના ફિઝિકલ ફાઇલીગની કામગીરી આગામી 4 ઓગષ્ટથી શરૂ થશે. તેનો સમય સવારે 11થી ર વાગ્યા સુધીનો રહેશે. દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે. ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના તા. 27 જુલાઇના પરિપત્રથી તમામ પ્રકારના કેસોનું ફિઝિકલ ફાઇલીંગ કરવાનો આદેશ કર્યો છે. તદઅનુસાર આ કામગીરી તા. 4 ઓગષ્ટથી શરૂ થશે અને તેનો સમય સવારના 11થીRead More


મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાથી દાહોદ આવવાના અંતરિયાળ માર્ગો બંધ કરાયા

રસ્તાઓ પર માટીના ઢગ કરાયા, ગુજરાતના ફેરિયાઓને મ. પ્ર. પ્રવેશ પર પ્રતિબંધ દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતાં દાહોદ પ્રવેશવાના તમામ અંતરિયાળ માર્ગો ઉપર માટીના ઢગ કરીને માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ સાથે દાહોદથી વેપાર અર્થે વિવિધ માલ સામાન લઇને ઝાબુઆ જિલ્લામાં જતાં ફેરિયાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવા વેપારીઓ ધ્યાનમાં આવતાં તેમને પાછા કાઢી રહ્યા છે.​​​​​​દાહોદની સરહદ ઉપર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ટોડી ગામમાં એક સાથે છ કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ મામલેRead More


33 ધન્વતંરિ રથ સાથે 48 મેડિકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશ

દાહોદમાં આરોગ્ય તપાસણી શરૂ કરાઇ દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે 33 ધન્વતંરિ રથ સાથે 48 મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. શહેરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તોRead More


દાહોદના ઇન્દોર રોડ ઉપર બેન્ક-શાળામાં ચોરીનો પ્રયાસ

CCTV ફુટેજમાં કેમેરામાં મોઢે રૂમાલ બાંધેલા ચોરો દેખાયાં દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. ઇન્દોર રોડ ઉપર આવેલી ધી દાહોદ મર્કન્ટાઇલ કો.ઓ.બેન્ક લી. દાહોદની શાખાના સ્ટાફ તથા પ્યુન મોઇનુદ્દીન સલીમુદ્દીન કાજી શુક્રવનારના બપોરના 3 વાગે બેન્કના શટરને લોક મારી પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ બેન્કના શટરના તાળા તોડી શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી બેન્કના અંદરના લોકર રૂમનું તાળુ તોડી નાખી અંદર મુકી રાખેલા ડોક્યુમેન્ટ અસ્તવ્યસ્ત કરી તેમજ નોટ ગણવાનુRead More


દાહોદમાં કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન શરૂ

દિવ્ય ભાસ્કર Jul 29, 2020, 04:00 AM IST દાહોદ. કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવાની સૂચના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આપી છે. પાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, બે જેટલિંગ મશીન સાથે 6 કર્મયોગીઓ તથા એક ફાયર ટેન્ડર સાથે 3 કર્મયોગીઓ આ કાર્ય સતત કરી રહ્યા છે. ગોવિંદ નગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કર્યા છે.