April, 2020

 

દાહોદ જિલ્લાના પેન્શનરો જોગ અગત્યની સૂચના : હયાતી ખરાઇના ફોર્મ માટે તા. ૧ મે ના રોજ બેંક કે તિજોરી કચેરીએ રૂબરૂ ન જવું, આ માટેની આગામી તારીખ અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA સર્વિસ પેન્શનની વાર્ષિક આવક રૂ. ૫.૫૦ લાખ કરતા વધુ હોય તેમણે રોકાણની માહિતી ટપાલ અથવા ઇ-મેલથી જ મોકલવાની રહેશે. પેન્શનરે હવેથી જાતે ઇન્કમ ટેક્ષ ભરવાનો રહેશે નહી, તિજોરી કચેરી જ ભરવાપાત્ર ઇન્કમ ટેક્ષની કપાત કરશે. જિલ્લા તિજોરી કચેરી, દાહોદમાંથી I.R.L.A. સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને હયાતી ખરાઇના ફોર્મ માટે તા.૦૧/૦૫/૨૦૨૦ ના રોજ બેંક કે તિજોરી કચેરીએ રૂબરૂ ન જવા દાહોદના જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે. અત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે મે, જુન, જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇનીRead More


Point Blank : Covid-19 ના લોકડાઉનમાં અમિત શાહ એ કાશ્મીરને વર્ષો જુના લોકડાઉનમાંથી આપી મુક્તિ

 EDITOR IN CHIEF –– NEHAL SHAH  હાલ સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને દેશમાંથી નાથવા માટે સઘન પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે  લોકોના આરોગ્યની ચિંતા કરી લોકોની સુખાકારી માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે બહુ લાંબા સમય થી ભારતીય રાજનીતિના ચાણક્ય અને ભાજપના બીજા નંબરના કદાવર નેતા અમિત શાહ હાલ શું કરી રહ્યા છે? તો એ પ્રશ્ન ને લઈને અમે થોડી ઘણી છણાવટ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે હાલ તેઓRead More


દાહોદ શહેરના જાહેર ધાર્મિક સ્થળો, શેરી ફળિયા તથા સોસાયટીઓને સેનિટાઇઝ કરી રહ્યું છે નગર પાલિકા તંત્ર

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ નગર પાલિકાના કોરોના સેનાનીઓ શહેરને કોરોના મુક્ત રાખવા કરી રહ્યા છે દિવસ-રાત પ્રયાસ કોરોના સંક્રમણને નાથવા લોકડાઉન દરમિયાન સમગ્ર દાહોદ શહેર થંભી ગયું છે. ફકત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ રસ્તા પર જોવા મળી રહ્યા છે. દાહોદ નગર પાલિકા તંત્ર પણ સતત કોરોના સામે લડત આપી રહ્યું છે. દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ દિવસ રાત શહેરની સફાઇ સહિતની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. નગર પાલિકા દ્વારા તેમના રોજિંદા સફાઇના કામને વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ ન ફેલાય તેRead More


દાહોદ જિલ્લાના ૨૩૨ બેંકમિત્રો દ્વારા સ્થાનિક સ્તરે પૂરી પાડવામાં આવતી બેન્કિંગ સુવિધાઓ ગ્રામજનો માટે એક આશીર્વાદ સમાન

બેંક મિત્ર ! દાહોદ જિલ્લામાં ૨૩૨ ગામોમાં એક વ્યક્તિથી થાય છે બેંકિંગના તમામ કામો. લોકડાઉન દરમિયાન બેન્કમિત્રોનો ૪.૪૩લાખ ગ્રામજનોએ લાભ લીધો. બેંક મિત્રએ સહાય યોજનાઓની ૩૯૮૨ લાખ રૂપિયાની રકમ ગ્રામજનો સુધી પહોંચતી કરી. જિલ્લામાં રોજના સરેરાશ ૧૪ હજાર જેટલાં ટ્રાન્જેકન્શસ બેંક મિત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લો અત્યારે કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે અનેક મહત્વના જાહેર ક્ષેત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ કોરોના વોરીર્યસ તરીકે ઉભરી આવ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં બેન્કોના કર્મચારીઓ પણ આવશ્યક સેવા તરીકે એક વોરીર્યસની જેમ અવિરત સેવા આપી રહ્યા છે ત્યારેRead More


દાહોદના આરોગ્યસેનાની કોરોના સામે યુદ્ધ જીતી જતાં પુષ્પવર્ષા સાથે હોસ્પિટલમાંથી અપાઈ રજા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ સાજા થઇ ગયા. દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ આજે તા.૨૮/૦૪/૨૦૨૦ ને મંગળવારના રોજ તેઓ સાજાનરવા થઇ જતાં અહીંની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કલેક્ટર વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા અને બાદમાં હોસ્પિટલ માંથી રજા અપાઇ હતી. તેમના સહકર્મચારીઓએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી. લીમડી ખાતે રહેતા અને જિલ્લા આરોગ્ય તંત્રમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજRead More


લોકડાઉન વચ્ચે પણ આરોગ્ય તંત્રનું સુરક્ષિત માતૃત્વનું અભય વચન : દાહોદ જિલ્લાના દવાખાનાઓમાં દોઢ માસમાં ૪૫૮૧ બાળકોનો જન્મ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA કોરોનાના સંક્રમણને ખાળવા સતત કાર્યરત આરોગ્ય સેનાનીઓએ સગર્ભા મહિલાઓની સેવા કરવાનું પણ ચૂક્યા નહી. લોકડાઉનથી માનવીય સંચાર થંભી ગયો છે, જનજીવન કંઇ થંભી નથી ગયું. પ્રકૃત્તિનું ચક્ર તો નિરંતર ફર્યા કરે છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પરિણામ સ્વરૂ૫ પ્રકૃત્તિમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવ્યા છે. દાહોદ જિલ્લામાં આ પરિવર્તનના સહભાગી બનવા છેલ્લા દોઢ જ માસમાં ૪૫૮૧ નવજાત બાળકો અવતર્યા છે. લોકડાઉનની અથાક કામગીરી વચ્ચે દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રએ ૪૫૮૧ બાળકોની સંસ્થાકીય પ્રસુતિ કરાવી છે. આ બાળકો ભાગ્યશાળી છે કે,Read More


દાહોદ જિલ્લાના 5,695 છાત્રોના ખાતામાં ₹. 84 લાખ જમા કરાવાયા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA લોકડાઉનના કારણે બંધ પડેલા છાત્રાલયો, આશ્રમ શાળાના છાત્રોને એપ્રિલ માસની ભોજન સહાય સીધી ખાતામાં જમા કરાવાઇ સમગ્ર દાહોદ જિલ્લામાં લોકડાઉનને કારણે બંધ કરવામાં આવેલી આશ્રમ શાળાઓ, સરકારી છાત્રાલયો તથા ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને એપ્રિલ માસની ભોજન સહાય પેટે ₹. 1500/- સહાય આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 5695 છાત્રોને આ લાભ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5695 છાત્રોને ₹. 84 લાખની સહાય કરી છે. સમગ્ર દેશમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે પૂર્વે દાહોદ સહિતRead More


દાહોદ જિલ્લાના દોઢ લાખ લોકોને રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ કરતી દવાનું સેવન કરાવાયું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA કોરોના સંક્રમણ સામે જિલ્લા આયુર્વેદ કચેરીનું મહત અભિયાન. દોઢ મહિનામાં દોઢ લાખથી પણ વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો. ૮૬ હજાર જેટલા નાગરિકો પાસે કોરોના સંક્રમણ બાબતે જાગૃતિ સંદેશ પેમ્ફલેટસના માધ્યમથી પહોંચતો કર્યો. કોરોના સંક્રમણ સામું એક રક્ષાકવચની જેમ રોગપ્રતિકારક શક્તિ કામ કરતી હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં નાગરિકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ખૂબ ભાર મુકયો છે. આયુષ મંત્રાલયે પણ આયુર્વેદિક અને હોમયોપેથી દવાઓ કોરોના સંક્રમણ સામું ખૂબ અસરકારક હોવાનું જણાવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં નાગરિકોની રોગ પ્રતિકારકRead More


🅱️reaking : દાહોદ ચીફ ઓફિસર દ્વારા સુપર માર્બલ અને બીસ્મિલ્લા બેકરી કરાઈ સીલ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા કલેકટર દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું કે માત્ર ખેત ઓજારોનું વેચાણ કરતી દૂકાનો, ખેત ઓજારોના વિવિધ પાર્ટ્સ અને તેનું સમારકામ કરતી દૂકાનો સંબંધિત મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવી પ્રવૃત્તિ ચાલું કરી શકશે. આ માટે માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતરના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ છતાં દાહોદમાં દુકાનોની  પરમીશન આપવાની બાબતે ગઈ કાલે અફવા ફેલાતા લોકોએ કપડાની, સ્પેરપાર્ટ્સની તથા બેકરી જેવી દુકાનો ખોલી દીધી હતી. જે ધ્યાને આવતા દાહોદ નગર સેવા સદન ચીફ ઓફિસર એ.એચ.સિંહા એ કાર્યવાહી શરૂ કરી એકRead More


દાહોદમાં દુકાનો બાબતે કલેક્ટર વિજય ખરાડીનું નિવેદન અને લોકડાઉન મુદ્દે જિલ્લા પોલીસ વડાની હુંકાર

THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની સ્પષ્ટ વાત : ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દૂકાનો ખોલવાની મંજૂરીની બાબતોથી લોકોએ ગેરમાર્ગે દોરાવું નહી, જિલ્લામાં લોકડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી તા. ૩ મે સુધી લોકડાઉનનો અમલ ચુસ્તપણે શરૂ રહેવાનો છે. તેમાં નાગરિકોને કોઇ પણ પ્રકારની અગવડના પડે એટલા માટે જીવન જરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દૂકાનોને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે. હવે, દાહોદમાં બીન આવશ્યક અને બીનજરૂરી દૂકાનો ખોલવાની કોઇ પણ પ્રકારની મંજૂરીRead More