Thursday, March 26th, 2020

 

દાહોદ જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે પરવાનગી આપવામાં આવશે : દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની અગવડતા પડવા દેવામાં નહીં આવે.  કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે બેઠક યોજાઇ. કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવશ્યક વસ્તુઓના પુરવઠો ચાલુ રહે તે માટે જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, ફક્ત આવશ્યક વસ્તુઓની જ હેરફેર સરળતાથી થઇ શકે તે માટે વેપારીઓને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વેપારીઓએ આવશ્યકRead More