Saturday, March 21st, 2020

 

દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની કડક શબ્દોમાં ચેતવણી : દાહોદ જિલ્લામાં અફવા ફેલાવનારા તત્વો સામે સખત કાર્યવાહી કરાશે

કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કડક શબ્દોમાં ચેતવણી આપવા જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની સ્થિતિમાં અફવાઓ ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભ્રમિત કરતા અને ખોટી માહિતી ફેલાવી પેનિક ફેલાવતા તત્વોને નશ્યત કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. દાહોદ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. તેનો પણRead More


દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ

• નાગરિકો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાવ્યું નથી તેઓ સ્વયંભૂ પોતાની વિગતો તંત્રને આપે • દાહોદ જિલ્લામાં જરૂર પડે તો સામાજિક પ્રસંગો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની કલેક્ટરશ્રીની જાહેરાત • સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય તેવા કામ હોય તો જ મુલાકાત લેવી • જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જનસેવા કેન્દ્ર બંઘ કરવામાં આવ્યા, આવશ્યક સેવા સતત કાર્યરતદા દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તા.૨૦/૦૩/૨૦૨૦ ના રોજ ચાર થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પરના પ્રતિબંધના જાહેરનામા સંદર્ભે વધુ માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાંRead More


કોરોના વાયરસને પગલે દાહોદ જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ

કોરોના વાયરસને પગલે દાહોદ જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ : કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૪૪ હેઠળ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં આગામી તા. ૩૧ સુધી ચારથી વધુ માણસોના એકત્ર થવા સહિતની બાબતો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી બાબતો જોઇએ તો જિલ્લામાં જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહી અને હેરાફેરી કરવી નહી. જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેરRead More