October, 2019

 

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન “રાષ્ટ્રીય એકતા દિવસ” દાહોદ નગરમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા એકતા દોડમાં યુવાનો સરદાર પટેલને પોતાના આદર્શ બનાવે : મંત્રી બચુભાઇ ખાબડ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિન “રાષ્ટ્રીય એકતા દિવસ” પર દાહોદ નગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના નેતૃત્વમાં યોજાયેલી એકતા દોડમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનાજ મહાજન સ્કુલ – ત્રિવેણી મેદાનથી આ દોડની શરૂઆત મહાનુભાવો દ્વારા કરાવવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં થઇ પડાવ સર્કલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપ્યા બાદ એકતા દોડનું સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતાRead More


🅱️eaking News : દાહોદના ચાકલીયા અંડર બ્રિજ નજીક ત્રણ વ્યક્તિઓએ કરી અગમ્ય કારણસર આત્મહત્યા

 THIS BREAKING NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ચાકલીયા રોડ સ્થિત અંડર બ્રિજ નજીક ત્રણ વ્યક્તિઓએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. ત્રણેય એક જ પરિવારના હોવાની આશંકા, ત્રણ પૈકી પિતા, પુત્ર અને એક યુવતી છે. આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. રેલ્વે પોલીસે ઘટના સ્થળે આવી ત્રણેયની લાશને પી.એમ. માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ. રેલ્વે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટ્યા.  


દાહોદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભાઈબીજના પવિત્ર તહેવારે ભવ્ય અન્નકૂટ ઉજવવામાં આવ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આજે તા.૨૯/૧૦/૨૦૧૯ ને મંગળવારના રોજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી વિનમ્રસ્વરૂપ સ્વામી અને વેદપ્રિય સ્વામીના માર્ગદર્શનમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. આ અન્નકૂટમાં અંદાજે ૫૦૦ જેટલી વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ધરાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના ફળો, મીઠાઈઓ, ફરસાણ, અલગ અલગ પ્રકાર બિસ્કિટ, સરબત, ઠંડપીણાં તથા મુખવાસ ભગવાનને ધરાવવામાં આવ્યા હતા. સૌ હરિભક્તો એ મંદિરમાં તથા મંદિરના સભાખંડમા બેસીને અન્નકૂટ દર્શનનો લાભ લીધોRead More


અમારા માનવંતા વાચક મિત્રોને શુભ દિપાવલી તથા સાલ મુબારક : NewsTok24 પરિવાર

સમગ્ર ભારત દેશ તથા વિશ્વના અમારા માનવંતા વાચકમિત્રોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા દિવાળી તથા નવા વર્ષના આગમનની અને પ્રકાશના આ પાવન પર્વની  NewsTok24  પરિવાર તરફથી આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનાર નવુ વર્ષ આપના માટે ખૂબ જ આનંદદાયી, મંગળમય અને મનોકામના પૂર્ણ કરનારું તથા દરેક કાર્યમાં પ્રગતિ કરનારું નીવડે એવી શુભકામના. HAPPY DIWALI & A PROSPAROUS NEW YEAR :  Nehal Shah –– Editor In Chief 


.

દાહોદ નગર સેવા સદન – દાહોદના પ્રમુખ અભિષેક મેડા તરફથી સમગ્ર દાહોદ શહેરની જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા નૂતનવર્ષા અભિનંદન, આવનારું નવવર્ષ આપ સૌ દાહોદવાસીઓ માટે નિરોગી અને મંગલકારી નીવડે એવી આમારી દાહોદ નગર પાલિકા પરિવાર વત્તી હાર્દિક શુભેચ્છાઓ.


.

દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તરફથી સમગ્ર દાહોદ શહેરની જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા નૂતનવર્ષા અભિનંદન, આવનારું નવવર્ષ આપ સૌ દાહોદવાસીઓ માટે નિરોગી અને મંગલકારી નીવડે એવી આમારી દાહોદ નગર પાલિકા પરિવાર વત્તી હાર્દિક શુભેચ્છાઓ.


.

દાહોદ જિલ્લાના ૧૨૯ – ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય  રમેશભાઈ ભૂરાભાઈ કટારા તરફથી સમગ્ર દાહોદ શહેર, જિલ્લા તથા ફતેપુરા મત વિસ્તારની જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા નૂતનવર્ષા અભિનંદન, આવનારું નવ વર્ષ આપ સૌ માટે નિરોગી અને મંગલકારી નીવડે એવી દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના મતવિસ્તારને મારા અને મારા પરિવાર તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.


દાહોદ શહેરમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ, નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લીધો લાભ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ નગરના ગોદી રોડ પર આવેલા અગ્રસેન ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ શ્રી અભિષેક મેડાએ નગરજનો માટે સવારે ૯ વાગે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને નગરજનોને વિવિધ સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી હતી.દાહોદ નગરના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઘર આંગણે સરકારી સેવાનો લાભ લેવા માટે ઉમટી પડયા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં એક સાથે ૫૭ પ્રકારની વિવિધ સેવાઓનો એક જ જગ્યાએ પારદર્શક રીતે લાભ આપવામાં આવતો હોય નાગરિકોએ સહકુટુંબ આવી સરકારી સેવાઓનો લાભ લીધો હતો.Read More


દાહોદની સરકારી કચેરીઓમાં દિવાળીની સફાઇ, કર્મચારીઓ દ્વારા કરાયું શ્રમદાન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનું ગુરુવારની પરોઢે કલેક્ટર કચેરીમાં સફાઇ કર્મ, જિલ્લા પંચાયત પ્રાંગણમાં સફાઇ. દીવાળે એ દિવાળી, અર્થાત દીપાવલી પર્વના સપરમા દિવસોમાં નૂતન વર્ષના વધામણા માટે સફાઇ કામગીરીનું પણ એટલું જ મહત્વ છે. એટલે જ દિવાળીના પર્વનો પ્રારંભ જે દિવસથી થાય છે, એ રમા પાંચમના દિવસે દાહોદ કલેક્ટર વિજય ખરાડીની આગેવાનીમાં આજે વ્યાપક સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. છાપરી સ્થિત જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં રાજ્ય સરકારના કર્મયોગીઓએ શ્રમદાન કરી સફાઇ કામગીરી કરી હતી. કલેક્ટર વિજય ખરાડીRead More


દાહોદ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮૭૦૨ અરજીઓનો સકારાત્મક નિકાલ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  મિલ્કત આકારણીના ઉતારાની ૨૧૮૯, જન્મ મરણના પ્રમાણપત્રની ૧૩૦૮, જાતિ પ્રમાણપત્રની ૬૩, વૃદ્ધ પેન્શન યોજનાની ૧૯૯ અને વિધવા  સહાયની ૨૧૧ અરજીઓનું નિરાકરણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કામાં અત્યાર સુધીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળી કુલ ૧૮૭૦૨ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ખેડૂતોએ પોતાના વાડીખેતરોના સાત બાર અને આઠ અના ઉતારા મેળવવાનો લાભ લીધો છે. જિલ્લામાં આવા કુલ ૫૧૦૬ ઉતારા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ગ્રામીણRead More