Friday, April 5th, 2019

 

દાહોદ જિલ્લાના સુખસરમાં રૂપાણીની ગર્જના : આ ચૂંટણી હિન્દુસ્તાન – પાકિસ્તાનની છે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીનું ચૂંટણી પ્રચારર્થે દાહોદ જિલ્લામાં આગમન ૧૯ – દાહોદ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે સુખસર ખાતે ગુજરાતના C.M. વીજય રૂપાણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ગરમીએ માઝા મૂકી છે ત્યારે બીજી તરફ ચૂંટણીની ગરમીએ પણ માઝા મૂકી છે. ત્યારે દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર માટે સી.એમ. વીજય રૂપાણીની દાહોદ જિલ્લાના સુખસર ગામે જાહેર સભાનું આયોજન કરવામાંRead More


૧૯ – દાહોદ (અ.જ.જા) લોકસભા બેઠક માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કામગીરીને અંતે ૮ ઉમેદવારોના ફોર્મ માન્ય

    ૧૯ – દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ તા. ૨૩/૦૪/૨૦૧૯ મંગળવાર ના રોજ યોજાનાર છે. ૧૯ – દાહોદ (અ.જ.જા) લોકસભા બેઠક માટે ઉમેદવારોના ભરાયેલ ફોર્મની ચકાસણીની કામગીરી આજે તા.૦૫/૦૪/૨૦૧૯ શનિવારના રોજ જીલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને અને ચુંટણી જનરલ નિરીક્ષક (ઓબ્ઝવર) ડો. મીથ્રા ટી., નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, સંબંધિત ચુંટણી અધિકારીઓ, કર્મચારીઓ અને ફોર્મ ભરનાર ઉમેદવારો, નિમાયેલ ટેકેદારોની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ તમામ ભરાયેલ ૧૫ ફોર્મની ઝીણવટ ભરી રીતે ચકાસણી કરી હતી. જેમાં ઉમેદવારે સમય મર્યાદામાં ફોર્મ ભર્યુ છે કે નહિ, જાતિનો દાખલો,Read More


દાહોદ ખાતે ચુંટણી આયોગ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ મતદારો માટે જિલ્લા કક્ષાએ PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) ની નિમણૂક કરવામાં આવી

  અંધ દિવ્યાંગજનો માટે બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરવામાં આવી છે ૧૯- દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. તદનુસાર ભારતીય ચુંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લા માટે નિમાયેલ PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) ની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનુ આયોજન બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ ખાતે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે PWD ઓબ્ઝર્વર એસ.એલ.અમરાણી (IAS) એ જણાવ્યુ હતુ કે, ભારતીય ચુંટણી પંચ દ્વારા આ વખતે દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહન અને સરળતા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રથમ વખત દિવ્યાંગ મતદારો માટે જિલ્લા કક્ષાએ PWD ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવીRead More