March, 2019

 

આચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ

  ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈ કાલે લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જતા આજે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા દાહોદ જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડમાં એક પ્રેસમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, ડેપ્યુટી કલેકટર એમ.જે દવે, નાયબ માહિતી નિયામક નલિન બામણિયા અને નાયબ ચૂંટણી અધિકારી તથા ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના રિપોર્ટર ઉપસ્થિત રહયા હતા. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીએ ૧૯ – દાહોદ (અ.જ.જા.) સંસદીય મત વિભાગની ચુંટણીની વિગતો આપતાંRead More


દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લો આદિવાસી બહુલક જિલ્લો છે અને દાહોદ જિલ્લા ની ઓળખ એક આદિવાસી જિલ્લા તરીકે વિશ્વ ભરમાં થયેલી છે. ત્યારે આદિવાસીઓ દ્વારા પોતાની મૂળ જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રાખવા માટે દરેક પ્રસંગે ધ્યાન રાખી અને નવી ટેકનોલોજીને અપનાવાની સાથે સાથે પોતાની પરંપરાઓને યાદ રાખી તેને જાળવી રાખવા માટે સમાજ દ્વારા પુરા પ્રયત્ન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આજે દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારથી એક વિશાલ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદમાં ઢોલ મેળાનું આયોજન આદિવાસી સમાજ સુધારણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને દાહોદના જુદા જુદાRead More


ધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

– કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, ખેડૂતો, પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. – ગ્રામ વિકાસ – પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અંદાજીત રૂા.૨૦ કરોડના ખર્ચે ૧૨ જેટલા કામોનું લોકાર્પણ ખાતમુર્હૂત : રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે જુદા જુદા ગામોએ કરવામાં આવ્યુ હતુ. ઉંડાણ વિસ્તાર એવા સજોઇ ખાતે ૧૩૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાના કામનું શ્રીફળ વધેરી ખાતમુર્હૂત કરતાં રાજ્યના ગ્રામ વિકાસ અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, આદિવાસી,Read More


દાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા

દાહોદ L.C.B.ને મળેલી સફળતા હાઈવે પર પંચર કરી રોબરી અને લૂંટ કરતી ગેંગના મુખ્ય સૂત્રધારો ને ઝડપી પડતા દાહોદ તથા આજુ બાજુના શહેરોમાં અને જિલ્લામાં લોકે રાહત નો લીધો દમ દાહોદ જિલ્લા પોલીસવડાએ પોલીસ મહાનિર્દેશકની સૂચના થઈ ઘડ્યો હતો એક્શન પ્લાન. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેર ખાતે L.C.B. તા.૦૮/૦૩/૨૦૧૯ ના રોજ હાઈવે રોબરી પંચર ગેંગની વોચ રાખી તેઓએ આ ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર (૧) દિપસિંહ સોમલાભાઈ બામણીયા (૨) મુકેશભાઈ જાલુભાઈ બમણિયા, (૩) અલ્કેશભાઈ લલ્લુભાઇ બમણિયા આ તમામ રહેવાસી માંતવા ગાળીયા ફળિયું. આ ગેંગના કુલRead More


દાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા

કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ સાથે ગરીબ, આદિવાસી, ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર મુખ્યમંત્રીશ્રીએ છાપરી ગામના ચંન્દ્રિકાબેન ચંદુભાઇ મેડા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ આવસ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો : સરકારે આપેલા પાકા મકાનમાં ખાસ ચોરોનો ડર ગયો ચંદ્રિકાબેન મેડા રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયના ૪૫૦૦૦ લાભાર્થીઓને સામૂહિક ઇ-ગૃહપ્રવેશ તથા મુખ્યમંત્રી ગ્રામોદયય યોજનાના ૨,૦૦,૦૦૦ લાભાર્થીઓને ઉધોગ સાથે જોડાણ, જોબવર્ક અને નિમણૂક પત્ર વિતરણ સમારોહ તથા ૧૮Read More


દાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના ગોવિંદ નગરમાં આવેલ પંડિત દીનદયાલ ઓડીટોરીયમમાં આજે તા.૦૮/૦૩/૨૦૧૯ શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દીપિકા ચીખલીયા ટોપીવાલા (TV સિરિયલ રામાયણમાં સીતા માતાનુ પાત્ર ભજવનાર), ક્રિક હીરોઝના ફાઉન્ડર તથા ઇન્ડિયન ફોર્મર ક્રિકેટ પ્લેયર તથા હાલમાં મહિલા ક્રિકેટ કોચ જિજ્ઞાબેન ગજ્જર, લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા, APMC ના વાઇસ પ્રેસિડેન્ટ કૈલાશભાઈ ખંડેલવાલ, રાષ્ટ્રીય એકતા મંચના અધ્યક્ષ ઉષાબેન પટેલ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, નગર પાલિકાના પૂર્વRead More


દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

કેન્દ્ર સરકાર દેશના ગરીબો ખેડૂતો શ્રમયોગીઓના ઉજજવળ ભવિષ્ય માટે પ્રતિબધ્ધ છે. દેશમાં ૪૨ કરોડ શ્રમયોગીઓની નોંધણી થઇ છે. જિલ્લામાં ૧૦૪૭૨ શ્રમિકોએ માનધન યોજના હેઠળ નોંધણી કરાવેલ છે. કેન્દ્ર સરકારે આ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. : કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનું લોકાર્પણ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવાં આવ્યું. આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી. બલાત, પ્રાંતRead More


દાહોદની સ્વનિર્ભર પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા “ગરવી ગુજરાત” પ્રદર્શનીનું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે તા. 05/03/2019 ને મંગળવાર ના સવારે 9:30 કલાકે શહેરની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળા ( ગુજરાતી માધ્યમ ) દાહોદ દ્વારા “ગરવી ગુજરાત” પ્રદર્શન માર્ચ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીના ઉદ્દઘાટન પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ પર્વતભાઈ ડામોર, ડે. DPEO કે.યુ .હાડા, સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી શોધન શાહ, સંદીપ શેઠ, મંત્રી અંજલિ પરીખ, ચંદ્રેશ ભુતા, મનેષ ગાંધી, શરદભાઈ દેસાઈ, શેતાલ કોઠારી, પ્રદીપ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોRead More


વડાપ્રધાન મોદીએ 93 કરોડના ખર્ચે તૈયાર થયેલ 150 POH ક્ષમતાવાળા વેગન વર્કશોપનું કર્યું લોકાર્પણ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વેસ્ટર્ન રેલ્વે વર્કશોપમાં આજે એડમિનિસ્ટ્રેટિવ ઓગમેન્ટેશન એન્ડ POH ક્ષમતા 150 વેગનની કરી તેના માટે નવું વેગન વૉર્કશોપના શેડ, મેમુ, ડેમુના કમ્પોનેન્ટ માટેના શેડ તથા S.R.A. સ્ટોરનું લોકાર્પણ વિડિઓ કોન્ફરન્સના દ્વારા અમદાવાદથી PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુરવાલા, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, રેલ્વે ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના વસ્ત્રાલ ગામમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. વધુમાં તેઓએ મેટ્રો ટ્રેનમાં મુસાફરીRead More


દાહોદના લીમખેડા – ગોધરા એક્સપ્રેસ વે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરેલી ત્રણ જીપો કરી ઝબ્બે

દાહોદના લીમખેડા – ગોધરા એક્સપ્રેસ વે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરેલી ત્રણ જીપો કરી ઝબ્બે. બુટલેગરોએ જીપ ઉપર નાખવાનો કર્યો પ્રયાસ. તેમ છતાં મધ્ય પ્રદેશના પીટોલ થી દારૂ ભરી ને આવતી જીપોને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડી. 6 ઈસમોની કરી ધરપકડ, જેમાં 3 દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના, 2 ઈસમો પંચમહાલ જિલ્લાના અને ૧ છોટા ઉદેપુરનો હોવાનું બહાર આવ્યું છે. આ ઈસમો પાસેથી પોલીસે ₹.10 લાખ 94 હઝાર 400 ના વિદેશી દારૂની કુલ 8328 બોટલો, ₹.19 હજારના 10 મોબાઈલ અને ત્રણ જીપ ની કિંમત ₹.15 લાખ કુલ મળી ₹.26Read More