Monday, March 4th, 2019

 

વડાપ્રધાન મોદીએ 93 કરોડના ખર્ચે તૈયાર થયેલ 150 POH ક્ષમતાવાળા વેગન વર્કશોપનું કર્યું લોકાર્પણ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વેસ્ટર્ન રેલ્વે વર્કશોપમાં આજે એડમિનિસ્ટ્રેટિવ ઓગમેન્ટેશન એન્ડ POH ક્ષમતા 150 વેગનની કરી તેના માટે નવું વેગન વૉર્કશોપના શેડ, મેમુ, ડેમુના કમ્પોનેન્ટ માટેના શેડ તથા S.R.A. સ્ટોરનું લોકાર્પણ વિડિઓ કોન્ફરન્સના દ્વારા અમદાવાદથી PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુરવાલા, પાલિકા પ્રમુખ અભિષેક મેડા, રેલ્વે ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના વસ્ત્રાલ ગામમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી. વધુમાં તેઓએ મેટ્રો ટ્રેનમાં મુસાફરીRead More