March, 2019

 

દાહોદની રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનો શપથ ગ્રહણ અને લેમ્પ લાઇટિંગ સમારોહ યોજાયો

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ જેવા પછાત વિસ્તારમાં આજે તા.૩૦/૦૩/૨૦૧૯ ને શનિવારના રોજ સરકાર માન્ય સેલ્ફ ફાઇનાન્સ નર્સિંગ કોલેજ રાજ કૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દાહોદ ખાતે બી.એસ.સી. (B.Sc.) જી.એન.એમ.નર્સિંગ (G.N.M.) ના શૈક્ષણિક સત્ર ૨૦૧૮ – ૨૦૧૯ માં એડ્મિશન મેળવેલ વિદ્યાર્થીનીઓના શપથ ગ્રહણ અને લેમ્પ લાઇટિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ રૂપે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના રજિસ્ટ્રાર શ્રીમતી ડો. પ્રજ્ઞાબેન ડાભી અને વાઇસ પ્રેસિડેન્ટ આઇ.એ.કડીવાલા અને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો.ધીરજ ત્રિવેદી અને એડ્મિનિસ્ટ્રેટિવ મેનેજર શ્રીમતી હેતલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટિના પ્રતિનિધિ ડો.ભરતભાઈ ભોકાણ અનેRead More


૧૯ – દાહોદ લોકસભા બેઠકના ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કે.કે.મિશ્રાએ ચેક પોષ્ટોની મુલાકાત લીધી

    ભારતના ચુંટણી પંચના નિર્દેશાનુસાર ૧૯ – દાહોદ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાનાર છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે ચુંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ચુંટણી પંચ દ્વારા ચુંટણી પર થતા ખર્ચ નિયંત્રણ – નિરિક્ષણ માટે ઓબ્ઝર્વરો નિમણુક કરવામાં આવી છે. તદ્નુસાર દાહોદ લોકસભા બેઠકના સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તાર પૈકી દાહોદ, ઝાલોદ, ગરબાડા, અને દેવગઢબારીયા વિધાન સભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા (IRS) એ તા. ૨૯/૦૩/૨૦૧૯ નેે શુક્રવારના રોજ મિનાક્યાર, ફાંગીયા, કાકડખીલા, પીપલોદ ચેક પોષ્ટોની મુલાકાત લીધી હતી. જ્યારે તા. ૩૦/૦૩/૨૦૧૯નેે શનિવારના રોજRead More


દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે મીડિયા સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની એક હોટલમાં જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાથે મીડિયાના મિત્રોની એક મિલન મુલાકાત યોજાઈ. આ મિલન મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, ભાજપ જિલ્લા મહામંત્રી દીપેશભાઈ લાલપુરવાલા, નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, મીડિયા સેલના કન્વીનર ધર્મેન્દ્રભાઈ યાદવ (મુન્નાભાઈ યાદવ) તથા સમગ્ર દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર હતા. આ મિલન મુલાકાતમાં સુધીરભાઈએ દાહોદ જિલ્લામા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા અંદાજે ₹.5000 કરોડના કરેલ કામોની માહિતી આપી હતી અને ત્યારબાદ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું કે મેં જેટલા પણRead More


દાહોદ : આજ રોજ સુહાગનો દ્વારા શીતળા સપ્તમીની પૂજા તથા વ્રતની કરવામાં આવી ઉજવણી

    દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા. ૨૭/૦૩/૨૦૧૯ ના બુધવારના રોજ સુહાગનો દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આ માટે શીતળા સાતમનું વ્રત તથા પૂજા કરવામાં આવે છે. વહેલી સવારથી જ સ્ટેશન રોડ પાર આવેલ શીતળા માતાના મંદિરમાં સુહાગનોની ભીડ લાગેલી જોવા મળી હતી. આ દિવસે સ્ત્રીઓ ચૂલો કે સગડી સળગાવતી નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા વાંચે છે, સાંભળે છે અને સંભળાવે છે. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવામાં છે. આ દિવસે સ્ત્રીઓ શીતળાRead More


દાહોદ ધામરડા ડાઉન લાઈન ઉપર અજાણ્યા પુરુષનું કપાઈ જવાથી મોત : વાલી વારસાઓએ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશને તપાસ કરવી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા A.S.I. કોદરભાઈ ગલાભાઈ બ.નં. – ૬૯૮ એ જણાવ્યું કે દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં. ૧૧/૧૯ CRFC ૧૭૪ મુજબ કામના મરણ જનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૩૦ ના આશરાનો તા.૨૭/૦૩/૨૦૧૯ ને બુધવારના રોજ સવારના ૦૪:૦૦ વાગ્યા પહેલા દાહોદ અને ધામરડા રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી.નં. ૫૪૩/૬/૮  ની વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈ પણ ડાઉન ટ્રેનની અડફેટમાં આવી જવાથી કપાઈ જઇ મરણ ગયેલ હોય સદર મરણ જનારના કોઈ વાલીવારસો ન હોવાથી આ જાહેરાત આપવામાં આવે છે.Read More


🅱reaking : દાહોદ સીટિંગ સાંસદ જસવંતસિંહ ભાભોર રિપીટ : કાર્યકર્તાઓમાં ખુશી

  દાહોદ જિલ્લાના ભાજપના પીઢ નેતા ગુજરાત સરકારના મંત્રી અને ૨૦૧૪ માં લોકસભાની ચુંટણી લડવા માટે નરેન્દ્ર મોદીએ જેઓને દાહોદ સીટ ઉપરથી ઉભા રાખ્યા હતા અને જે દાહોદ ના સાંસદની સીટ પ્રથમ વખત લડી અને કોંગ્રેસના સીટીંગ સાંસદને હરાવ્યા હતા તેવા અને હાલના કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોરને દાહોદ જિલ્લામાં રિપીટ કરી અને ટિકિટ મળતા દાહોદ જિલ્લા ભાજપમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારો પૈકી સુધીર લાલપુરવાલા, પર્વત ડામોર, કમલેશ રાઠી, દીપેશ લાલપુરવાલા, નલિન મોઢિયા, લખન રાજગોર, મુન્ના યાદવ, અરવિંદ ચોપરા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએRead More


વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી

    દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસે ગાંધી ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાહોદના તમામ વિસ્તારો તેમજ ફળિયાના લોકો ભેગા થઇ આ હોળીનું આયોજન કરે છે. આ હોળી ઉપર તેને પ્રગટાવતા પહેલા સવારથી જ મહિલાઓ તેની પૂજા અર્ચના કરી છાણમાંથી બનેલ બલબોલિયાના હાર બનાવીને આ હોળીમાં મૂકે છે. આ હોળીનું મહત્વ એટલે ખાસ કરીને છે કેમ કે દાહોદ નગરમાં એક સમયે આ એક જ હોળી પ્રગટાવવામાં આવતી હતી. આ હોળી પ્રગટતાની સાથે તેમાંથી મશાલ પ્રગટાવી જુદાજુદા વિસ્તારોના યુવાનોRead More


૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી

    દાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથે જળની મહત્તાનો સંદેશ ભવાઇ સહિતના વિવિધ માધ્યમો થકી લોકો સુધી પહોંચાડ્યો. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, દાહોદ દ્વારા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, દાહોદ દ્વારા  ૨૨ મી માર્ચે “વિશ્વ જળ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન આજે તા.૧૯/૦૩/૨૦૧૯ મંગળવારના રોજ કાર્યપાલક ઇજનેર રશ્મીકાંત પટેલના અધ્યક્ષ સ્થાને કચેરીના સંકુલ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર, દાહોદના કાર્યપાલક ઇજનેરRead More


દાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા

    દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર આગામી હોળી ધૂળેટીના તહેવાર અન્વયે પો.સ્ટે.વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે તે સંદર્ભે પૅટ્રોલિંગ કરવા આપેલ સૂચનાના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા દાહોદ વિભાગ દાહોદ નાઓએ તથા સી.પી.આઈ. દાહોદનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.આર. રબારી તથા કતવારા પો.સ્ટે.વિસ્તારમાં વહેલી પરોઢથી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત વાળી એક સફેદ કલરની પીકઅપ ગાડી જેનો રજી નં GJ – 07 UU – 8957 ની આવતા પોલીસની નાકાબંધી જોઈને ગાડીમાં બેઠેલ બંને આરોપીઓ નામે (૧) બિલાલ ઈસ્માઈલભાઈ પટેલ, ઉ.વ.૩૦, રહે. મોટા ઘાંચીવાડા, જુમ્માRead More


🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર છેલ્લા એક સપ્તાહથી લાગે છે મોટી મોટી લાઈનો, જે અર્થહીન છે. જનધનમાં ખુલેલા ખાતાઓમાં યોજનાના રૂપિયા જમા થાય. આ લાઈનો રાત્રે બાર વાગ્યાથી લાગવાની શરૂ થઈ જાય છે. અને લોકોને જાણીને નવાઈ લાગશે કે લાઈનમાં કેમ ઉભા છો એવું પૂછતાં ઘણા ખરા તો એવા લોકો પણ છે કે જેઓ ખબર જ નથી કેમ ઉભા છે તેમનું કહેવું છે કે અમારા ગામના બીજા આવીને ઊભા એટલે અમે ઉભા છે. પણ જ્યારે  NewsTok24  ની ટીમે આ મામલે તપાસ કરી તોRead More