Sunday, February 3rd, 2019

 

દાહોદ જિલ્લાના સીંગવડમાં ચાકુના 15 ઘા મારી યુવાનની હત્યા, ગુપ્તાંગ કાપ્યું

પ્રતિકાત્મક તસવીર દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે રહેતા નરેશભાઇ બારિયાનો મૃતદેહ તેમના ઘરથી 100 મીટર દૂરના કૂવામાંથી મળી આવ્યો હતો. હત્યારાએ નરેશભાઇના જમણા કાનના ઉપરના ભાગે, માથામાં અને બંને આંખની ભ્રમર પાસે ચાકુના ઉપરા-છાપરી 15 ઘા માર્યા હતાં. આ સાથે હત્યારાએ તેમનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે નરેશભાઇને મૃતદેહ કૂવામાં નાખી દેવાયો હતો. જોકે, કૂવા પાસે ભરાયેલા લોહીના ખાબોચિયાને જોઈને ઘટના પ્રકાશમાં આવી હતી. કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો નરેશભાઇની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે પાછળ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.Read More


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આદિજાતિ કલા મેળા – ૨૦૧૯નું કર્યું ઉદ્ઘાટન : ગુરુ ગોવિંદ સમાધિ પર કર્યા વંદન અને આદિવાસી ભવનનું લોકાર્પણ કર્યું તથા કેદારનાથ અને ગુરુ ગોવિંદની સમાધીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કરી જાહેરાત

    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આદિજાતિ કલા મેળા – ૨૦૧૯નું કર્યું ઉદ્ઘાટન, ગુરુ ગોવિંદ સમાધિ પર કર્યા વંદન અને આદિવાસી ભવનનું લોકાર્પણ કર્યું તથા કેદારનાથ અને ગુરુ ગોવિંદની સમાધીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કરી જાહેરાત અને તેના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ઈશ્વર પટેલ, જયદ્રથસિંહ પરમાર, ગણપત વસાવા, અમિત ઠાકર તેમજ ટ્રાઇબલના સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ હેલિપેડ થી પહેલા સીધા સીટી ગ્રાઉન્ડRead More