Friday, February 1st, 2019

 

દાહોદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અક્ષર ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરમેડિકલ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને અક્ષર ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરમેડિકલ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન તા. ૦૧/૦૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન રાજુભાઇ સેવક, ગાયત્રી પરિવાર લીમડી, અતિથિ વિશેષ અલ્પેશભાઇ વૈરાગી પ્રમુખ અને નિપુલભાઇ શર્મા મંત્રી પ્રકૃતિ મિત્રમંડળ લીમડી, હોમિયોપેથિક ડોક્ટર એશોશિએશનના પ્રમુખ ડો. નીલમ બામણ, ડો.શૈલેષભાઈ પટેલ ડાયરેક્ટર ઓફ અક્ષર પેરમેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જવાહર શાહે કર્યું હતું. કાર્યકરમણિ ભૂમિકા સેંટ જહોન એમ્બ્યુલન્સના કન્વીનર ગોપાલભાઈ ધનકાએ બાંધી હતી. મેહમાનોનું બુકે અને શાલ દ્વારા સ્વાગતRead More


મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૩ ફ્રેબુઆરીના જુદા જુદા કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ યોજાઇ : મુખ્યમંત્રી ત્રિદિવસીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે

      ૨૬૩ લાખના ખર્ચે નવનર્મિત દાહોદ આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે. ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ગોવિંદ ગુરૂ સમાધિ ધામ અને ચોસાલા કેદારેશ્વર મહાદેવના પ્રવાસન ધામ વિકાસ કામોનું ભૂમિ પૂજન કરશે. સંજેલી અને ઝાલોદ તાલુકાના નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તા.૦૩/૦૨/૨૦૧૯ના રોજના કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે આગામી તા.૦૩/૦૨/૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના કાર્યક્રમ માટે પધારનાર છે. તદનુસાર મુખ્યમંત્રી તા.૦૩/૦૨/૨૦૧૯Read More