February, 2019

 

દાહોદમાં મશાલ ગૃપ દ્વારા (જુનૂન) “સ્વરાંજલી” સંગીત સંધ્યા (co-sponsered by Rahul Honda) કાર્યક્રમનું આયોજન

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની નગર પાલિકા, રાહુલ મોટર્સ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ તથા રોટરી ક્લબ ઓફ દાહોદના સહયોગથી મિલિટરી વેલ્ફેર અને મહાત્મા ગાંધી સફાઈ અભિયાન અંતર્ગત મશાલ ગૃપ દ્વારા પુલવામામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી માટે (જુનૂન) “સ્વરાંજલી” દેશ ભક્તિના ગીતો સાથે મનોરંજક સંગીત માણવા તા.૦૨/૦૩/૨૦૧૯ શનિવારના રોજ રાત્રીના ૦૭:૦૦ કલાકે દાહોદના હાર્દસમાં રાત્રી બજાર, સ્ટેશન રોડ ખાતે અવશ્ય પધારશો.


દાહોદની લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

    દાહોદની લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષયની અલગ અલગ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૦૨/૨૦૧૯ ગુરુવારના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ના રોજ લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રોયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય કૃતાર્થ જોષી સાહેબ, લીટલ ફ્લાવર્સ સ્કૂલના કન્વીનર મિહિરભાઈ શાહ, જાલત હાયર સેકન્ડરી સ્કૂલ ના આર.એસ. દુબે સાહેબ, શ્રી માધ્યમિક શાળાના શિક્ષક જે. પી. બાકલીયા,Read More


દાહોદ st. stephen’s સ્કૂલ ને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ની જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ જાહેર કરવામાં આવી

દાહોદ st. stephen’s સ્કૂલ ને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19ની જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કૂલ જાહેર કરવામાં આવી        દાહોદ જિલ્લો એસપીરન્ટ જિલ્લા તરીકે જાહેર થયા પછી દાહોદ જિલ્લામાં આરોગ્ય , શિક્ષણ અને વિકાસ લક્ષી યોજનાઓ નો સારી રીતે અમલ થાય અને તેનો લાભ લોકો મળે તે માટે સરકારે દરેક ક્ષેત્રે ગુણવત્તા ના માપ નક્કી કરી અને તેને વધુ સારી રીતે કેમ પીરસી શકાય તે માટે સરકારી તંત્ર કટિબદ્ધ છે.          દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં વિવિધ યોજનાઓ હેઠળ શાળાઓ ના ઓરડા નવા બનાવવા,Read More


🅱️reaking : વાયુસેના દ્વારા POK ઉપર કરાયેલ હુમલાની ખુશીમાં દાહોદ નગર પાલિકા ચોકમાં ફટાકડા ફોડવામાં આવ્યા

    આજે વહેલી સવારે ભારતીય વાયુ સેના દ્વારા LOC પાર POK માં બાલાકોટ, મુઝફરાબાદ અને ચકોટીમાં આવેલ આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કરી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ જવાબના પગલે દાહોદ જિલ્લાના ભાજપના ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલુરવાલા, નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા, ઉપ પ્રમુખ પ્રશાંત દેસાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાને અપાયેલ છૂટ્ટા દોરથી વાયુસેના એ આજે જે એટેક કર્યો છે તેનાથી દાહોદ જિલ્લાની જનતા ખૂબ ખુશ છે અને આ ખુશી વ્યક્ત કરતા દાહોદ જિલ્લા ભાજપ દ્વારાRead More


દાહોદમાં કોંગ્રેસના તુષાર ચૌધરીએ રાહુલ ગાંધીના અમદાવાદ અને અડાલજના કાર્યક્રમ સંદર્ભે યોજી પત્રકાર વાર્તા

  દાહોદ જિલ્લાના પ્રભારી તૃષાર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન વિશ્રામ ગૃહ, દાહોદ ખાતે બપોરે કરેલ હતું જેમા સૌ પ્રેસ મિડીયા અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓ જણાવ્યું હતું કે CWC ની 58 વર્ષ પછી મિટિંગ ગુજરાતના અમદાવાદમાં રાખવામાં આવી છે. જે મિટિંગમાંં અમદાવાદ ખાતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા  વાઢરા, ગુલામનબી આઝાદ, અહેમદ પટેલ અને અન્ય કૉંગ્રેસના મહાનુભાવો CWC ની બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને ત્યારબાદ અડાલજ ખાતે અખિલ ભારતીય કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા એક વિશાળ જન સંપર્ક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકોRead More


દાહોદમાં કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પ્રયત્ન અને દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના મહેનતના ભાગ રૂપે આજે દાહોદને આ કેન્દ્રીય વિદ્યાલયનું નવીન ભવન લોકોને અર્પણ કરવામાં આવ્યું હતું. દાહોદમાં આજે સવારે કેન્દ્રિય વિદ્યાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી જસવંતસિંહ ભભોર, ગુજરાત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજયના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ,પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના આદિવાસી-પછાત બક્ષીપંચના બાળકોની ઉજજવળ કારકિર્દી માટેની ભેટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય વિદ્યાલયના નવિન ભવન સાથે આપીRead More


દાહોદ મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેરના મુ વાગે રોડ ખાતે આવેલ મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. આ કાર્યક્રમનુંં ઉદ્દઘાટન રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર તથા રાજ્ય પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડે કર્યું હતું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં બજેટમાં આ યોજનાનો સમાવેશ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ યોજના મુજબ ખેડૂતોને દર વર્ષે ₹.6000/- એક ખેડૂતને આપવામાં આવશે અને તેના નિયમો સરકારે નક્કી કર્યા છે જેમાં જે ખેડૂત પાસે 5 એકકર સુધી જગ્યા હશે તેને આ લાભ મળશે અને સરકારની માહિતી અનુસાર આRead More


🅱reaking : દાહોદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ટેન્ટ પડી જતા લોકોમાં નાસભાગ

      દાહોદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ટેન્ટ પડી જતા લોકોમાં નાસભાગ. દાહોદ તાલુકાના મુવાલીયા ગામે થઈ આ ઘટના. એગ્રીકલચર યુનિવર્સીટી ખાતે ચાલી રહ્યો હતો કિસાનોને સન્માન નિધિ આપવાનો ઉદ્ઘાટન સમારંભ. લોકો ચાલુ કાર્યક્રમમાં ટેન્ટમાંથી ભાગીને બહાર દોડ્યા. લોકો બેઠા હતા એ બાજુનો ટેન્ટ ભારે પવન હોવાથી ઉડવાથી બની ઘટના મંચ ઉપર કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને અન્ય મહેમાઓ ઉપસ્થિત હતા. સદનસીબે કોઈને ઇજા નથી પહોંચી ચાલુ કાર્યક્રમમાં ફરી ટેન્ટ બાંધવાની કામગીરી કરાઈ શરુ. લોકો કાર્યક્રમાંથી ખુરશીઓ છોડી જતા રહ્યા


મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે પિંક કાર્નિવલનું થયું આયોજન

    મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે પિંક કાર્નિવલનું થયું આયોજન મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત પિંક કાર્નિવલનું થયું આયોજન. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને પુલવામાં શહિદ થયેલા જવાનોને પહેલા શ્રદ્ધાંજલિ આપી પિંકાથોનની શરૂઆતRead More


સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નિરંકારી બાબાજીના 65 માં જન્મદિવસ નિમિત્તે યોજાયો સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનો કાર્યક્રમ

    સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નિરંકારી બાબાજીના 65 માં જન્મદિવસના ઉપલક્ષમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો. નિરંકારી સંતો દ્વારા સવાર ના 8 કલાકે વિશ્વમાં પર્યાવરણ જળવાય સ્વચ્છતા રહે અને આ ધરા સુંદર રૂપ પ્રાપ્ત કરે એવી પ્રતિજ્ઞા લઇ અને સફાઈ અભિયાન ઝાયડુસ હોસ્પિટલ ખાતે થી શરૂ કરી નહેરુ ગાર્ડન છોટે સરકાર રામા શ્યામ પાર્ક માં સફાઈ કરી અને સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ઝાયડુસ મેડિકલ કોલેજ નિમનલિયા ખાતે 50 બહુમૂલ્ય વૃક્ષો જેવાકે લીમડો, પીપળો, વડ, આમલી, ગુલમહોર, અમલતાસ, બદામ તથા આંબાનાRead More