January, 2019

 

દાહોદ નજીક પીપેરો ગામમાં દાદાએ સવા મહિનાની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી

બાળકીને હત્યા કરીને દાટી દીધી હતી તે સ્થળે પોલીસ અને હત્યારા દાદાની તસવીર દાહોદઃ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં દાદાએ અંધશ્રદ્ધામાં સવા માસની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી દીધી હતી. મૃતક બાળકની માતાએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાળકીનું સયાજી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું 1.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામના મેડા ફળીયામાં રહેતા નવલસિંહ શંકરભાઇ મેડાની પત્ની જોતીકાબેને ગત 19 ડિસેમ્બર, 2018ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. આ બાળકી ખોડખાપણ વાળી હતી. બાળકીને ગુદા માર્ગ ન હતો. આ ઉપરાંત તેને બે કાન મોટા હતા. આંખો પણ મોટીRead More


સંજેલી તાલુકા પંચાયતના APO રતન ડામોર ને ₹. ૩૦૦૦/- ની લાંચ લેતા ACB ટ્રેપમાં P.I. વાઘેલાએ રંગે હાથ ઝડપી લીધા

    આ કેસના ફરિયાદીએ પિતાના નામનો સિંચાઈ કુવો સરકારશ્રી તરફથી મંજૂર થયેલ જે કુવો બનાવવા માટેની વહીવટી મંજૂરી આપવાના કાગળો ટી.ડી.ઓ. તરફ મોકલવા માટે નોંધ મૂકી, હુકમ તૈયાર કરવાના કામ માટે આ કામ ના આરોપીએ ₹.૫,૦૦૦/- લાંચ પેટે માગેલ જેમાં અગાઉ ₹.૨૦૦૦/- આપી દીધેલા અને આજરોજ બાકી ના ₹.૩૦૦૦/- આપવાનો વાયદો કરેલ, જે નાણા ફરિયાદી નહીં આપવા માગતા હોઈ તેઓની ફરીયાદ આધારે આજ રોજ તા.૨૯/૦૧/૨૦૧૯ મંગળવારના રોજ ACB એ ગોઠવેલ લાંચના છટકામા આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી ₹.૩,૦૦૦/- ની લાંચની રકમ માંગી, સ્વીકારી અને ટ્રેપિંગ અધિકારી એ.કે. વાઘેલા, પોલિસRead More


મુખ્યમંત્રી વિજય રૂપાણી ૩ ફ્રેબુઆરીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઇ : મુખ્યમંત્રી ત્રિદિવસીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે

    દાહોદ આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે. ઝાલોદ તાલુકાના કંબોઇ ગામ ખાતે ગોવિંદ ગુરૂ સમાધિ ધામના વિકાસ માટે જાહેરાત કરશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તા.૦૩/૦૨/૨૦૧૯ના રવિવારના રોજના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે આગામી તા.૦૩/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના સંભવિત કાર્યક્રમ માટે પધારનાર છે. તદનુસાર મુખ્યમંત્રી સવારે ૧૦:૦૦ કલાકે ઉસરવાણ હેલિપેડ ખાતે આગમન સાથે બાય રોડ દાહોદ, સીટી ગ્રાઉન્ડ પાસે, દાહોદ તાલુકા પંચાયત સામે આદિજાતિRead More


દાહોદ: પ્રેમી સાથે ભાગેલી બે બાળકોની માતાના ખભે બેઠો પતિ, વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

મહિલા પર થતાં અત્યાચારનો વીડિયો ઉતારો હતો દાહોદ: 20 દિવસ પહેલા બે બાળકોની માતા તેના પ્રેમી સાથે નાસીને અમદાવાદ ગઈ હતી. પરંતુ તેને ત્યાંથી તેના પતિનો પરિવાર પકડી લાવ્યો હતો. ત્યારબાદ નાની ખરજ ગામમાં તેના ઘર પાસે તેને અર્ધનગ્ન કરીને અત્યાચાર કરવામાં આવ્યો હતો. પતિ પરિણીતાના ખભે બેસી ગયો હતો અને અન્ય વૃદ્ધાએ તેને લાકડીથી માર માર્યો અને વાળ કાપી નાંખ્યા હતા. વીડિયો વાયરલ થતાં આ મામલે 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દાહોદ એસપીના આદેશથી કાર્યવાહી 1.આદીવાસી પરિવારની પરિણીતાના વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.Read More


Breaking : દાહોદના રળિયાતી ગામે યુવતીને બાંધી માર મારી તેમજ મહિલા દ્વારા જ યુવતીના વાળ કાપવાની ઘટનામાં પોલીસે ૬ પુરુષ અને ૧ મહિલાની ગિરફ્તારી કરી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં નાની ખરજ ગામની મહિલાનો વિડીયો થયો વાયરલ, પરણીતા સાથે બરબરતાનો વિડિઓ થયો વાઇરલ. પરણીતાના પ્રેમ સંબંધ હોવાના આશંકા થી યુવતીને ઢોર માર મારતો વિડીયો થયો વાયરલ પરણીતાના પતિ અને ઘરવાળાઓએ દ્વારા ઢોર માર મારી વાળ પણ કાપવામાં આવ્યા. વાયરલ વિડિયો મીડિયામાં પ્રસારિત થતાં પોલીસે વાયરલ વીડિયોની તપાસ હાથ ધરી હતી. આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમા આવી. આ વીડિયો વાયરલ થતા જ દાહોદના Dy.S.P.ને તપાસ સોંપવામાં આવી. દાહોદ S.P.ના કહેવા મુજબ દોષીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસમાં આ વીડિયો દાહોદ નજીક રળિયાતી ગામનો હોવાનું આવ્યું સામે પોલીસે રળિયાતીRead More


દાહોદ થી અમદાવાદ જતી ST બસ GJ 18 J 1451 નો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદથી અમદાવાદ જતી ST બસ GJ 18 J 1451 નો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચળવતા રસ્તે જતી સ્કૂટીને ટક્કર મારતા મુસાફરોમા ફફડાટ, સ્ફુટી ચાલક મહિલા માંડ માંડ બચી  શરીરે થઈ થોડી ઈજાઓ. મુસાફરોએ પોલીસને કરી જાણ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ દોડી આવી મુસાફરોની સમયસૂચકતાથી મોટી જાનહાની ટળી. દાહોદ ડેપોના અધિકારીઓને જાણ કરતા દોડી આવ્યા. બસનો ડ્રાઇવર અમદાવાદના ચંદોળા ડેપોનો હોવાનું ખુલ્યું. થોડા દિવસ પૂર્વેજ અમદાવાદથી આવતી એક સરકારી લકઝરી નો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો હતો. બસ ને અન્ય ડ્રાઇવર બોલાવી ડેપો ઉપર લઇ જવામાંRead More


ગુજરાત સરકારની અનોખી પહેલ : શિક્ષકોને આદર્શ બનાવવા દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયું સેમિનાર

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ તા.૨૩/૦૧/૨૦૧૯ ના બુધવારના રોજ રાજ્ય સરકારના એક અભિગમ અનુસાર શિક્ષકોને આદર્શ બનાવવાના કાર્યક્રમના ભાગ રૂપે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું આજના દોરમાં જ્યારે દરેક મનુષ્ય સ્ટ્રેસ ભરેલી જિંદગી જીવી રહ્યા છે ત્યારે શિક્ષકો પણ તેનાથી અળગા ના હોઈ શકે, અને જેને ભવિષ્યનું પણ ઘડતર કરવાની જવાબદારી છે એવા ગુરુ ને આદર્શ ગુરુ બનાવવા થયું દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતેRead More


વડોદરામાં ડોક્ટરે મૃત જાહેર કરેલી યુવતી જીવિત થઇ, અંતિમ યાત્રાનો સમય પણ નક્કી થઇ ગયો હતો

ફાઇલ તસવીર દાહોદ: દાહોદ પાસેના એક ગામની યુવતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ વડોદરાની હોસ્પિટલમાં મૃત જાહેર કરાઇ હતી. જોકે ઘરે લઇ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં હલનચલન થતા ફરી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધારા પર છે. યુવીતને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો 1.દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને 19 જાન્યુઆરીએ રાતના સમયે જ દાહોદ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી. જેથી તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનેRead More


દાહોદ જિલ્લામાં પોષણયુક્ત આહાર ન મળતાં 34,340 ગરીબ બાળકોને પાંડુરોગ

પ્રતિકાત્મક તસવીર દાહોદ: દાહોદ જીલ્લામાં ગત 27 નવેમ્બરથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં 0થી 18 વર્ષના 881909 બાળકો પૈકી અત્યાર સુધી અઢી વર્ષના સમય ગાળામાં 672449 બાળકોની તપાસણી કરવામાં આવી છે ત્યારે તેમાં પોષણ યુક્ત આહારના અભાવને કારણે થતાં પાંડુરોગના સૌથી વધુ 34340 બાળકો સામે આવ્યા છે. માતા અશક્ત હોવાથી બાળકો પણ કુપોષિત અવતરે છે 1.આદિવાસી બાહુલ્ય ધરાવતાં અને પછાતની ગણનામાં આવતાં દાહોદ જીલ્લામાં ગરીબીને કારણે સંખ્યાબંધ પરિવારો પોષણ યુક્ત આહારની વ્યવસ્થા કરી શકતાં નથી. જીલ્લામાં સ્ત્રીઓમાં લોહીનુ પ્રમાણ ઓછુ હોવાથી એનિમિયાની બીમારી પણ વિશેષ જોવા મળેRead More


દાહોદ જિલ્લા ની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ : કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત

    દાહોદ જિલ્લા ની 23 ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ઝાલોદ તાલુકાની ધાવડીયા ગ્રામ પંચાયતનું સભ્યોએ તેમજ સરપંચ ઉમેદવારે ફરીથી રિકાઉંટિંગ માગ્યું. દાહોદ તાલુકાના રાતીગાર અને સીમાલિયા ખૂર્દ બંને પંચાયતોમાં ભાજપ તરફીવાળા સરપંચો જીત્યા. જ્યારે ઝાલોદની  ઘાવાડિયાની ગ્રામપંચાયત કૉંગ્રેસ તરફીના ઉમેદવાર જીત્યા. લીમખેડાની પંચાયતોમાં મિશ્ર પરિણામો આવ્યા છે. લીમખેડા ની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે દિનેશ ભરવાડનો ભારી મતોથી વિજય થયો. બંને પક્ષો પોતપોતાની તરફના ઉમેદવારની જીતના દવા કરે છે પણ પરિણામો 50 – 50 હોય તેવુંRead More