December, 2018

 

ગુજરાત સરપંચ સંગઠનમાં દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે કરણસિંહ (પર્વતભાઈ ) ડામોરની વરણી થતા સરપંચોએ પાઠવ્યા અભિનંદન

સરપંચ સંગઠન – ગુજરાતના દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે કરણસિંહ સોમજી ભાઈ ઉર્ફે પર્વત ભાઈ ડામોર ની વરણી સરપંચ સંગઠન – ગુજરાતના દાહોદ જિલ્લાના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા સંગઠનના દાહોદ જિલ્લા ના પ્રમુખ તરીકે દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયતના માજી સદસ્ય, અખિલ ભારતીય પટેલિયા સમાજ ના પ્રમુખ, દાહોદ તાલુકા ATVT સદસ્ય, દાહોદ માર્કેટિંગ યાર્ડ ના ડિરેકટર – છેલ્લી ચાર ટર્મથી, ચાંદાવાડા ગામના યુવા સરપંચ એવા કરણસિંહ સોમજી ભાઈ ઉર્ફે પર્વતભાઈ ડામોરની વરણી કરવામાં આવી છે. જીલ્લાના અન્ય હોદેદારો અને ઝોન સમિતિ ડેલીગેટની ટુંક સમયમાં નિમણૂંકRead More


MrutyuNondh of smt Arunaben B.Kadkia of (Gujratiwad wala)

*ગોવિંદનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અરૂણાબેન બલદેવદાસ કડકિયાનું દુઃખદ અવસાન તા.27-12-2018 ના રોજ થયું છે. સ્વ.રાજીવ (મુન્ના) કડકિયા અને અમેરિકા સ્થિત નરેન કડકીયાનાં માતૃશ્રી અરૂણાબેન કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Sachin Desai (Dahod)M: 094265 95111Email: sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેમ્પિયન્સ ઓફ ચેન્જના એવોર્ડથી સન્માનિત કર્યા

તા.૨૬/૧૨/૨૦૧૮ બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ અલગ-અલગ ક્ષેત્રના ૩૫ વિશિષ્ટ વ્યક્તિઓને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ ના વરદ્દ હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત દેશના ૩૭માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એવોર્ડની એક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી હતી. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રીમતી જ્ઞાનસુધા મિશ્રા અને વરિષ્ઠ પત્રકાર વેદ પ્રકાશ વૈદિક સહિત ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રખ્યાત વ્યક્તિઓ સામેલ હતા. I.F.I.E.એ આ વર્ષથી જ ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડની શરૂઆત કરી છે. આ એવોર્ડ 115Read More


ઝાલોદમાં માતાએ એકસાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, જેમાં એક બાળકી

એક સાથે ત્રણ બાળકો અને તે પણ નોર્મલ ડીલેવરી સાથે, પરિવારમાં આનંદ છવાયો ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ભરત ટાવર વિસ્તારમાં આવેલી પુજા હોસ્પીટલમાં મંગળવારના નાતાલ પર્વના પવિત્ર દિવસે એક માતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ઝાલોદ તાલુકાનાં ગરાડું ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં દેવુભાઈ ચૌહાણની પત્ની કપિલાબેનને પેટમાં પ્રસૂતિનો દુખાવો ઊપડતાં પરિવારજનો સોમવારની રાત્રિ દરમિયાન દવાખાને લાવવા દોડધામ કરી હતી.ત્યારે મંગળવારના દિવસે વહેલી સવારે નગરની પુજા હોસ્પિટલમાં ડો.સોનલકુમાર દેસાઇ અને તેમની ટીમ દ્વારા કપિલાબેનની તપાસ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.જેમાં માતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મRead More


સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા આજે રક્ત દાન શિબિર ચીખલીયા જેવા અંતરિયાળ વિસ્તારમાં વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જના સાનીધ્યમાં સંપન્ન થયો

રક્ત નાડી ઓ મેં બહે નાલી ઓ મેં નહીં સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા આજે રક્ત દાન શિબિર ચીખલીયા જેવા અંતરિયાળ વિસ્તાર માં વડોદરા ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ના સાનીંદય માં સંપન થયો જેમાં *201* યુનિટ નું માતબર યોગદાન સદગુરુ માતા સુદીક્ષા મહારાજ જી ની અસીમ કૃપા થકી થયું . જે લોકો પોતાના સગા ને લોહી નથી આપતા એવી ગ્રામ્ય વિસ્તાર ની અબુધ પ્રજા માં પણ સદગુરુ એ એવી અલખ જગાવી લોકો લોહી આપવા માટે આગળ આવે છે એ એક અદભુત નજારો છે આ રક્ત દાન શિબીર માં ઝાયડુસ મેડિકલRead More


કાંકરેજી, ગીર, ડાંગી બાદ હવે ‘ડગરી’ દાહોદની ગાયને પણ મળશે ઓળખ

નાના કદની પર્વતીય ઓલાદ ગણાતી આ ગાય દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,નર્મદા,મહિસાગર જિલ્લામાં જોવા મળે છે દાહોદ: ગુજરાતની કાંકરેજ અને ગીરની ગાયો વિશ્વમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન માટે જાણીતી છે ત્યારે હવે દાહોદ જિલ્લાની દેશી ગાયને પણ ‘ડગરી’ તરીકેની આગવી ઓળખ અપાવવા માટેની કવાયત શરૂ થઇ છે. સંશોધનો બાદ દાહોદ સાથે પંચમહાલ, છોટાઉદેપુર,નર્મદા અને મહિસાગર જિલ્લામાં જોવા મળતી નાના કદની પર્વતિય ઓલાદ ગણાતી ગાયને ઓળખી કાઢી તેને ICAR સંશોધન બ્યુરો દ્વારા અધિકૃત નસલ તરીકે રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઓછા જાણીતા ઘરેલુ પશુઘનની ઓળખ માટેની પહેલ અંગે વર્ષ 2015-16માં સહજીવન ટ્રસ્ટRead More


દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વિભાગ દ્વારા ભવ્ય હેલ્થ મેળા નું આયોજન કરવામા આવ્યું

દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક ભવ્ય હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ હેલ્થ મેળાનું આયોજન દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરાયું હતું. આ હેલ્થ મેળામાં નિદાન અને સારવાર સ્થળ ઉપર નિઃશુલ્ક કરવા આવી હતી. આ હેલ્થ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશ પારગી, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર વિજય ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ આરોગ્યને લાગતા વિશેષ મેળામાં હાજરીRead More


દાહોદ શહેરનું ગૌરવ : ગરવી ગુજરાત ફેશન શોમાં લજ્જા શર્મા અને પુત્રી શાઈનીએ સુપર મોમ અને સુપર ગર્લનું બિરુદ પ્રાપ્ત કર્યુ

૧૫મી ડિસેમ્બર 2018 શનિવારના રોજ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ફેમિલી મોલ વડોદરા ખાતે યોજાયેલ ફેશન શોમાં લજ્જા શર્મા અને પુત્રી શાઈની શર્મા જોડે ટ્રેડિશનલ અને ગો-ગ્રીન થીમ પર “યુઝ પેપર બેગ – રિડયુસ પ્લાસ્ટિક બેગ” તેમજ વિવિધ વસ્ત્રો પરિધાન કરીને દરેક રાઉન્ડમાં અગ્રેસર રહી જ્યૂરી તેમ જ દર્શકોના મન મોહી લીધા હતા અને ગરવી ગુજરાત ફેશન શો 2018 નું સુપર મોમ અને સુપર ગર્લ નું બિરુદ મેળવી સેકન્ડ રનર્સ અપ ઇન્ડિયા રહેલ બિરલ ભારદ્વાજના વરદ્દ હસ્તે ટ્રોફી અને ક્રાઉન પ્રાપ્ત કર્યો હતો. જે દાહોદ નગર માટે ગર્વની વાત છે. દાહોદના રાષ્ટ્રીયRead More


BREAKING : દાહોદના ખરેડી ગામે આવેલ મેગા G.I.D.C.માં થયેલ લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી દાહોદ રૂરલ પોલીસ

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ દાહોદનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓને શોધી કાઢવા અંગેની સૂચનાના આધારે ગત તા.૧૭/૧૧/૨૦૧૮ ના રોજ ખરેડી ખાતે મેગા G.I.D.C. વિસ્તારમાં આવેલ ક્રાઉન પ્રોટીનની ફેક્ટરીમાં ઓફિસના તાળા તોડી રોકડ તથા ચાંદીના સિક્કા અને દાન પુણ્ય માટે જમા રાખેલ ₹.૪,૨૧,૦૦૦/- (ચાર લાખ એકવીસ હજાર) ની લૂંટ કરવામાં આવેલ. જે બાબતે આજ રોજ બાતમી આધારે લૂંટ કરનાર આરોપી કાંતિભાઈ વાલસંગભાઈ કલારા રહે.ખરેડીને ગુનામાં ગયેલ મુદ્દામાલના રોકડાRead More


UCMAS ઇન્ટર નેશનલ સ્પર્ધામાં દાહોદનું ગૌરવ

૯ મી ડિસેમ્બર ૨૦૧૮ રવિવારનાં રોજ મલેશિયા ખાતે યોજાયેલ મેન્ટલ એરથમેટીક એજ્યુકેશન (UCMAS) સ્પર્ધામાં દાહોદ શહેરના ત્રણ છાત્રોએ ભાગ લઇ સિધ્ધી હાંસલ કરી છે. દાહોદ સેન્ટરમાંથી નિધિ મોઢવાણી, આર્જીકા તલાટી અને દક્ષ પટેલે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓએ પોતાની કેટેગરીમાં ક્રમશઃ નિધિ મોઢવાણી મેરિટમાં, આર્જીકા તલાટી પ્રથમ અને દક્ષ પટેેેલએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી દાહોદ શહેરનું ગૌરવ વધાર્યું છે. તેઓ સતત છેલ્લા ૨ માસથી તેમના UCMAS નાં TEACHER મેઘાવી ભટ્ટ મેડમના માર્ગદર્શન હેઠળ કઠોર પરિશ્રમ કરીને આ સિધ્ધી હાંસલ કરી છે. આ ત્રણેય બાળકોને UCMAS નાં ફાઉન્ડર અને પ્રેસીડન્ટRead More