Thursday, November 22nd, 2018

 

વર્લ્ડ હેરિટેજ વીક: દાહોદમાં જયસિંહનાં છાબ તળાવમાં નફ્ફટ વેલોનું સામ્રાજ્ય

કિવદંતી અનુસાર માત્ર એક જ રાતમાં છાબ તળાવનું નિર્માણ કરાવેલું +4બીજી સ્લાઈડ્સ જુઓ જયસિંહનાં છાબ તળાવમાં વેલો સચિન દેસાઈ,દાહોદ: 1972થી સતત દર વર્ષે 19નવેમ્બરથી 25 નવેમ્બર સુધીના સપ્તાહ દરમ્યાન’ વિશ્વ ધરોહર સપ્તાહ’ એટલે કે’વર્લ્ડ હેરિટેજ વીક’ની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આશરે 1000 વર્ષનો ઇતિહાસ ધરાવતા દાહોદ ખાતે પણ બાવકા શિવ મંદિર, છાબ તળાવ,દુધીમતી નદી, ગઢીનો કિલ્લો, વાવ સહિત અનેક સ્થાપત્યો જાળવણીના અભાવે જીર્ણશીર્ણ હાલતમાં છે. ે શરૂઆતથી જ પ્રવર્તતી પાણીની ઘેરી સમસ્યાને કારણે જ સિદ્ધરાજ જયસિંહે છાબ તળાવનું નિર્માણ કરાવેલું.આ સાથે દાહોદ શહેરમાં આવેલી ત્રણ વાવ હજુય સ્થાનિકોનેRead More


દાહોદ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે દાહોદ જિલ્લા પ્રશાસનનો સ્નેહમિલન સમારોહ યોજાયો

      આ સ્નેહ મિલન સમારોહ અંતર્ગત યોજાયેલ વિવિધ રમતોમાં જિલ્લના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો. દાહોદ જિલ્લા પ્રશાશનનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને દાહોદ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતુ કે દાહોદ જિલ્લાના અધિકારીઓમાં એકતાની ભાવના જળવાઈ રહે એકબીજા સાથે સુમેળ રહે, કામગીરીનું સંકલન થાય અને પ્રજા હિતના કાર્યો ઝડપથી થાય અને સુપેરે પાર પડે તે માટે દરેક અધિકારી અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વધે તે માટે આ સ્નેહ મિલન સમારોહ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.Read More


દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી ડામ દીધા, હાથ-ખભા ભાંગી નાખ્યાં

દાહોદ જિલ્લાના ટાઢાગોળામાં ડાકણની અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદ વટાવતો કિસ્સો ઝાડ સાથે બાંધીને માર મારવા સાથે શરીરે ડામ દેતાં ખાનગી હોસ્પિટલે દાખલ કરાઇ હતી દાહોદ: ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સગા ભત્રીજાનું ટુંકી માંદગી બાદ મોત થતાં તેની પાછળ તેની બંને સગી કાકી હોવાનુ મધ્ય પ્રદેશના ભુવાએ જણાવતાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા સગા ભત્રીજા, ભત્રીજી,ભત્રીજી જમાઇ સહિતના લોકોએ બંનેને નગ્ન કરી નાખી હતી. આંબા અને આમળીના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારીને હાથ અને ખભા ભાંગી નાખ્યા હતાં. ક્રુરતની હદ વટાવી બંનેને સળિયા, કોસ અને સળગતા લાકડા વડે આખા શરીરે ડામ પણ દીધાRead More


ઝાલોદ પંથકમાં ઉકળાટ બાદ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું દાહોદ: દાહોદ શહેર અને જિલ્લામાં ખાતે બુધવારે બપોર બાદ વાતાવરણ અચાનક જ વાદળછાયું થઇ જવા પામ્યું હતું. બાદમાં સાંજના સમયે ઝાલોદ તાલુકાના છ ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અસહ્ય ગરમી વેઠતા લોકોને રાહતકારી નીવડ્યું છે. લીમડી,પીપળીયા,ડુંગરી,મુણધા,બિલવાણી,આંબા ભીંજાયું દાહોદ જિલ્લાનું વાતાવરણ અત્યારે ચાલતી બેવડી ઋતુ મુજબ બપોરે ઉષ્ણ થઇ જતા તાપમાનનો પારો 35 સે.ગ્રે. ડિગ્રી થઇ જવા પામ્યો હતો. બાદમાં બપોરે 3 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર દાહોદ શહેર અને જિલ્લાનું વાતાવરણ વાદળછાયું થઇ ગયું હતું. જો કે આ વાતાવરણથી દાહોદ શહેરમાં અસહ્યRead More