Saturday, November 3rd, 2018

 

દાહોદના ચોસાલા ખાતે મહેસૂલ પરિવારની એક દિવસીય ચિંતન શિબિર યોજાઇ

    તણાવમુકત રહેવા માટે સમયબધ્ધતા જરૂરી છે. કર્મયોગીએ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે સતત વાંચન કરવું જરૂરી છે. : કલેકટર વિજય ખરાડી દાહોદ જિલ્લા મહેસૂલી પરિવારની એક દિવસીય ચિંતન શિબિર કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને દાહોદ તાલુકાના ચોસાલા સદગુરૂ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન કેમ્પસના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટર વિજય ખરાડીએ દિપપ્રાગટય સાથે ચિંતન શિબિરને ખુલ્લી મુકતાં જણાવ્યું હતું કે કર્મયોગીએ તણાવ મુકત રહેવા માટે સમયબધ્ધતાનું પાલન કરવું જરૂરી છે. તો જ કર્મયોગી કાર્યક્ષેત્ર, પરિવાર અને સમાજ સાથે કદમ મિલાવી શકાય. સાથે કર્મયોગીએ પોતાના વ્યકિતત્વના વિકાસ માટે સરકારી પરિપત્રોનીRead More