November, 2018

 

દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી

દાહોદ પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દાહોદમાં ટ્રાફિક અને સફાઈ જુમબેશ ઉપાડી દાહોદ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દાહોદ નગરને સ્વચ્છ બનાવવા પોતે નગરની મુલાકાતે નિકળ્યા હતા અને દુકાનો આગળ અને મકાનો આગળ કચરો ગંદકી પડેલી દેખાતા માલિકો ને રૂપિયા ૫૦૦ʼ૧૦૦૦ʼ ૨૦૦૦ʼ સ્થળ પર જ દંડ પાવતી બનાવી લોકોને જાગૃત કરી ફરી એવું ના કરવા માટે માર્ગદર્શન આપયું. આજ રોજ દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગર પાલિકાની આખે આખી ટીમ પોતે જ સફાઈ કર્મચારીઓ તથા દબાણ વિભાગની ટીમ સાથે દાહોદ શહેરની સડકો ઉપર નિકળતા દાહોદRead More


દાહોદના નગરાળા ગામની વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગણિત અને વિજ્ઞાનના ઈનફોર્મલ એડજ્યુકેશનલ પ્રોગ્રામનું આયોજન થયું

      ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અભિગમથી અને ભારતની એડવાન્સ સાયન્સ અને ટેક્નોલોજીની સંસ્થા વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ના માધ્યમથી જોય ઓફ સાયન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાહોદ જિલ્લાની દાહોદ તાલુકાની વિશ્વકર્મા માધ્યમિક શાળા નગરાળામાં મોટાપાયે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમો બાળકોને ન્યુટનની થીયરી, પૈથાગોરસના લો. આ તમામનું પ્રેકટીકલ કરી સમજાવી અને વિદ્યાર્થીઓ પાસે પણ આ પ્રેક્ટિકલ કરાવડાવવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત બાયોલોજીમાં ઝાડ, ફૂલ અને તેના સેલ વિશે પણ પ્રયોગો કરી સમજાવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓને સાયન્સ અને ગણિતની ક્વિઝ રમાડીRead More


🅱reaking : દાહોદના રેટિયા અને ઉસરાની વચ્ચે ડાઉન લાઇન ઉપર આવતી ગુડ્સ ટ્રેનનું પાવર (એન્જીન) ખડી પડતા દિલ્હી તરફ જતી ટ્રેનોને ટ્રેક ડાયવર્ટ કરી મોકલવાનું શરૂ કરાયું, કોઈ જાનહાનિ નહીં

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રેટિયા અને ઉસરાની વચ્ચે ડાઉન લાઇન ઉપર આવતી ગુડ્સ ટ્રેનનું પાવર (એન્જીન) ખડી પડતા દિલ્હી તરફ જતી ટ્રેનોને ટ્રેક ડાયવર્ટ કરી મોકલવાનું શરૂ કરાયું છે. રેલવે અધિકારી અને ડિઝાસ્ટર ટિમ સ્પોટ પર જવા રવાના થઈ દાહોદ – વલસાડ ઇન્ટર્સિટી આ ટ્રેનની પાછળ હોવાથી બ્લોક, ફાટક ઉપર રેલવે દ્વારા રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી અકસ્માત થયો. સદ્દનસીબે કોઈ જાનહાનિ નથી થઈ.


🅱reaking : દાહોદ – અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ

    દાહોદ જિલ્લાના  દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના બસ ડેપોમાથી શરુ થયેલ નવીન વોલ્વો બસ કે જે અમદાવાદ થી બપોરે 02.00 વાગે ઉપડી અને દાહોદ આવવા નીકળેલી આ દાહોદ – અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે. થોડા દિવસો પહેલા જ GSRTC દ્વારા દાહોદ – અમદાવાદ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરાઈ હતી આ બસ અમદાવાદ થી દાહોદ આવી રહી છે અને તેમાં દાહોદના પેસસેન્જર છે અને બસ કંડકટર એટલી હદે દારુના નશામાં છે કે તેઓને કોઈ ભાન જ નથી. મુસાફરોની સુવીધાRead More


દાહોદની ટાઉન પોલીસ અને રૂરલ પોલીસના સહયોગથી ગૌરક્ષક દળના કાર્યકર્તાઓ દ્વારા આઠ ગૌવંશને કતલખાને લઈ જતા બચાવવામાં આવી

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના તા.૨૭/૧૧/૨૦૧૮ ના રાત્રિના અંદાજે ૦૨:૦૦ કલાકે સુચના મળેલ કે ગરબાડા ચોકડી પાસે આવેલ ઈદગાહની પાછળ થી ગાયોને તથા ગૌવંશને ચાલતા ચાલતા કતલખાને લઇ જનાર છે. ત્યારે જ ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓ એ રાત્રિના અંધારામાં ઘણી મહેનત કરીને ૦૮ ગૌવંશને કતલખાને લઈ જતા બચાવી હતી અને આ બધી ગૌવંશને દાહોદની અનાજ મહાજનની ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવ્યા હતા. દાહોદ ટાઉન પોલીસ અને દાહોદ રુરલ પોલીસના સહયોગ થી ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ આ ગૌવંશને બચાવી હતી.


જઘન્ય કૃત્ય/ દાહોદમાં મકાન પડાવી લેવાની શંકાએ મહિલાની હત્યા, માસૂમ બાળકીને જીવતી નદીમાં ફેંકી

આખી રાત લાશ ટાંકીમાં રહી, બીજે દિવસે 14 થેલી કોરૂ સિમેન્ટ નાખી ટાંકી ચણી દીધી * બેથી અઢી કલાકના ડખા બાદ ગળુ દાબી દીધુ * દંપતિ સાથે તેમના એક મિત્રની પણ સંડોવણી * પ્રાંત અધિકારીની હાજરીમાં લાશ બહાર કાઢી ફોરેન્સિક ટેસ્ટ માટે વડોદરા ખસેડાઇ * 3 વર્ષ પહેલાં મંદીરે ત્યજાયેલી નવજાત એન્જલને પુત્રી બનાવી હતી દાહોદ: દાહોદ શહેરથી રહસ્યમય રીતે ગુમ થયા બાદ પૂત્રીની લાશ હડફ નદીમાંથી મળ્યા બાદ માતાની પણ હત્યા કરીને તેને ઘરના ભુગર્ભ ટાંકામાં જ દફન કરી દેવાઇ હોવાનું ખુલતાં શહેર સહિત આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયોRead More


દાહોદની મહિલા અને પુત્રી 10 દિવસથી ગુમ થયાની મર્ડર મિસ્ટ્રીનો પરદાફાર્શ કરતી દાહોદ પોલીસ

      દાહોદમાં 10 દિવસ પહેલા એટલેકે 17 નવેમ્બરે ગુમ થયેલ માતા પુત્રી અચાનક ગુમ થયા હતા. ગોધરા રોડ શ્રીરામ કોલોનીમાં રહેતા આ માતા પુત્રીની 2 દિવસ શોધખોળ બાદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લીધી. પરંતુ આ માતા પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. અને તે માટે સાંસી સમાજે હોબાળો કર્યો હતો. પરંતુ બંનેની કરપીણ હત્યા થતા સાંસી સમાજ રોષે ભરાયો છે. માતા પુત્રીના ગાયબ થયાના ત્રણ ચાર દિવસ બાદ સાંસી સમાજના અગ્રણીઓ 3 શકમંદ લોકોને જાદુના શો માંથી  લાવી અને પોલીસને સોંપ્યા હતા પરંતુ પોલીસે થોડી પૂછપરછ કરી અનેRead More


આ રીતે ભણશે ગુજરાત? રાજ્યના આ ગામમાં છાણાના ઢગલાઓની વચ્ચે કાચા ઝૂંપડામાં ભણે છે બાળકો

દોઢ વર્ષ પહેલા જર્જરિત ઇમારતને તોડી નાંખ્યા બાદ હજુ સુધી નથી બની નવી શાળા +2બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદઃ દેશભરમાં એક તરફ જ્યાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યને શિક્ષિત કરવા માટે સર્વશિક્ષા અભિયાન, ગુણોત્સવ સહિતના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે અને એ અંગેની માહિતી રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે એ માટે જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હજી પણ રાજ્યના અનેક અંતરિયાળ ગામડાંઓ એવા છે જ્યાં શાળાની સુવિધા નથી અથવા તો જ્યાં છે ત્યાં શાળા જર્જરિત થઇ ગયા બાદ તેના રિનોવેશનની દરકાર લેવામાંRead More


ધાનપુર તાલુકાના ભાણપુરમાં માનવભક્ષી બનેલાં દીપડાંએ વધુ એક વૃદ્ધાને ફાડી ખાધી

દીપડાને પકડવા માટે વડોદરા અને ગીરની ટીમની મદદ લેવામાં આવી દાહોદ: ધાનપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી આદમખોર બનેલા દીપડાના હુમલાની ઘટનાઓ ઉપરાછાપરી નોંધાતા આ માનવભક્ષી દીપડાને ઝબ્બે કરવા માટે વનવિભાગના ૧૫૦ જેટલા વનકર્મીઓ કામે લાગ્યા છે. વનકર્મીઓ અલગઅલગ ટુકડીઓમાં વહેંચાઈને રોજેરોજની દીપડાની હિલચાલ પર ધ્યાન રાખવા અને ઝબ્બે કરવા માટે મુકવામાં આવ્યા છે. આ અંતર્ગત રાછવામા એક, કોટંબીમાં 2, ખલતા ગરબડીમાં અને પુના કોટામાં જંગલ વિસ્તારની નજીક દીપડાના બેટ વિસ્તારમાં મારણ સાથે પાંજરા અને સાથે સી.સી.ટી.વી. કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. જંગલમાં સીસીટીવી કેમેરા ગોઠવી ડુંગરની ઊંચાઇએ માંચડો બનાવવામાં આવ્યોRead More


સન્માન/ દાહોદની રીપા શાહ અમેરિકામાં ‘ટોપ ડોક્ટર’તરીકે સન્માનિત

સ્ત્રી દર્દીને ગર્ભાવસ્થા- મેનોપોઝ જેવા સમય ગાળામાં તબીબ તરીકે હંમેશા મૈત્રીભાવ દાખવવા બદલ સન્માન * પ્રજનન, ફીમેલ હોર્મોનલ ચેન્જીસ, મેનોપોઝ સંદર્ભે સંશોધનો પ્રમાણિત થયા છે * ‘રિપ્રોડક્ટીવ એન્ડ્રોક્રિનોલોજી’ વિષયમાં આગવું સંશોધન કરી રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત કરી * મેનોપોઝલ સંક્રમણમાં ફેરફાર અને પોલિસીસ્ટિક ઑવરિયન સિન્ડ્રોમ સંદર્ભે અનેક અગત્યના સંશોધનો કર્યા છે સચિન દેસાઈ, દાહોદ: મૂળ દાહોદના અમેરિકા સ્થિત ર્ડા. રીપા શાહને તાજેતરમાં વર્જિનિયા- વોશિંગ્ટન ડી.સી.ના ‘’ટોપ ડોક્ટર’ તરીકે પુરસ્કૃત થયા છે. મહિલા દર્દીઓની વિશેષ માવજત કાજે ે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. 7 વર્ષનો મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કરી બોસ્ટન યુનિવર્સિટીRead More