Friday, October 26th, 2018

 

દાહોદમાં પિતાના આપઘાતના 10 માસ બાદ પુત્રે માલગાડી નીચે પડતું મૂક્યું

રાત્રે શોધખોળ વેળા કોઇ કપાયાની જાણ થઇ : પુત્ર ડિપ્રેશનમાં રહેતો હતો દાહોદના 26 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર દાહોદ રેલ્વે સ્ટેશનના બી- કેબીન વિસ્તારમાં માલગાડીની નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો. દાહોદના પડાવ વિસ્તારના કામળીયાવાડમાં રહેતા રજત જયેશકુમાર શાહે ગત રાતના દાહોદ ખાતેથી પસાર થતી માલગાડી તળે પડતું મૂકી જીવન ટૂંકાવી દેતા દાહોદમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ગત રાતના સમયે ઘરેથી જમીને આંટો મારવા નીકળેલ રજત શાહ, મોડી રાત લાગી ઘરે પરત નહીં આવતા તેની મમ્મી …અનુ. પાન. નં. 2 ભાઈના લગ્નમાં જવા માટે વિઝાRead More


હિન્દુ સમાજમાં દેવતાઓના ચિત્રવિચિત્ર રૂપો કરી અપમાન કરીએ છીએ : વૈષ્ણવાચાર્ય

+2બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ. વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને સેવા અને સમર્પણ સંદર્ભે શિક્ષાપત્ર રસપાન મહોત્સવ અંતર્ગત ગત રોજ સાંજે નંદ મહોત્સવની ભવ્યતમ ઉજવણી હતી. તો શુક્રવારે પણ તેઓશ્રીએ ભક્તિ અને તે સંદર્ભે રાખવા જોઈતા ભાવ સંદર્ભે મનનીય વક્તવ્ય આપ્યું હતું. દાહોદના દેસાઇવાડ સ્થિત શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં પાંચમા દિવસે ભક્તોને ભાગવત સ્મરણમાં તલ્લીન કરતા વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું કે દેવ જેવા થઈને દેવને ભજો. જેવા દેવ હોવી જોઈએ. બુદ્ધિને લૌકિક રાખો તો અલૌકિક આનંદ પામી શકો. હિન્દુ સમાજમાં દેવતાઓના ચિત્રવિચિત્ર રૂપો કરી અપમાનRead More


દાહોદમાં 31મીએ રાષ્ટ્રીય એકતા દિવસે રનફોર યુનિટી યોજાશે

એકતા દોડ અનાજ મહાજન સ્કૂલ ખાતેથી પ્રસ્થાન થશે એકતા દોડમાં જોડાવા જિલ્લા પ્રશાસન દ્વારા નિમંત્રણ અપાયું … ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારત દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ૩૧ મી ઓક્ટોબરને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાનું ઠરાવેલ છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ તા. ૩૧ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રન ફોર યુનિટીનો રૂટ આ મુજબ રહેશે. આ રન ફોર યુનિટીનું પ્રસ્થાન અનાજ મહાજન સ્કુલ ખાતેથી સવારે ૭.૩૦ કલાકે શરૂ થઇ ચાકલીયા ચોકડી, ગોવિંદ નગર, અનાજ માર્કેટ,Read More


કારઠ રોડ ઉપર ગંજીફો ચીપતાં ચાર ઝડપાયા

દાહોદ. લીમડી ગામના કારઠ રોડ ઉપર ગંજીફાનો જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના આધારે સાંજના પાંચ… દાહોદ. લીમડી ગામના કારઠ રોડ ઉપર ગંજીફાનો જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના આધારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં છાપો મારવામાં આવ્યો હતો. પોલીસને જોઇને ત્યાં જુગાર રમતાં યુવકોમાં નાસભાગ મચી હતી. પોલીસે પીછો કરીને બાબુ ચૌહાણ, ખેમરાજ માળી, ધર્મેન્દ્ર ગોહીલ અને અનીલ નિમાવતને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આયુવકો પાસેથી 2400 રૂપિયા કબજે લેવાયા હતાં. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. More From Madhya Gujarat


કતલખાને લઇ જવાતાં પશુ બચાવાયા

દાહોદ. મધ્યપ્રદેશથી ગૌવંશ દાહોદ કસ્બામાં કતલખાને કતલ માટે ચાલતા ચાલતા લાવતા હોવાથી ગૌરક્ષકોને બાતમી મળતા… દાહોદ. મધ્યપ્રદેશથી ગૌવંશ દાહોદ કસ્બામાં કતલખાને કતલ માટે ચાલતા ચાલતા લાવતા હોવાથી ગૌરક્ષકોને બાતમી મળતા ગૌરક્ષકોએ ડીવાયએસપી કાનન દેસાઇને જાણ કરી હતી. પોલીસે ગૌરક્ષકોને સાથે રાખી ગરબાડા તાલુકાના બોરીયાળા ગામના દિવાનીયાવાડ નજીક રોડ પર જતાં જ ચાલતા ચાલતા ગાયો લાવી રહેલા વ્યક્તિઓ પોલીસની ગાડી જોઇ ગાયો સ્થળ ઉપર મુકી ભાગી ગયા હતા. પોલીસે છ ગાયોને રકબજે લઇ દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં મોકલી આપી છે. More From Madhya Gujarat


દાહોદની શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજના પ્રોફેસર દીપિકાબેન પરમારે હિન્દી વિષયક Ph.D. કરી સમાજનું ગૌરવ વધાર્યું

    મૂળ ગોધરા નિવાસી અને હાલમાં દાહોદ ખાતે આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજમાં દિપીકાબેન રમણભાઈ પરમાર પોતે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા “હિન્દી કહાનીઓ મેં વૃદ્ધ ચરિત્રો કા મનોવિશ્લેષણાત્મક અધ્યયન” વિષય પર લખેલ મહાશોધ નિબંધને ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી હિન્દી વિષયમાં Ph.D.ની ડિગ્રી એનાયત કરી છે. દિપીકાબેન પરમારે શ્રીમતી એચ. સી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હિંદી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. ધનંજય ચૌહાણ દ્વારા માર્ગદર્શન મેળવી આ મહાનિબંધ તૈયાર કર્યો હતો. અને તે નિબંધ ખુબજ રસપ્રદ અને તેઓના સંશોધનાત્મક અભ્યાસને પરિપૂર્ણ કરીRead More