Thursday, October 25th, 2018

 

સ્માર્ટસિટી દાહોદ ગંદુ ગોબરૂં જાહેર સ્થળ ઉપર ઉકરડાં

બસસ્ટેશને ચારે તરફ ગંદકી અને ખુલ્લામાં શૌચક્રિયાથી લોકો ત્રાહિમામ : કચરો બાળવામાં આવતાં બગડતું વાતાવરણ +2બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદના તાજેતરમાં જ નવનિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં પારાવાર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. દાહોદના સ્ટેશન વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરિસરમાં ચારેતરફ ખુલ્લેઆમ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.તસવીર સંતોષ જૈન દાહોદ | દાહોદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છતા અભિયાનના નામે લાખોનો ખર્ચો કરે છે ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી બનવા જઇ રહેલા દાહોદના તાજેતરમાં જ નવનિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં પારાવાર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. દાહોદનાRead More


રામપુરામાં 41 ગુંઠા જમીન વેચાણ કરીને દસ્તાવેજ નહીં કરી આપતાં ફરિયાદ

સોદો થતાં 4 લાખ લઇ લીધા હતાં જમીન જુની શરતની થયાનું છુપાવ્યું દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામે 41 ગુંઠા જમીન વેચાણ કરીને જમીન જુની શરતનું હોવાની છુપાવીને દસ્તાવેજ નહીં કરી આપતાં અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતના તબીબની ફરિયાદના આધારે પોલીસે ઉસરવાણ ગામના યુવક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માિહતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતાં તબીબ હેતલકુમાર રજનીકાંત દેસાઇએ ઉસરવાણ ગામે રહેતાં સુરેશચંદ્ર મણીલાલ ત્રિવેદી પાસેથી 21 ઓક્ટોબર2006ના રોજ41 ગુંઠા જમીન જમીન બાનાખત પેટે ચાર લાખ રૂપિયામાં વેચાણ રાખી હતી. બાનાખતની શરત મુજબRead More


સર્વ શાસ્ત્રો ગ્રહણ કરીને જે પ્રાપ્ત થાય છે તે શિક્ષાપત્ર છે : વૈષ્ણવાચાર્ય

શિક્ષાપત્ર દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવના ચોથા દિવસે હકડેઠઠ ભરાયેલ શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ગુરુવારે વક્તા વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને જણાવ્યું હતું કે જીવનમાં આશ્વાસન નહીં બલ્કે આશીર્વાદ કામ કરે છે માટે સંજોગો નબળા હોય તો પણ સમજણ ઊંચી રાખો. વૈષ્ણવાચાર્યએ માનવમેદનીને જકડી રાખતા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગૂઢ હૃદયમાં રહેલો સાચો ભાવ તે જ સાચો શૃંગાર છે. પોતાનું જ્ઞાન અન્યને આપી શકાય પરંતુ વિવેક તો સ્વયં પ્રગટવો જોઈએ. મનુષ્ય પામર છે તે પોતે પોતાની વિવેકબુદ્ધિ દાખવી ભક્ત ભગવાનના ચરણોમાં આવીને પોતાનો ધાર્યો વિજયRead More


દાહોદવાસીઓ દ્વારા શરદ પૂર્ણિમાની રગેચંગે ઉજવણી કરાઇ

+7બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ. દાહોદવાસીઓએ બુધવારે રાતના સમયે મોટી સંખ્યામાં ખુલ્લા મેદાનમાં કે છત ઉપર જઈને શરદ પૂર્ણિમાનો નિજાનંદ માણ્યો હતો. શહેરમધ્યે અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થા દ્વારા નગરજનો ચાંદનીનો માહોલ માણી શકે તેવા શુભાશયથી મેદાન ખુલ્લું રાખવામાં આવતા અનેક લોકોએ અહીં બેસીને લોકમાનસમાં અનેરું સ્થાન ધરાવતો આ આકાશી નજારો માણ્યો હતો. તો દેસાઈવાડ, ગરબાડા હાઈવે પાસેના ગોકુલધામ વિસ્તાર વગેરે સ્થળોએ દૂધપૌંઆ અને ગરબા સાથે શરદપૂનમ ઉજવી હતી. જોગાનુજોગ આ રાતે દાહોદ ખાતે ફૂલગુલાબી ઠંડીની લહેરખી સાથે સ્વચ્છ આભ હોઈ કોલેજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દાહોદવાસીઓ પોતપોતાના ગ્રુપ સાથે મોડી રાતRead More


મનરેગા યોજનાના 75 કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

દાહોદ, ફતેપુરા, ઝાલોદમાં લઘુત્તમ વેતનની માંગ કરવામાં આવી : બંને સ્થળે TDOને આવેદન આપ્યું વર્ષ 2011થી દર માસે… +1બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા પંચાયતમાં માનરેગા યોજનામાં પાયાની કામગીરીમાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક સહિતના કર્મચારીઓને વર્ષ 2011માં ભરતી દરમિયાનથી દર માસે રૂપિયા 4000 ચૂકવવામાં આવે છે. મોંઘવારીને કારણે કર્મીઓ આર્થિક ભીંસમાં હોવાથી ગુજરાત મઝદૂર સભાના બેનર હેઠળ ગ્રામ વિકાસ કમિશ્નરને સંબોધીને ત્રણ તાલુકાના 750 કર્મચારીઓએ દાહોદ, ફતેપુરા અને ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યા હતાં. આવેદનમાં જણાવાયું હતું કે, અમને એકજ ગ્રામપંચાયત માં ભરતી કરેલી ચારRead More