Wednesday, October 24th, 2018

 

4 દિ’માં 400 સ્લીપર બદલતાં હવે ટ્રેનો 100ની સ્પીડે દોડશે

ગત ગુરૂવારે ટ્રકે ફાટક તોડીને રાજધાનીને ટક્કર મારી હતી બે કોચ 500 મી. સુધી ટ્રેક છોડીને દોડતાં 1000 સ્લીપર… દાહોદ શહેરથી 56 કિમી દૂર મધ્ય પ્રદેશના થાંદલા રોડ અને મેઘનગરનો એલસી ગેટ 61 તોડીને ત્રિવેન્દ્રમ-હજરત નિજામુદ્દીની રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટ્રકે ટક્કર મારવાની ઘટનામાં જેએજી …અનુ. પાન. નં. 2 મૃતક જ ટ્રક ચલાવતનું માલિકનું નિવેદન મેઘનગર જીઆરપીએ રાજધાની એક્સપ્રેસથી અથ઼ડાયેલી જીજે-05-બીટી-7236 નંબરની ટ્રકના લીમડી ગામના ગોધરા રોડના હોળી ચકલા વિસ્તારના રહેવાસી માલિક રેખાબેન કર્નાવટની પુછપરછ કરી હતી. તેમાં તેમણે મૃતક સલીમખાન ટ્રક ચલાવતો હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે ટ્રકના દસ્તાવેજો પણRead More


સાબરકાંઠાના મહિલા ખેડૂતોની બારીયાની મુલાકાત

+7બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ. પશુ વિજ્ઞાન કેન્દ્ર (લીમખેડા), આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા દ્વારા દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઉધાવાળા અને લીમખેડા તાલુકાના પાણીયા ગામના પશુપાલકોને ઘાસચારા રજકા જુવાર પ્રથમ હરોળના નિદર્શન હેઠળ વિતરણ કરવામાં આવી. ડો. ગુણવંત થોરાત, મદદનીશ પ્રાધ્યાપક પશુ વિજ્ઞાન કેન્દ્રએ આ ઘાસચારાની જુવાર વાવણીની પદ્ધતી અને વર્ષ દરમિયાન ૧૦-૧૨ કાપણી બાબતે સવિસ્તર સમજણ આપી. દાહોદ. રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ અંતર્ગત આત્મા યોજના સાબરકાઠાના જીલ્લાના તલોદ તલોદતાલુકાનાં જુદાજુદા ગામોની ૪૩ પશુપાલક બહેનોએ દેવગઢ બારિયા ખાતે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનુ આદિવાસી મહિલા ખેડુતRead More


દાહોદ જિ.ના તલાટીઓએ લીમડીમાં મંદીરો-ચોકની સફાઇ કરી

સફાઇ કામ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો : તમામ તલાટીઓએ ભેગા મળી સભા કરી દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામની સફાઈ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય તલાટી મંડલ દવારા પોતાની પડતર માંગણી ના સંદર્ભમાં તારીખ 22-10-18 થી આખા રાજયમા તલાટી કમ મંત્રી ઓ દવારા અચોક્કસ મુદત ની હડતાલ ના એલાન ના પગલે આંદોલન ના ત્રીજા દિવસે દાહોદ જીલ્લા તલાટી મંડળ દવારા જીલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ લીમડી ખાતે ભેગા થયા હતાં.લીમડીના માછણ નદીના કિનારે ગાયત્રી માતાના મંદિર નજીક હોલમા મીટીંગ યોજી હતીRead More


દાહોદમાં 3 દિવસમાં જ સોયાબીનની 35,000 ક્વિ. વિક્રમસર્જક આવક

દાહોદ અનાજ માર્કેટમાં છેલ્લા સપ્તાહથી પીળા સોના તરીકે ઓળખાતા સોયાબીનની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે … ગુજરાતમાં દ્વિતીય ક્રમાંકના ગણાતા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અર્થાત્ દાહોદ અનાજ માર્કેટમાં છેલ્લા સપ્તાહથી પીળું સોનું તરીકે ઓળખાતા સોયાબીનની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. દાહોદ એ.પી.એમ.સી.ના રિટેલ અને હોલસેલ માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 35,000 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ હતી. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે સોયાબીનના ભાવ પણ ઓછા છે. પરંતુ, જેમ મહારાષ્ટ્રમાં ટેકાનો ભાવ પ્રાપ્ત થાય છે અને મધ્યપ્રદેશમાં પ્રતિ ક્વિન્ટલે 500 રૂ. ની સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છેRead More


દાહોદમાં જુની પદ્ધતિ બદલી વોર્ડ વાઇસ આરોગ્યની કામગીરીના આદેશ કરાયા

વધારાના 10 કર્મચારી ફાળવ્યા : કામગીરી વધુ અસરકારક બનાવવા પગલું જવાબદારી નક્કી કરાઇ : પહેલાં શહેરને 5 ઝોનમાં… દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીનકગુનિયાની બૂમો ઉઠી રહી છે. વાયરલ પણ લોકોના પ્લેટલેટ ડાઉન કરવા સાથે હાથ-પગને જકડી રહ્યો છે. ત્યારે આરોગ્યની કામગીરી હજી અસરકારક બનાવવા માટે જુની પદ્ધતિ બદલીને હવે શહેરમાં વોર્ડ વાઇસ કામગીરી કરવાનો આદેશ જારી કરાયો છે. આ ઉપરાંત સબંધિક કર્મચારીની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. મોટા ઘાંચીવાડા વિસ્તાર સહિત દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો બીમાર હોવાની બૂમો ઉઠી રહી છે.Read More


દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા તથા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ તા.૨૪/૧૦/૨૦૧૮ ના રોજ દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણ કાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા પુરુષો મહિલાઓ તથા બાળ ગોપાલ સર્વે આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા એમ.જી.રોડ મેઢ ક્ષત્રિય સોની સમાજની વાડી થી ગાંધી ચોક, દોલત ગંજ બજાર  થઈ ગૌશાળા, રળીયાતી રોડ થઈ રાધે ગાર્ડન પહોંચી હતી. રાધે ગાર્ડન ખાતે સમગ્ર સુવર્ણા સમાજના મહિલાઓ તથા બાળ ગોપાલ દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ ગરબા તેમજશ્રી અજમીઢજીની આરતી ઉતરવામાં આવી હતીRead More