Tuesday, October 23rd, 2018

 

દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં બીજા દિવસે પણ ભક્તોનું હકડેઠઠ મહેરામણ ઉમટ્યું

+1બીજી સ્લાઈડ્સ જુઓ દાહોદ. દાહોદ શહેરના દેસાઇવાડ સ્થિત શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ગઈકાલથી આરંભાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં બીજા દિવસે પણ ભક્તોની ભીડ ઉમટતા સમગ્ર પરિસર છલકાઈ ઉઠ્યું હતું. વક્તા વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને પુષ્ટિમાર્ગના સર્વગ્રંથોના સાર સમા શ્રી હરીરાય મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર સંદર્ભે જકડી રાખતું પ્રવચન આપતા જણાવ્યું હતું કે દુનિયાના લોકો આપણને મદદ કરી શકશે પરંતુ સુખી નહીં કરી શકે. સાચું સુખ તો કેવળ ભગવાન જ આપી શકે. આનંદનું સ્વરૂપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. માનવ જીવન મળ્યું છે તો ઉદ્વેગ અને ચિંતા સ્વાભાવિક છે.Read More


આઠ માસ અગાઉના અકસ્માતના નિકાલ મામલે યુવાનનું વાંસિયાડુંગરીથી અપહરણ

લીલીઆંબા ગામના યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ધાનપુર તાલુકાના નવાનગરના બાટણફળિયાના મનીષભાઈના પિતા રમેશભાઈ મોહનીયા આઠેક માસ અગાઉ રેંકડામાં પેસેંજર ભરીને ગાગરડીથી મંડોર જઈ રહ્યા હતા. ત્યારે ભરસડામાં બીજા છકડા ચાલકે પાછળથી ટક્કર મારતા તેમાં બેઠેલા લીલી આંબાના તેરસિગભાઈનું મોત નીપજ્યું હતું અને તે છકડા ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મરણ જનારના પરિવારને યોગ્ય મદદ પણ કરવામાં આવી હતી પરંતુ ગત રોજ પોતાના પિતાનો જીજે ૧૭ ટીટી ૨૬૩૩ને છકડો મનીષભાઈ દાહોદથી પેસેન્જરો લઈને ગાગરડીથી કાકડખીલા જતો હતો. વાસિયાડુંગરી ઉભો હતો ત્યારે લીલી આંબા ગામનાRead More


દાહોદમાં ગટર ઉભરાતાં સ્ટેશન રોડ ગંદકીથી લથપથ

દુકાનદારો-રાહદારીઓ પરેશાન બન્યા દાહોદ શહેર ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને વિવિધ વાયરલ ઇન્ફેકશનધારી દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. મચ્છરજન્ય બીમારીઓ ગંદકીથી થાય છે તે સ્પષ્ટ છે ત્યારે શહેરમાં ગંદકી ના થાય તે તકેદારી તંત્રએ રાખવી જોઈએ તે બદલે શહેરમાં ઠેકઠેકાણે ગંદકીના ઢગ ઓછા થતા નથી ત્યાં સ્ટેશન રોડ ઉપરની નિયતાંતરે ઉભરાતી ગટર મંગળવારે સવારે ઉભરાઈને તેનું ગંદુ પાણી અને તેમની ગંદકી ભરરસ્તે રેલાતા નગરજનો ગંદકીથી હેરાન થઇ જવા પામ્યા હતા. વિવેકાનંદજીની પ્રતિમાની આસપાસ થઈ ગંદકીનો રેલો રતલામી સેવ ભંડાર સુધી પહોંચ્યો હતો. સ્ટેશન રોડના દુકાનદારો અને પસાર થતા લોકોRead More


દિવસે ઉનાળો, રાત્રે શિયાળો અનુભવતા દાહોદવાસીઓ

બેવડી ઋતુથી બીમારીઓનો ભરડો દાહોદમાંથી ચોમાસું વિદાય થયું હોય તેવા ભણકારા દાહોદના વર્તમાન વાતાવરણથી વર્તાઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહથી શહેરમાં પારાવાર ગરમી પડી રહી હોવાને લઈને વરસાદની નિશ્ચિત વિદાય મનાઈ રહી છે. દાહોદમાં રાતના સમયે ફુલગુલાબી ઠંડી પડે છે અને વાહનો ઉપર ઝાકળ પણ જામી જતું નોંધાયું છે. જો કે દિવસભર પંખા અને એ.સી. સતત ચાલતા રહે તેવી ગરમી વરસી રહી હોવાને કારણે દાહોદવાસીઓ ત્રસ્ત છે. બેવડી ઋતુને લઈને દાહોદમાં વિવિધ બીમારીઓ ભરડો લીધો છે. આમ તો દિવાળીના સમયે વ્યવસ્થિત ઠંડીનું આગમન થઇ જતું હોય છે ત્યારે આ વર્ષેRead More


દાહોદના મોટા ઘાંચીવાડામાં ફોગિંગ કરવા ગયેલી ટીમ ઉપર બાળકોનો પથ્થરમારો

4 કર્મીને ગેબી ઇજા : નાના મશીનમાં આગ લાગી ગઇ આગેવાનો દ્વારા બાળકોમાં જાગૃતિ લવાય તે જરૂરી દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તાર રોગચાળાગ્રસ્ત હોવાને કારણે સોમવારે દિવસ દરમિયાન સર્વેલન્સની કામગીરી બાદ રાતના સમયે ટીમો ફોગિંગ કરવા માટે ગઇ હતી. ફોગિંગ ચાલી રહ્યું હતું ભેગા થયેલા વિસ્તારના રમતિયાળ બાળકો દ્વારા ધુમાડાનો લાભ લઇને ફોગિંગ કરતાં કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ફોગિંગ કરી રહેલાં કર્મચારીઓમાં ફરીદભાઇ કાજી, શંકરભાઇ પ્રજાપતિ, દીલીભાઇ નીમા અને અરવીંદભાઇ કેવળને પથ્થરો વાગતાં ગેબી ઇજા થઇ હતી. આ ઘટનાથી ફોગિંગ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. નાનુ ફોગિંગRead More