Monday, October 22nd, 2018

 

દાહોદ જિ.માં 8 પંચાયતોની ચૂંટણી યોજાઇ

દાહોદમાં 1, બારિયામાં 2, લીમખેડા-સીંગવડની 5માં ચૂંટણી પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપુર્વક રીતે મતદાન પુર્ણ થયું… સીંગવડ તાલુકાની મછેલાઈ ગ્રામ પંચાયતમા સોમવારે યોજાયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન સાંજે ચાર વાગ્યા સુધીમાં ૧૫૪૦ પુરુષ તથા ૧૪૯૭ સ્ત્રી મતદારો મળી કુલ 3037 મતદારોએ ૮૭ ટકા મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામદરા ગ્રામ પંચાયતમાં 807 પુરુષ તથા 793 સ્ત્રી મળી કુલ 1600 મતદારોએ ૯૦ ટકા મતદાન કર્યું હતું. પહાડ ગ્રામ પંચાયતમાં 681 પુરુષ તથા 688 સ્ત્રી મળી કુલ ૧૩૬૯ મતદારોએ ૯૩ ટકા જેટલું મતદાન કર્યું હતું. જ્યારે ભીલ પાનિયા ગ્રામ પંચાયતમાં 438 પુરુષ તથા …અનુ.Read More


દાહોદ જિ.માં દિલ્હી-મુંબઇ હાઇવેનો વિરોધ કરવા આદિવાસી મહાપંચાયતનું ગઠન

રાજ્યપાલ, રાષ્ટ્રપતિને મળવા જવા 5-5 સભ્યોની ટીમ બનાવાઇ સરપંચથી માંડીને સાંસદનો પોતાની સાથે વિરોધમાં… દાહોદ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુબઇ હાઇવેનો વિરોધ થઇ રહ્યો છે. આ માટે કલેક્ટરને આવેદન પત્ર પણ થોડા દિવસ પહેલાં પાઠવવામાં આવ્યું હતું. ત્યારે હાઇવેનો વિરોધ કરવા માટે આદિવાસી પરિવારની સોમવારે …અનુ. પાન. નં. 2 આગેવાનોને જોડાશે આદિવાસીના હક્ક અધિકાર માટે લડવા મહાપંચાયતનું ગઠન કરાયું છે. હાઇવેમાં જેમની જમીન જાય છે તે 33 ગામના લોકો સાથે મળીને વિરોધ કરાશે. તેના માટે સરપંચથી માંડીને સાંસદ સુધીના આગેવાનોને અમારી સાથે જોડાશે.મુકેશભાઇ ડાંગી, અગ્રણી, આદિવાસી પરિવાર દિલ્હી-મુંબઇ હાઇવે મુદ્દે આદિવાસીRead More


દાહોદના ઘાંચીવાડામાં 400 ઘરોમાં સર્વે, 47માં એડીસ મચ્છરના પોરા મળ્યાં

દિવ્ય ભાસ્કરના રોગચાળાના અહેવાલથી અધિકારી દોડ્યાં 10 ટીમો ઉતારી કામગીરી શરૂ કરાઇ : સાંજેે ફોગિંગના આદેશ :… દાહોદ શહેરના કસ્બા અને ઘાંચીવાડા વિસ્તારમાં રોગચાળાના પગલે સોમવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી ગયા હતાં. એન્ટી લાર્વલ કામગીરી માટે દસ ટીમો ખડકી દઇને 400 ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાંથી 47 ઘરોમાંથી એડીસ મચ્છરના પોરા મળી આવ્યા હતાં. દરેક ઘરોમાં પાણીના પાત્રોમાં ટેનીફોસ દવા નાખવામાં આવી હતી સાથે સાંજના સમયે ફોગિંગ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતાં. દાહોદના કસ્બા અને મોટા ઘાંચીવાડામાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યૂના 50 અને ચીકનગુનિયા રોગના 100 લોકો ભોગRead More


દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ

દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ દાહોદ. રણિયારના ઈનામી પણદા ફળિયાના સરોજબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ… દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ દાહોદ. રણિયારના ઈનામી પણદા ફળિયાના સરોજબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ ઝાલોદના મોટી કૂણી સ્થિત દિલીપભાઈ હઠીલા સાથે ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. શરૂઆતમાં એક માસ સારું રાખ્યા બાદ ગદડાપાટુનો માર મારી એક માસનો ગર્ભ પડાવી તારા બાપને ત્યાંથી પાંચ લાખ રૂ. લઇ આવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઝાલોદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. More From Madhya Gujarat


વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો દાહોદ. દાહોદ જિલ્લાના વરોડ ગામે ગાડીનો ચાલક પુરઝડપે લઇને જતો… વરોડમાં ગાડી ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો દાહોદ. દાહોદ જિલ્લાના વરોડ ગામે ગાડીનો ચાલક પુરઝડપે લઇને જતો હતો, ત્યારે સામેથી આવતી મારૂતિ અલ્ટો જી.જે. 20 એ.એચ. 0935 ને તેણે ટકકર મારી હતી. અકસ્માતમાં અલ્ટોમાં સવાર નિતેશભાઈ અને રજાક સુલેમાન મન્સૂરિના ડાબા પગે ફ્રેક્ચર થયુ હતું. આ સાથે અન્ય ત્રણ લોકોને પણ ઓછીવત્તી ઈજા થઇ હતી. જે સંદર્ભે ફતેપુરાના ડુંગર ખજુરિયાના શાંતિલાલ પારગીએ ફરિયાદ કરી હતી. More From Madhya Gujarat