Thursday, October 18th, 2018

 

દાહોદના ગઢોઇમાં રાવણના મંદીરની હયાતી, દશેરાએ પૂજા પણ થઇ

પૂજા કોણ કરી ગયું ગામ લોકોને ખબર નથી : લોકો માને છે મંદીર રાવણનું છે પણ પુરાવા નથી : પૂર્વજો પણ કહેતાં હતાં કે મંદીર… રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં રાવણની પૂજા કરાતીનું કહેવાય છે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં રાવણનું મંદીર હોવાનું સાંભળવા મળ્યું હતું. દશેરાએે દાહોદ શહેરથી પાંચ કિમી દૂર આવેલા ગઢોઇ ગામની ઘાટીએ જઇને રાવણના મંદીરે જવાનું પુછ્યું તો એક બાઇક સવાર ઘાટીથી અડધો કિમી અંદર બાવકા રોડ ઉપર ઘટાદાર વૃક્ષ નીચે કેટલીક ખંડિત પ્રતિમાઓ પાસે મુકી આવ્યો. પૌરાણિક લાગતાં આ સ્થળે ખંડિત પ્રતિમાઓ આગળRead More


મધ્ય પ્રદેશથી દાહોદ સુધી વિસ્તર્યો શસ્ત્રોનો કારોબાર

વિજ્યાદશમીના પર્વે દાહોદ જિલ્લામાં બંદૂક ધરાવતાં લોકોએ પરંપરાગત રીતે વટભેર શસ્ત્રપૂજન કર્યું હતું પરંતુ એવા ઘણા હથિયાર પરવાના વગરના લોકોને બંધ બારણે પૂજન કરવું પડ્યું હતું. દાહોદ જિલ્લામાં પાક રક્ષણ અને જાત રક્ષણના મળીને કુલ 4957 પરવાના અપાયેલા છે પણ જિલ્લામાં એવા સંખ્યાબંધ લોકો છે કે જેમણે તસ્કરો અને દુશ્મનોથી સ્વરક્ષણ માટે ,દબદબો અકબંધ રાખવા તો ચોરી કે લૂંટ વખતે લોકોને ડરાવા ધમકાવા માટે પરવાના વગર જ તમંચા અને માઉઝર જેવા જીવલેણ હથિયારો વસાવી રાખ્યા છે. મધ્ય પ્રદેશના …અનુ. પાન. નં. 2 વર્ષ 2017માં પકડાયેલા ગેરકાયદેસર હથિયાર પો.મથક તારીખ પ્રકારRead More


વડોદરાથી બેઠેલા 9 મસાફરોનો આબાદ બચાવ : ક્લીનરનું મોત

મેઘનગર પાસે રાજધાની એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રેનના 2 કોચ પાટા પરથી ખડી પડ્યા : ટ્રકના ફૂરચા ઊડી… ત્રિવેન્દ્રમથી હજરત નિઝામુદ્દીન જતી વીકલી રાજધાની એક્સપ્રેસ ગુરુવારે સવારે 6:45 વાગે ` રતલામ ડિવિઝનના મેઘનગર પાસે પસાર થતી હતી. દરમિયાન એલસી ગેટનં- 61 (ઇ)નો બીમ તોડી ધસી આવેલી રેતી ભરેલી ટ્રક સાથે અંદાજે 100 કિ.મી. ઝડપે પસાર થતી રાજધાની ટ્રેન સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રેનના બે કોચ પાટા પરથી નીચે ઉતરી પડ્યા હતા. અકસ્માતને પગલે ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રેનના એક પણ મુસાફરને ઇજા થઇ નહોતી. વડોદરાથી બેઠેલાRead More


સંજેલી ખાતે મોંઘવારીના પૂતળાનું દહન

દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની… દાહોદ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ 18મી ઓકટોબરે ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યે દેશભરમાં ભાજપ સરકારની નિષ્ક્રીયતાના કારણે રોજ બરોજ વધી રહેલી મોંઘવારીનો વિરોધ પ્રદર્શીત કરવા સંજેલી નગરમાં કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારીના રાક્ષસનુ પુતળા દહન કરીને ગરીબો વિરુદ્ધની ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કરતા એક ભવ્ય રેલી નિકળી હતી. સંજેલી હાટબજારમાં ગુરૂવારે 11 વાગ્યાના સમયે કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. More From Madhya Gujarat


દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર ખરીદીનો પ્રારંભ

જુદા જુદા કેન્દ્રો ઉપર ખરીદી કરાશે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદીનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અને ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે યોજનાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કેRead More


દાહોદમાં રાજપૂત સમાજ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજ શેખાવતની હાજરીમાં શસ્ત્ર પૂજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું

      દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે એક અલગ આયોજન કર્યું હતું. દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આ વખતે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર રાજપૂત સમાજનું શસ્ત્ર પૂજનનું આયોજન કરવાવ્યું હતું. આ પ્રસંગે દાહોદ રાજપૂત સમાજ દ્વારા અખીલ ભારતીય કરણી સેનાના ઉપપ્રમુખ રાજ શેખાવતના હસ્તક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શરુ કરાવવામાં આવ્યો હતો. અને સમગ્ર રજપૂત સમાજે ત્યાં શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા દાહોદ નગરમાં બાઇક રેલી યોજી જય ભાવની, જય મહારાણા પ્રતાપના ગગન ભેદી નારાઓ સાથે દાહોદના રાજમાર્ગો ઉપર ફરી અને પરતRead More


સ્વાઈન ફલૂના વધુ 2 પોઝિટિવ કેસો નોંધાયા

શહેરમાં ધીમે ધીમે પ્રસરી રહેલી ઠંડીના કારણે સ્વાઈન ફલૂના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે વડોદરા… શહેરમાં ધીમે ધીમે પ્રસરી રહેલી ઠંડીના કારણે સ્વાઈન ફલૂના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે વડોદરા શહેરમાં વધુ 2 અને જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ દર્દીઓની સંખ્યા 69 પર પહોંચી છે. બુધવારે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા જિલ્લામાં આ વર્ષે અત્યારસુધી માત્ર 23 પોઝિટિવ કેસો નોંધાયા છે. સ્વાઈન ફલૂના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ 6 લોકોના રિપોર્ટRead More


આમલી ખજુરિયામાં લૂંટારૂઓએ તીર મારતાં યુવક ગંભીર

દાહોદ. કાંટુના ઇશ્વરભાઇ પરમાર તથા વિજયભાઇ બાઇક પર મામાના ઘરે જઇ રહ્યા હતાં.ત્યારે આમલી ખજુરીયા ગામે રોડ પર… દાહોદ. કાંટુના ઇશ્વરભાઇ પરમાર તથા વિજયભાઇ બાઇક પર મામાના ઘરે જઇ રહ્યા હતાં.ત્યારે આમલી ખજુરીયા ગામે રોડ પર તીરકામઠા લઇ ઉભેલા આંબલી ખજુરીયા ગામના પંકેશ ઉર્ફે કાણીયો તથા અન્ય બે ઇસમોએ ઇશ્વરભાઇ પરમારની બાઇકને રાત્રે પોણા આઠે રોકી હતી. પ્રતિકારનો પ્રયાસ કરાતાં ઇશ્વરને ડાબા ખભા ઉપર ગંભીર ઇજાઓ પહોચાડી સેમસંગ કંપનીનો મોબાઇલ કાઢી લીધો હતો. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. More From Madhya Gujarat


અકસ્માતમાં હાથ ગુમાવનાર સગીરને 9.45 લાખનું વળતર ચુકવવા આદેશ

મુવાડામાં અકસ્માતમાં ડાબો હાથ કાપી નાંખવો પડ્યો હતો પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.ટી.સોનીનો… ઝાલોદ તાલુકાના મુવાડા ગામે તા.8/4/2009ના રોજ ભયલુ ઉર્ફે જગદીશ તથા ફળીયાના બીજા માણસો રસ્તાની સાઇડે ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સાંજના 5.30 વાગ્યાના સુમારે જીજે-20-બી-3781 નંબરના ટ્રેક્ટરના ચાલકે અકસ્માત કરતાં ભયલુ ઉર્ફે જગદીશ કસુભાઇ ડામોરનો ડાબો હાથ ખભાના નીચેથી કાપી નાખવો પડ્યો હતો. ભયલુ ઉર્ફે જગદીશના પિતા કસુભાઇ પુનાભાઇ ડામોર રહે. મછાર ફળિયા, જેતપુર તાલુકો ઝાલોદ, જિ.દાહોદનાઓએ એડવોકેટ એહસાન એન. કપડવંજવાલા દાહોદનાઓ મારફતે દાહોદ જિલ્લાના મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલની કોર્ટમાં અકસ્માત વળતર અરજી દાખલ કરવામાં આવીRead More


દાહોદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ

દેશી પિસ્ટલ, તમંચો જપ્ત કરાયો : મ.પ્રથી વેચવા આવનાર બે સાથે ખરીદનાર પણ ઝડપાયો ધાર જિલ્લાથી બાઇક પર આવ્યા… દાહોદના ભીલવાડા તળાવ vો વિનોદ છત્રસિંહ ગણાવા મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં હથિયારો બનાવીને તેનું વેચાણ કરતાં લોકોના સંપર્કમાં આવ્યો હતો. ગેરકાયદે હથિયારો રાખવાના શોખિન ગ્રાહકો શોધીને હથિયારોનું તેમને વેચાણ કરીને બમણો નફો રળવાનો ગોરખધંધો વિનોદે શરૂ કર્યો હતો. કોઇ જોડે ડીલ કરીને હોવાથી હથિયારો લેવા માટે ધાર જિલ્લામાં પહોંચી ગયેલો વિનોદ ગધવાણી તાલુકાના બડખોદરા ટેમરીયાપુર ગામના ગૌરેલાલ જગનસિંહ ડોડવે અને બડીયા ઇડરીયાપુર ગામના રાકેશ દીતા ભંવર સાથે એમપી-11-એમટી-1434 નંબરની અપાચે મોટરRead More