Tuesday, October 16th, 2018

 

ઝાલોદ-ફતેપુરામાં મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કરનારા 5 સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ

તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાંણે સાત દિવસમાં ખુલાસો કરવા પ્રદેશ અધ્યક્ષની નોટિસ ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુટણી ટાંણે ભાજપના મેન્ટેડ વિરૂદ્ધ મતદાન કરનારા પાંચ સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે માટે સાત દિવસમાં ખુલાસો કરવાની નોટિસ પણ પાંચેયને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ફટકારવામાં આવી છે. ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોએ જ બળવો કરીને પ્રમુખ-ઉપ્રમુખની ચુંટણી ટાંણે વિરૂદ્ધમાં વોટીંગ કરતાં બંને તાલુકા પંચાયત ભાજપે …અનુ. પાન. નં. 2 મને પણ જાણ કરાઇ છે તાલુકાપંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ટાંણે મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કર્યું હોવાથીRead More


દાહોદમાં ACBમાં પકડાયેલા મામલતદારની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરાશે

કોર્ટમાં રજૂ કરી 6 દિalt146ના રિમાન્ડ મેળવ્યા : વોઇસ સ્પેક્ટોગ્રાફી અને એલવીએફ ટેસ્ટ કરાશે મામલતદાર-પરિવારના… More From Madhya Gujarat


માતા-પિતાના ડખામાં 4 વર્ષની બાળકીની અંત્યેષ્ઠિ અટવાઇ

વડોદરાથી વતન લવાયેલો મૃતદેહ પાછો વડોદરા મોકલાયો પત્ની છુટાછેડાના કાગળો પર સહી કરે ત્યારે જ મૃતદેહ … સંજેલી તા.ના નેનકી ગામે રીસાઇને બેઠેલી યુવતિની ચાર વર્ષિય પૂત્રી ગરમ પાણીથી દાઝી ગયા બાદ વડોદરામાં સારવાર વેળા મોતને ભેંટી હતી. મૃતદેહ વતન લવાતા એસઆરપીમાં ફરજ બજાવતાં પતિએ છુટ્ટાછેડાના કાગળો ઉપર સહી કરી આપ્યા બાદ જ મૃતદેહ સ્વિકારવાની વાત કરી ડખો ઉભો કર્યો હતો. જેથી બાળકીનો મૃતદેહ પાછો વડોદરા મોકલાયો હતો. પતિ-પત્નીના ગૃહ ક્લેશમાં 48 કલાક બાદ પણ બાળકીની અંત્યેષ્ઠિ શક્ય બની ન હતી. સંજેલી તાલુકાના તારમી ગામના રહેવાસી અને પાવડી એસઆરપી ગ્રુપમાંRead More


દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા

દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા દાહોદ. દાહોદ સુખદેવ કાકાની ચાલીમાં રહેતા પિનેશભાઇ વિનોદભાઇ નૈયા તથા ગૌરવભાઇ… દાહોદમાં જુગાર રમતા બે ઝડપાયા દાહોદ. દાહોદ સુખદેવ કાકાની ચાલીમાં રહેતા પિનેશભાઇ વિનોદભાઇ નૈયા તથા ગૌરવભાઇ બાબુભાઇ તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. તે વખતે દાહોદ શહેર પોલીસેટાઉન પોલીસે ઓચિંતો છાપો મારી બન્નેને ઝડપી પાડી રૂપિયા 1830ની રોકડ કબજે લીધી હતી.કોન્સ્ટેબલ જયદિપસિંહ સુરેશકુમારે ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે આ સંદર્ભે પિનેશ તથા ગૌરવ સામે ગુનો દાખલ કર્યો હતો. More From Madhya Gujarat


નવરાત્રી અંતિમ ચરણોમાં : સર્વ સુખાયની ભાવના સાથે દાહોદમાં તબીબો માતાજીની ઉજવણીમાં રત

આયોજન દાહોદ ખાતે નવરાત્રિ તેના અંતિમ ચરણમાં ચરમસીમાએ પહોંચી છે ત્યારે દાહોદના તબીબો પણ આ ઉજવણીમાંથી બાકાત નથી રહ્યાં. દાહોદના રાધે પાર્ટી પ્લોટ ખાતે દાહોદના તબીબોનો નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. જેમાં દાહોદ જિલ્લાના હોમિયોપેથિક, આયુર્વેદિક, જનરલ પ્રેક્ટિસશનરો તેમજ મેડિકલ સ્ટોરધારકો પણ ઉત્સાહભેર જોડાયા છે. દરરોજ રાતના અહીં ચા નાસ્તાની જ્યાફત સાથે ગરબા રેલાય છે. જેમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 500 જેટલા લોકો આ સમયે એકસાથે નાચતા હોય છે. તો સાથે અત્રે ચોતરફ સજાવટની સાથે સરકારના એન્ડ ટીબી, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન તથા દાહોદમાં આજકાલ જે વ્યાપક છે તેવા વિવિધRead More


દાહોદ મામલતદાર દિનેશ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર અદનાન વોરા ACB ના છાટકામાં : ₹. 31000 ની લાંચ લેતા ઝડપાયા

      એક જાગૃત નાગરિક એ દાહોદ ખાતે જમીનની ખરીદી કરી રજિસ્ટ્રી કરાવેલ હતી અને  આ જમીન અંગે રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા માટે અરજી કરેલ હતી. જે રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે ઉપરોક્ત ખાનગી વ્યક્તિ દ્વારા આ કામના દાહોદ મામલતદાર દિનેશભાઇ નગીનભાઈ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) અદનાન ઝોહર વોરાએ પ્રથમ ₹.૭૫૦૦૦/- સ્વીકારી અને પછી બાકીના ₹. ૫૧,૦૦૦/-  લાંચમાં આપવાનું નક્કી કરેલ જે પેટે ગઈ તા.૧૨/૧૦/૨૦૧૮ શુક્રવારના રોજ ₹. ૨૦,૦૦૦/- બેંક એકાઉન્ટમાં આપવાનું કહેતા ફરિયાદીએ બેન્કમાં જમા કરાવેલ અને બાકીના ₹. ૩૧,૦૦૦/- ગત રોજ તા.૧૫/૧૦/૨૦૧૮ સોમવારે દાહોદ મામલતદાર ડી.એન.પટેલનાઓએ કોમ્પ્યુટરRead More