Monday, October 15th, 2018

 

દાહોદમાં અકસ્માત વળતરનો બનાવટી કેસ દાખલ કરતાં વકીલને 15 હજારનો દંડ

અરજદારને પણ 5 હજારનો દંડ : ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજનો ચુકાદો કેસમાં વીમા કંપનીએ દસ લાખ ચુકવી દીધા હતા વર્ષ 2007માં લીમડી-ઝાલોદ વચ્ચે વરોડ ગામે રોડ ઉપર રાત્રે અકસ્માત થતાં મૃતકના સબંધિઓએ વળતર મેળવવા માટેની અરજી નં.429/07ની આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરેન્સ કંપની સામે કરી હતી. અરજીના કામે તા.16/8/17ના રોજ લોક અદાલતમાં સમાધાન થતા વીમા કંપનીએ વળતરના રૂ.10,00,000 પુરા નામદાર કોર્ટ દાહોદમાં જમા કરી અરજદારોને ચુકવી દેવાઇ હતી.ત્યારે આ જ અકસ્માત સંબંધે બીજા વકીલે 2010માં બીજી એમ.એ.સી.પી. નં.548/10ની દાખલ કરીહતી. આ …અનુસંધાન પાના નં.2 More From Madhya Gujarat


દાહોદના મામલતદાર Rs. 31 હજારની લાંચ લેતાં ઝડપાયાં

રેવન્યુ રેકર્ડમાં નામો ચઢાવવા રૂપિયાની માંગણી કરતાં ગાંધીનગર- અમદાવાદ એસીબીની ટ્રેપ :… દાહોદ શહેરમાં સોમવારે પોતાની કચેરીમાં જ 31 હજાર રૂપિયાની લાંચ સ્વિકારતાં મામલતદાર અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. જમીનમાં નામોની એન્ટ્રી માટે લાંચ માંગવામાં આવી હતી.જેમાં 95 હજાર રૂપિયા પહેલાં લઇ લીધા હતા જ્યારે 20 હજાર ખાતામાં નખાવ્યા હતા. રજા નામંજુર થઇ હોવાથી સોમવારે ઓફીસે આવતાં એસીબીની સફળ ટ્રેપથી ખળભળાટ મચી ગયો હતો. એસીબીએ મામલતદાર અને કમ્પ્યુટર ઓપરેટર સામે ગુનો દાખલ કર્યો હતો. તાપી જિલ્લાના વતની ડી.એન પટેલે 11 માસ પહેલાં દાહોદના મામલતદાર તરીકેનો ચાર્જ લીધો હતો.Read More


શનીયનડન સ્વામીનારાયણ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સંચાલીત શનીયનડન સ્વામીનારાયણ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઇ ગયો જેમા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેવા કે વિધવા,ત્યકતા બહેનોને વસ્ત્રનું વિતરણ,પર્યાવરણ રક્ષણ શિબીર તથા વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીએ વિશાળ સંખ્યામાં એકત્ર થયેલા સતસંગીઓની હાજરીમાં વૃક્ષા રોપણ કર્યુ હતુ. દાહોદના હનુમાન બજારમાં રવિવારે કેસરીયા લહર છવાઈ દાહોદ| દાહોદમાં નવરાત્રિના ગરબા તેના અંતિમ ચરણ તરફ છે. ત્યારે દાહોદના વિવિધ વિસ્તારોના ગરબા તેના આગવા મિજાજમાં ખીલી રહ્યા છે. આ વખતે આઠ જ રાત ધરાવતા નવરાત્રિ મહોત્સવની હવેRead More


આં.રા.રેલ્વે મેરેથોન ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો

યુરોપના ચેક રિપબ્લિક ખાતે સ્પર્ધા યોજાઈ હતી દાહોદ રેલવે વર્કશોપમાં બે ખેલાડીઓએ ભાગ લીધો યુરોપના ચેક રિપબ્લિક દેશમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય રેલ્વે મેરેથોન ચેમ્પિયનશીપમાં ભારતને દાહોદ રેલ્વે વર્કશોપના બે ખેલાડીઓએ ગૌરવ અપાવ્યું છે. દાહોદ રેલ્વે વર્કશોપમાં ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ લોધી અને પરમસિંગને ભારતીય રેલ્વેની ટીમ તરફથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાતમી આં.રા. ચેમ્પિયનશીપની 13 ઓક્ટોબરે સંપન્ન થયેલ USIC વર્લ્ડ રેલ્વે મેરેથોન સ્પર્ધામાં વિશ્વના કુલ 15 દેશોની રેલ્વે ટીમે ઝંપલાવેલું. જેમાં 42 કિમીની દોડની સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. More From Madhya Gujarat


દાહોદમાં 22 લાખના ચેક પર ખોટી સહી કરીને બેંકમાં નાખતા ફરિયાદ

વેચાણ બાદ વધુ નાણાં લેવા ખોટી પ્રોમિસરી નોટ પણ બનાવી ઓફિસમાંથી જાણ બહાર ચેકો મેળવી બેન્કમાં પણ નાંખી દીધા… More From Madhya Gujarat