Saturday, October 13th, 2018

 

દાહોદમાં 4 માસથી ઝુલતી બાંધકામ પરવાનગીની 25 અરજીને મોક્ષ મળશે

બાંધકામના પ્લાન ત્રણ માસ સુધી ઓફલાઇન મંજૂર કરવાના નિર્ણયથી હર્ષ ગેરકાયદે બાંધકામ કરનારા મંજૂરી લેવા… સરકાર દ્વારા ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમથી લોકોને 24 કલાકમાં બાંધકામની ઓનલાઇન મંજુરીનો નિયમ મે 2018થી લાગુ કરાયો હતો. જોકે, સાઇટ ઉપર બાંધકામની મંજુરી માટેના દસ્તાવેજો અપલોડ થતાં ન હતાં આ સાથે અપલોડ કરેલી અરજીની 10 દિવસ સુધી ખબર જ પડતી નથી. GDCRના નિયમો મુજબ પ્લાન અપલોડ કરવામાં આવે તો પણ સોફ્ટવેર સ્વિકારતું ન હતું. પ્રિ ડીસીઆરમાં પ્લાન બનાવ્યા પછી ખુદ એન્જીનિયરને શું ભુલ છે તેની જાણ ફી ભર્યા બાદ દસ દિવસે ખબર પડતી ન હતીRead More


દાહોદના રેલવે સ્ટેશનથી નસિયા વચ્ચે જાહેર શૌચાલયનો અભાવ

એક પણ શોપિંગ સેન્ટરમાં સુવિધા નથી બહારગામથી આવતી પ્રજાને હાલાકી દાહોદના સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર બસ સ્ટેન્ડ સિવાય એકેય જાહેર શૌચાલયની વ્યવસ્થા જ નથી ત્યારે નગરજનો અને આ વિસ્તારમાં ઉમટતા મુસાફરોને ખૂબ જ હાલાકી પડી રહી છે. પેશાબઘર જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેતા આ વિસ્તારના વ્યાપારીઓ અને મુસાફરો, જે તે દુકાનની પાછળના ભાગે કે જાહેર સ્થળોની પાછળ શૌચક્રિયા કરી લેતા હોય છે. સ્માર્ટ સીટીના સ્થાનિક તંત્ર દ્વારા શહેરના સ્ટેશન રોડ સહિત જે તે વોર્ડમાં તાતી જરૂરત છે તેવી આવી શૌચાલય જેવી સુવિધાઓ સત્વરે આકાર પામે તેવી આશા છે.Read More


દાહોદ જિ.માં પત્રકારોને બદનામ કરતી પત્રિકા વાયરલ કરનાર સામે ગુનો દાખલ

પત્રિકા પોસ્ટ કરવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરાઇ હતી થોડા દિવસ પહેલાં દાહોદ જિલ્લાના પત્રકારોને બદનામ કરતી પત્રિકા સોશિયલ મીડીયામાં ફરતી જોવા મળી હતી. પત્રિકા તૈયાર કરનારે વિવિધ વિભાગમાં પોસ્ટ કરવા સાથે સોશિયલ મીડીયા પર પણ તેને ફેરવી હતી. આ અંગે દાહોદ શહેર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પંચમહાલ, મહિસાગર, દાહોદ જિલ્લાના ઘણા પત્રકારોના નામનો ઉલ્લેખ કરી તેઓ અધિકારીઓને ધમકાવે છે, દાદાગીરી કરે છે, લાંચ લે છે તેવા આક્ષેપ સાથેની પત્રિકા વિવિધ વિભાગોમાં પોસ્ટ દ્વારા મોકલાઇ હતી. ઉપરાંત વોટ્સએપ પર પણ પત્રિકા વાયરલ કરાઇ હતી. પત્રિકામાં દાહોદમાં પત્રકાર તરીકે સેવાRead More


દાહોદમાં હનુમાન બજારમાં કેસરિયા થીમ પર ગરબા રમાશે

નવરાત્રી અડધી મંજિલે પહોંચી : દાહોદવાસીઓ ગરબાના તાલમાં તલ્લીન બન્યા નવરાત્રિ મહોત્સવની હવે માત્ર ચાર જ રાત બાકી છે ત્યારે દાહોદના યુવાધનમાં તેનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. દાહોદના વિવિધ વિસ્તારોમાં જે તે કલાવૃંદ દ્વારા અથવા અમુક વિસ્તારોમાં સાઉન્ડ સિસ્ટમ ઉપર ત્રણ અને બે તાળીના તાલે પ્રાચીન અને અર્વાચીન ગરબા રેલાઈ રહ્યા છે. આ વખતે આઠ જ દિવસની નવરાત્રિના ચાર દિવસ સમાપ્ત થઇ ચુક્યા છે ત્યારે ચણિયા-ચોળી અને કેડિયુંની ખરીદી અને તે ભાડે આપનારાઓને ત્યાં જામતી ભીડમાં પણ હવે ઘટાડો થયો છે. શેરી ગરબાનું ખૂબ મહત્વ છે તે પડાવ વિસ્તારમાં આRead More


જમીન મુદ્દે બે પક્ષ ભીડાતાં મહિલાઓ સહિત 9 ઘાયલ

બંને પક્ષના 9 સામે ગુના દાખલ કરાયા દાહોદ તાલુકાના બોરવાણી ગામના ખાયા ફળિયામાં રહેતાં બે પક્ષ વચ્ચે જમીનના મુદ્દે ડખો થયો હતો. કુહાડી, લાકડી,ભાલો અને પથ્થર વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવતાં બંને પક્ષના નવ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના અંગે દાહોદ તાલુકા પોલીસે સામસામે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકાના બોરવાણી ગામના ખાયા ફળિયાના રસુલભાઇ …અનુ. પાન. નં. 2 More From Madhya Gujarat


દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે એક દિવસીય પરિસંવાદને ખુલ્લો મૂકતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

    કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે શિક્ષણ સતત પરિશ્રમ અને ચાલુ પ્રવાહોની જાણકારી મેળવવી જરૂરી છે. : કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, પ્રાયોજના વહીવટદારની કચેરી તથા શબરી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારની વિવિધ ભરતીઓની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ, (ટોપી હોલ) અનાજ માર્કેટ રોડ ખાતે યોજાયેલ એક દિવસીય પરિસંવાદનું ઉદ્ઘાટન કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી (I.A.S.) ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. દીપ પ્રાગટ્ય સાથે પરિસંવાદને ખુલ્લો મૂકતાં કલેક્ટર વિજય ખરાડીએ સંવેદના સાથે યુવા વર્ગનીRead More