Friday, October 12th, 2018

 

દાહોદમાં સ્વચ્છતા માટે નગર પાલિકા કાયદો બનાવશે!

અમદાવાદ કે વડોદરા જતી વખતે ગજવામાં લાયસન્સ રાખવાની અને શહેરની એન્ટ્રી સાથે જ સીટ બેલ્ટની તસ્દી સાથે ‘ફ્રેશ’ થવા અને થુંકવા સુદ્ધા માટે યોગ્ય સ્થળની તલાશ અને સાથે ખાસ કરીને બાંકડે બેસીને વિદશોની સ્વચ્છતા અને ત્યાંની પ્રજાની જાગૃતિ વીશેની વાતો વઘારીયે છીયે પણ સ્વચ્છતા માટે આપણું આ વર્તન આપણા પોતાના શહેરમાં છે કે નહીં તેનું સ્વ મૂલ્યાંકન હવે જરૂરી બન્યું છે. કારણ કે, આપણા સ્વાસ્થ્યની …અનુ. પાન. નં. 2 દંડ નહીં ભરે તો ફોજદારી પણ કરી શકાશે ગત મીટીંગમાં કાયદા અંગેનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. હવે તેની અમલવારી કરવાનીRead More


દાહોદમાં મોત બાદ બાળકીને રિફર કર્યાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

તબીબની નિષ્કાળજીને કારણે મોતનો પરિવારનો બળાપો : અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ પાંચ દિવસની બાળકીનું પોસ્ટ… દાહોદ શહેરના પરેલ વિસ્તાર સ્થિત ત્રણ રસ્તા ઉપર રહેતાં સુશીલાબેન હરિશચંદ્ર વર્માએ મહેર હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. 11/10/2018ના રોજ બાળકી બીમાર થતાં સુશીલાબેન અને જેઠાણી સુષ્માબેન શહેરના બસ સ્ટેશન સામે આવેલી બાળકોની કિલ્લોલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. તબીબની સલાહથી બાળકીને દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે સવારમાં તબીબે નાની છોકરીની સોનોગ્રાફી તથા બ્લડ રિપોર્ટ કરાવાયો હતો. બપોરના …અનુ. પાન. નં. 2 વોન્ટીલેટરની જરૂર હતી માટે રિફર કરી બાળકીને ઇન્ફેક્શન ઘણું હતું. તબિયતRead More


લગ્નના ઇરાદે બે સગીરાનું બળપૂર્વક અપહરણ કરાયું

દાહોદ. રાતડીયા ગામે ગત તા.6 ઓક્ટોબરે હીતેશકુમાર પટેલે સગીરાને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયો હતો. તેવી જ રીતે… દાહોદ. રાતડીયા ગામે ગત તા.6 ઓક્ટોબરે હીતેશકુમાર પટેલે સગીરાને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયો હતો. તેવી જ રીતે ખલતા ગરબડીની સગીરા તેના ભાઇ બહેન સાથે ધાનપુર ગણપતિ વિસર્જન જોવા ગઇ હતી.પરત આવતી વખતે પલ્સર બાઇક પર કાળુ મોહનીયા અને રાયસીંગ મોહનીયાએ ડુમકા ગામે ચોકડી પર સગીરાને રોકી હતી. રાકેશ મોહનીયા રાયસીંગ મોહનીયાની મદદથી સગીરાનું અપહરણ કરી ગયો હતો. More From Madhya Gujarat


પાડોશીએ સખી બન્યા બાદ ડુપ્લિકેટ ચાવી બનાવડાવી ઘરમાં ધાપ મારી!

દાહોદમાં ડુપ્લિકેટ ચાવીથી દાગીના-રોકડની ચોરી કરાઇ પોલીસ ફરિયાદનું કહેતાં માફી માંગી સામાન પરત કર્યો More From Madhya Gujarat


દાહોદમાં દુકાનેથી ઘરે જતાં વેપારીની એક્ટિવાની લૂંટ

ડેકીમાં વકરાના રૂપિયાની આશંકાથી કૃત્ય બાઇક સવાર 3 લૂંટારૂ સામે ગુનો દાખલ દાહોદ શહેરમાં દુકાન બંધ કરીને રાતના સમયે નોકરને ઘરે મુકવા જઇ રહેલાં વેપારીને ચાકલિયા રોડ વિસ્તારમાં રોકીને બાઇક સવાર ત્રણ લુટારુઓએ ઝપાઝપી કરી હતી. આ સાથે તેની પાસેની એક્ટિવા મોપેડ લુટીને ફરાર થઇ ગયા હતાં. વકરાના રૂપિયા ડેકીમાં હોવાની આશંકાના પગલે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. શહેર પોલીસે લુટ સબંધિ ગુનો દાખલ કર્યો છે. દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત અક્ષર-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 50 વર્ષિય ઘનશ્યામ ડાલચંદ પ્રીતમાણી 9 ઓક્ટોબરના રોજ રાત્રે પોતાની દુકાન બંધRead More