Wednesday, October 10th, 2018

 

દાહોદ જિલ્લામાં SP દ્વારા 14 PSIની આંતરિક બદલી

8 મથકનાં ફર્સ્ટ PSIને જેમના તેમ રખાયાં વહીવટી કારણોસર બદલીનો ગંજીફો ચીપાયો દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઇની પોલીસવડા દ્વારા બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. વહીવટી કારણોસર પોલીસ વડા દ્વારા નિર્ણય લઇને 14 પીએસઆઇની એક પોલીસ મથકથી બીજા પોલીસ મથકે મુકવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ વડા હીતેશ જોયસરે બદલીનો ગંજીફો ચીપ્યો છે.તેમાં દાહોદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતાં આર.આર રબારીને દાહોદ તાલુકાના સેકન્ડ પીએસઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે લીમખેડાના સેકન્ડ પીએસઆઇ આઇ.એમ સીસોદીયાને સાગટાળા ફસ્ટ પીએસઆઇ, સાગટાળાના એમ.એ દેસાઇને સાગટાળાથી સંજેલી, સંજેલીનાRead More


ભથવાડા ટોલનાકાથી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું

એસ્ટિમમાં મ.પ્ર.થી લાવતાં હતાં : 16 હજારની બોટલો જપ્ત દાહોદ-ગોધરા હાઇવે ઉપર ભથવાડા ટોલનાકા ઉપર પોલીસની નાકાબંધીમાં બપોરના સમયે એસ્ટીમ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દંપતિની પોલીસે ધરપકડ કરી હતી. 16 હજાર રૂપિયાની કિંમતની દારૂની 47 બ્રાન્ડેડ બોટલ જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના સારસા ગામના નવ ટાવર વિસ્તારમાં PWD સ્ટોર્સની પાસે રહેતાં ડાહ્યાભાઇ ગોરધનભાઇ વસાવા અને તેમના પત્ની ઉષાબેન વસાવા …અનુ. પાન. નં. 2 દારૂની હેરાફેરી કરતું સારસાનું દંપતિ ઝડપાયું. : સંતોષ જૈન More From Madhya Gujarat


દાહોદમાં ઓક્ટોબરનો આકરો મિજાજ, પારો 35ને પાર

દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનું અંતર : મે અને જુન જેવો તાપનો તિખારો કુલર, એસી, પંખાનો ધમધમાટ : 2017ની 10… દાહોદ શહેરમાં ચોમાસુ પૂર્ણ થવાના આરે છે ત્યારે આ દિવસોમાં અજબ વાતાવણ બની રહ્યું છે. સતત તીખા તડકાને કારણએ ઠંડકના સ્થાને ઉનાળાની અનુભૂતિ થઇ રહી છે. તાપના તપારાથી પારો 35 ડીગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો છે. ગરમીએ છેલ્લા કેટલાંક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજી તરફ રાતનો પારો 20 સે.ડીગ્રી જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહ આખો ગરમ રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં આ દિવસોમાં અધિકતમRead More


રતલમહાલ ખાતેના રીંછ અભયારણ્યમાં વન્ય પ્રાણી સપ્તાહ સેમિનાર યોજાયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો આવેલા અભ્યારણમાં વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના ઓળખ અને અંગે જનજાગૃતિ અંગેનો સાપ્તાહિક… દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકો આવેલા અભ્યારણમાં વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના ઓળખ અને અંગે જનજાગૃતિ અંગેનો સાપ્તાહિક સેમિનાર યોજવામાં આવ્યો હતો. વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના વડોદરા વન વિભાગના વિશેષ ઉપસ્થિત રહીને વનવિભાગના સ્ટાફ શાળાઓમાં વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજી બાગ ઝૂ માંથી અક્ષિત સુથાર જી.ઈ.સી તથા પ્રત્યુશ પાટણકર આ તજજ્ઞોએ દીપડાના રેસ્ક્યુ તેમજ અન્ય પ્રાણીઓના જતન અને વન્ય પ્રાણીઓને થતા રોગચાળા અંગે લેવાની કાળજી વિશે આપને માહિતી આપી હતીRead More


દાહોદમાં નવરાત્રીનો શ્રદ્ધા સાથે હરખભેર પ્રારંભ

9 બદલે 8 જ નવરાત્રી હોઈ યુવાધન નિરાશ દાહોદના વિવિધ વિસ્તારોમાં મા આદ્યા શક્તિની આરાધનાનું પવન પર્વ નવરાત્રિ બુધવારે રાતથી આરંભાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે આયોજન થયું છે. તો અનેક વિસ્તારોમાં જાતે જ ઝીલાતા શેરી ગરબાનું પણ આયોજન થયું છે. શહેરના મા શક્તિ નવરાત્રિ મહોત્સવ દ્વારા પણ દાહોદના સ્ટેશન રોડ સ્થિત કેશવ માધવ રંગમંચ ખાતે એક નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ ઉમટે છે. આ ગ્રુપ દ્વારા ચાર દિવસીય ગરબા વર્કશોપ પણ યોજ્યો હતો. આયોજકો અને વિવિધ ગરબા ગ્રુપ્સ દ્વારા પણ વહેલાસર ગરબાનો પ્રારંભ થાય તેRead More


દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વી.કેર પેથોલોજી લેબ, અમદાવાદના સયુંકત ઉપક્રમે તા.9 મી તેમજ 10 ઓક્ટોબર, 2018 ના રોજ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

    દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વી.કેર પેથોલોજી લેબ, અમદાવાદના સયુંકત ઉપક્રમે તા.9 મી તેમજ 10 ઓક્ટોબર, 2018 ના રોજ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયેલ હતો, જેમાં જીલ્લાના આશરે 292 મહિલા પોલીસ કર્મચારીઓએ લાભ લીધો હતો. જનતાની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા તૈનાત રહેતી એવી પોલીસ કર્મચારીઓને કામના ભારણના લીધે પોતાના શરીર પ્રત્યે ક્યારેય ધ્યાન આપી શકતા નથી. પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના રાત દિવસ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને જનતાને સુરક્ષા પુરી પાડતાં પોલીસ કર્મચારીઓનું પણ સ્વાસ્થ્યનું અવાર નવાર ચેકઅપ થવું જોઈએ. દાહોદRead More