Tuesday, October 9th, 2018

 

દાહોદ:ટ્રેનો ઉપર પથ્થરમારો રોકવા RPF માટે ફરજિયાત ગાંધીગીરી

અનાસથી માંડીને કાંસુડી સુધી 96 કિમી વિસ્તારમાં ટ્રેનો ઉપર પથ્થર મારો થતાં સ્થાનિક પ્રજા સાથે ‘દોસ્તી’નો નિર્ણય દાહોદ: હાથમાં ડંડા સાથે દાદાગીરી કરતો વ્યક્તિ એટલે RPF, રેલવે સુરક્ષા બળના જવાનની રેલવે ટ્રેક નજીકના ગામોમાં આ સામાન્ય છાપ છે. જોકે, ટ્રેનો પર વધેલી પથ્થરમારાની ઘટનાઓને જોતાં હવે RPFને ગ્રામ્ય પ્રજાને સમજાવવા માટે ગાંધીગીરીની ફરજ પડી છે. દાહોદના અનાસથી માંડીને ગોધરાના કાંસુડી વચ્ચે ટ્રેનો ઉપર પથ્થરમારાની વધેલી ઘટનાઓને જોતાં 96 કિમીના આ 25 ગામોમાં RPF દ્વારા ‘દોસ્તી’ ના અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનો ઉપર પથ્થર ફેંકવાથી શું મુશ્કેલી સર્જાય છેRead More


દાહોદમાં કુત્રિમ તળાવ પુરતી વેળા બે વાછરડાના મોતથી હોબાળા બાદ કામ બંધ

ડમ્પરની અડફેટે આવતાં સર્જાયેલા અકસ્માતથી લોકોમાં રોષ દાહોદ નગર પાલિકા તંત્ર દ્વારા વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવનો પ્રયોગ સદંતર નિષ્ફળ નીવડ્યા બાદ મંગળવારથી તેને પુન: પુરવાનું કામ આરંભાયું હતું. પાલિકા તંત્રની માલિકીના જે.સી.બી. અને ડમ્પર દ્વારા આ પૂરણકાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે બપોરના સમયે માટીથી બનેલા ટેકરા પાસે રખડતાં પશુઓ પૈકીના ત્રણ વાછરડા માટી ભરવા માટે જતાં જીજે-20-યુ-7070 નંબરના ડમ્ફરની અડફેટે આવી ગયા હતાં. તેના કારણે બે વાછરડાના ઘટના સ્થળે મોત થયા …અનુસંધાન પાના નં.2 More From Madhya Gujarat


ભથવાડા ટોલ નાકેથી 1.86 લાખનો વિદેશી દારૂ જપ્ત

હાલોલ અને મધ્ય પ્રદેશના ત્રણની ધરપકડ દાહોદ- ગોધરા હાઇને ઉપર ભથવાડા ટોલ નાકા ઉપરથી પોલીસે એક કારમાંથી 1.86 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂની હેરાફેરી કરી રહેલા હાલોલ અને મધ્ય પ્રદેશના મળીને ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશ તરફથી વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પીએસઆઇ બી.જી રાવલ સહિતના સ્ટાફે ભથવાડા ગામના ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. જીજે-03-એફઆર-3919 નંબરની મહેન્દ્રા એક્સયુવી કારને શંકાના આધારે રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. ત્યારે આ કારમાંથી 1,86,060 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂની1688 બોટલો મળી આવી હતી. આ મામલે કારમાં સવારRead More