Monday, October 8th, 2018

 

નવાગામની શાળામાં સુવિધા છતાં બદનામ કરવા આવેદન

શૌચાલય-ભૌતિક સુવિધાનો અભાવ અંગત કારણોસર છાત્રો ઉશ્કેરાયાં-આચાર્ય દાહોદ તાલુકાના નવાગામ ગામમાં આદિવાસી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં શૌચાલયની સુવિધા જ હોવાનો આક્ષેપ કરીને કેટલાંક લોકો દ્વારા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યા હતાં. આ સાથે તેમાં પાયાની સુવિધા ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ મામલે શાળાના ઇન્ચાર્જ આચાર્ય મહેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, શાળામાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેમજ વર્ગોમાં લાઇટ-પંખા વિગેરેની સુવિધા હોવા છતાં કોઇ પણ અંગત કારણોસર ઉશ્કેરાઇને વિદ્યાર્થીઓએ ખોટી રીતે આવેદન આપ્યું છે. આ સાથે 7મી તારીખે મળેલી વાલી મંડળની મીટીંગમાં પણ તમામ સુવિધાઓRead More


ગલાલિયાવાડથી 46 હજારનો દારૂ જપ્ત કરાયો

દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામે દ્રષ્ટિ નેત્રાલય પાછળ રહેતાં શ્યામ ભમ્મર સાંસી અને રામુ ભમ્મર સાંસીના ઘરો… દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામે દ્રષ્ટિ નેત્રાલય પાછળ રહેતાં શ્યામ ભમ્મર સાંસી અને રામુ ભમ્મર સાંસીના ઘરો પોલીસે રાતના દસ વાગ્યાના અરસામાં છાપો માર્યો હતો. તે વખતે ઘરમાં તપાસ દરમિયાન ઘરમાંથી 46900 રપિયાની વિદેશી દારૂની 554 બોટલો મળી આવી હતી. આ મામલે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. More From Madhya Gujarat


ટ્રેન ઉપરના હુમલા રોકવા દાહોદ RPF ગાંધીગીરી કરશે

હાથમાં ડંડા સાથે દાદાગીરી કરતો વ્યક્તિ એટલે RPF, રેલવે સુરક્ષા બળના જવાનની રેલવે ટ્રેક નજીકના ગામોમાં આ સામાન્ય છાપ છે. જોકે, ટ્રેનો ઉપર વધેલી પથ્થમારાની ઘટનાઓને જોતાં હવે RPFને ગ્રામ્ય પ્રજાને સમજાવવા માટે ગાંધીગીરીની ફરજ પડી છે. દાહોદના અનાસથી માંડીને ગોધરાના કાંસુડી વચ્ચે ટ્રેનો ઉપર પથ્થરમારાની વધેલી ઘટનાઓને જોતાં 96 કિમીના આ 25 ગામોમાં RPF દ્વારા ‘દોસ્તી’ ના અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનો ઉપર પથ્થર ફેંકવાથી શું મુશ્કેલી સર્જાય છે તે સમજાવા કાંસુડીથી માંડીને અનાસ સુધીમાં ચંચેલાવ, સંતરોડ પીપલોદ, લીમખેડા, મંગલમહુડી, ઉસરા, જેકોટ, રેટીંયા, બોરડી સહિતના રેલવે ટ્રેકનીRead More


દાહોદમાં ખાલી કરાયેલું કૃત્રિમ તળાવનું પાણી કુદરતી રીતે પાછુ ભરાઇ ગયું !

મચ્છરજન્ય બીમારી માટે કારણભૂત હોવાના આક્ષેપ તંત્ર દ્વારા યોગ્ય જાહેરાત ન થતાં લોકો સમજી શક્યા નહીં દાહોદ નગર પાલિકા દ્વારા તાજેતરમાં ગણેશ પ્રતિમાઓ અને તાજીયા વિસર્જન માટે અમીન પેટ્રોલ પમ્પ પાસેના ખુલ્લા પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય જાહેરાત નહીં થતા અને લોકોને સમજાવી શકવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું હોવાની લાગણીને લઈને આ આખો પ્રોજેક્ટ નિષ્ફળતાને વર્યો હતો. બાદમાં એક સપ્તાહના અંતે બીજા રવિવારે તંત્ર દ્વારા તળાવને ખાલી કરવાનું કામ શરુ થયું હતું. જે એક સપ્તાહે પૂર્ણ થયું હતું। જો કે ખાલી થયેલ આ કૃત્રિમRead More


આવતીકાલથી દાહોદવાસી�ઓ ગરબાના તાલે રંગાવવા તૈયાર

મોંઘવારી અને મંદીથી આયોજકો અને ખેલૈયાઓમાં નિરસતા બંને વૈષ્ણવ હવેલીઓમાં સાંજના સમયે ભક્તિ ગરબા યોજાશે … હિંદુ પર્વોમાં સૌથી લાંબી ઇનિંગ ધરાવતા નવરાત્રિ મહોત્સવનો બુધવારથી શુભારંભ થશે. આ માટેની મેદાન સમથળ કરવાથી લઇ જે તે વિસ્તારમાં ગાયક વૃંદ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓ સંપન્ન થઇ ચુકી છે. ભગવાન શ્રીકૃષ્ણ, ગોપીઓ સંગ રાસલીલા રમતા તે પરંપરા મુજબ દેસાઈવાડ અને ગુજરાતીવાડની વૈષ્ણવ હવેલીઓમાં આજથી સાંજના સમયે દર્શન બાદ મોટી સંખ્યામાં એકઠા થતા ભક્તો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગરબાનું આયોજન થયું છે. ઠેકઠેકાણે જે તે દિવસે દાતાઓ દ્વારા ગરબેRead More