October, 2018

 

Dahod Jhalod Diwali 2018 at New jersey Photos & videos

Dahod Jhalod Diwali 2018 at New jersey Photos & videos Here are Video Links for dahod Jhalod Diwali celebration at NEW jersey 2018 Watch out for splendid performances and great dances by all. one of the memorable Diwali Party. We wish all a Happy Diwali and New year. https://www.facebook.com/GopiNRinku/videos/10156787114308209/ regards, Gopi & Sachin Desai


દાહોદમાં Rs.300નું નુકસાન વેઠી માર્કેટમાં જ પાક વેચતાં ખેડૂતો

મકાઇ-ડાંગરનો ટેકાનો ભાવ જાહેર કરાયો છતાં નિરસતા : 17 દિવસમાં માત્ર 19 ખેડૂતો દ્વારા રસ દાખવાયો મકાઇ: ટેકાનો… ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં મકાઇ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. 13 ઓક્ટોબરના રોજ મંત્રી જશવંતસિંહ ભાભોરના અને મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદીનો પ્રારંભ આવ્યો હતો. ટેકાનો પ્રતિ ક્વિન્ટલે મકાઇનો 1700 અને ડાંગરનો 1770 ભાવ નક્કી કરાયા હતો. ઉદ્ઘાટન સમયે ખેડૂતોએ 32 ક્વિન્ટલ ઉપર મકાઇનું વેચાણ કરી Rs.54,400નું વળતર મેળવ્યુ હતું. જોકે, ત્યાર બાદ 17 દિવસના સમયRead More


સમી સાંજે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો

રાછવામાં પરિવારની નજર સામે જ લઇ ગયો બાળકીને દીપડાે 60 મીટર સુધી ઢસડી ગયો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામના ખોબરા ફળિયામાં નરપતસિહ ધનાભાઈ પટેલીયાની ચાર વર્ષિય દિકરી નિલેશ્વરીબેન સાંજના છ વાગ્યાના અરસામાં ઘર આંગણે રમી રહી હતી. તે વખતે આવેલા દીપડાએ બાળકી ઉપર હુમલો કરીને તેને ૬૦ મીટર દૂર સુધી ધસડી જતાં દોડધામ મચી ગઇ હતી.પરિવારની નજર સામે જ દીપડો બાળકીને લઇ જતા બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દેકારા પડકારા સાથે ટોળાએ દીપડાનો પીછો કરતાં તે બાળકીને તુવરના ખેતરમાં છોડીને કોતર તરફ ભાગી છુટ્યો હતો. દીપડાના …અનુ.Read More


કંરબા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ખેડૂત ગ્રામ સભા

દિપ પ્રાગટય સાથે વિશાળ જનમેદની ઉમટી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ખાતે એકતા રથયાત્રા અંતર્ગત ખેડૂત ગ્રામ સભા ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ ગુજરાતના સરદાર સરોવર ડેમ ખાતે કર્યું છે. જે દેશ-દુનિયામાં એકતાનો સંદેશો ફેલાવવા માટે પ્રેરણારૂપ બની રહેશે. કાર્યક્રમમાં પોલીસ વડા હિતેશકુમાર જોયશર, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદારની પ્રતિમાને મંત્રી મહાનુભાવોએ પુષ્પાંજલી સાથે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા. More From Madhya Gujarat


દાહોદ ડિવિઝનમાં 2.980 કરોડ રૂપિયાના દારૂનો નાશ

દાહોદ ડિવિઝનમાં દાહોદ શહેર, દાહોદ તાલુકા, કતવારા, જેસાવાડા અને ગરબાડા પોલીસ મથકના વિદેશી દારૂના જથ્થાનો ઝાલોદ… દાહોદ ડિવિઝનમાં દાહોદ શહેર, દાહોદ તાલુકા, કતવારા, જેસાવાડા અને ગરબાડા પોલીસ મથકના વિદેશી દારૂના જથ્થાનો ઝાલોદ રોડ સ્થિત પીસીસી ફેક્ટરી હતી તે સ્થળે નાશ કરાયો હતો. 2.90 કરોડ રૂપિયાની કિંમતની 2.50 લાખ બોટલો ઉપર બુલડોઝર ફેરવાયું હતું. સવારથી શરૂ થયેલી કામગીરી મોડી સાંજ સુધી ચાલુ હતી. તસવીર-સંતોષ જૈન More From Madhya Gujarat


ડભોઇની ચોરીમાં ફરાર આરોપી ઝડપાયો

દાહોદ. ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શનમાં આર.આર.સેલ પંચમહાલ રેન્જ ગોધરા પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા… દાહોદ. ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શનમાં આર.આર.સેલ પંચમહાલ રેન્જ ગોધરા પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા સ્ટાફ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ જારી રાખતા આજરોજ માહિતી આધારે ડભોઇ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી રહે. દેવગઢ બારિયા તાલુકાના પાચીયાશાળ દિનેશ શંકર કોળીને બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા ઝડપી પાડી તેને ડભોઇ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે. More From Madhya Gujarat


ડાકણની શંકામાં મહિલાને માર માર્યો

દાહોદ.દાહોદ તાલુકાના ખરોદા ગામનમા તળ થાણા ફળિયામાં રહેતી ભુરીબેન પુંજાભાઇ નીનામા તથા દીતાભાઇ કરસનભાઇ નીનામાએ… દાહોદ.દાહોદ તાલુકાના ખરોદા ગામનમા તળ થાણા ફળિયામાં રહેતી ભુરીબેન પુંજાભાઇ નીનામા તથા દીતાભાઇ કરસનભાઇ નીનામાએ ફળિયામાં રહેતી એક આધેડ મહિલાને ગાળો બોલી તું ડાકણ છે અને અમારા ઘરના માણસોને બિમાર રાખે છે. તેમ કહી ગડદાપાટુનો ગેબી માર મારી પીઠ પાછળ તથા પેટના ભાગે ઇજાઓ પહોંચાડી મોતની ધમકી આપી હતી. આ મામલે કાળુભાઇ નીનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. More From Madhya Gujarat


બાઇક પરથી પટકાતાં હાથ ફ્રેક્ચર

દાહોદ. તોયણીના માવીસંગભાઇ પટેલના ભાઇ અભેસીંગ પટેલની બાઇક પર પાછળ ભાઇ ને બેસાડી બાઇક પર બેસાડીને જઇ રહ્યા હતાં…. દાહોદ. તોયણીના માવીસંગભાઇ પટેલના ભાઇ અભેસીંગ પટેલની બાઇક પર પાછળ ભાઇ ને બેસાડી બાઇક પર બેસાડીને જઇ રહ્યા હતાં. ગામમાં વળાંકમાં સામેથી એક બાઇક આવી જતાં તેમની બાઇક રોડ સાઇડમાં ઉતરી ગઇ હતી. જેથી અભેસીંગ રોડ પર પટકાતાં ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. More From Madhya Gujarat


પીપદરામાં ફાઇનાન્સ કંપનીના કર્મી પાસેથી લૂંટ કરનાર જેસાવાડાથી ઝડપાયો

કર્મી પાસેથી 1.29 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતાં More From Madhya Gujarat


નવ વર્ષથી ફરાર લૂંટારૂં ગમલાથી ઝડપાયો

દાહોદ. પોલીસ અધિક્ષક હિતેષ જોયસરે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ તેમજ ગેંગને ઝડપવા માટે જીલ્લા એસઓજી… દાહોદ. પોલીસ અધિક્ષક હિતેષ જોયસરે દાહોદ જિલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ તેમજ ગેંગને ઝડપવા માટે જીલ્લા એસઓજી તથા એલસીબી તેમજ પેરોલ ફર્લો, એસઆરપીના જવાનોને સાથે રાખી કોમ્બીંગ કરવા સુચના આપી હતી. જે અનુસંધાને કતવારામાં નાસતા ફરતા આરોપીઓના આશ્રમ સ્થાને ઉપર કોમ્બીંગ દરમિયાન બાતમી આધારે દાહોદ ટાઉન પો.સ્ટે.ના લૂંટ, ધાડ, ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ ગમલાનો દિલીપભાઇ સંગાડીયાને ઝડપી પાડ્યો હતો. More From Madhya Gujarat