Wednesday, September 5th, 2018

 

દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના મામલતદારને આપ્યું આવેદનપત્ર

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ તા.૦૫/૦૯/૨૦૧૮ બુધવારે અંદાજે ૦૩:૩૦ કલાકે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફ કરો ના સંદર્ભે આજે દાહોદ તાલુકા પ્રાંત અધિકારી / મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્ર આપવામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ, માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત નિકુંજ મેડા, નૈણાસિંહ બાકલીયા મહામંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ, મોઇનુદ્દીન કાઝી પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.