July, 2018

 

દાહોદમાં છેલ્લા 20 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ, ગૌરી વ્રતની જાગરણની પણ અંધારામાં ઉજવી : પાલિકા તંત્ર નિંદ્રાધીન કેમ????

    દાહોદમાં છેલ્લા 20 દિવસથી લાઈટો બંધ છે. વરસાદના એક ઝાપટામાં 70 ટાકા ગામ અંધારપટમાં કેમ? લાઈટ – વીજળી ને પાણી મૂળભૂત સુવિધાઓ છે. પછી દાહોદના મુખ્ય વિસ્તાર સ્ટેશન રોડ, પડાવ રોડ, ગોવિંદનગર, ચાકલિયા રોડ, પડાવ ચોકી પાસેનો વિસ્તાર આ તમામ જગ્યાએ કેટલાક દિવસોથી બત્તી ગુલ છે. અને અનેક લોકોએ અનેકો રજુઆત કરી છે. અને પાલિકા સત્તાધીશો અને અધિકારીઓને ધ્યાન દોર્યું છતા પણ કોઈ નિકાલ નથી. આનાથી તહવારોમાં તકલીફ પડી છે. હાલમાં જ ગૌરીવ્રત હોઈ છોકરીઓ રોજ સાંજે સ્ટેશન રોડ પર ફરવા જતી હોય છે, પરંતુ તેમ છતાં આRead More


🅱reaking દાહોદ : દાહોદ નગર પાલિકામાં ખાતાઓ ફળવાતા અસંતોષ, પાલિકાના 4 સભ્યોના ચેરમેન પદેથી આપ્યા રાજીનામાં

      દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકામાં ખાતાઓ ફળવાતા અસંતોષ થતા નગર પાલિકાના 4 સભ્યોએ ચેરમેન પદેથી આપ્યા રાજીનામાં. ચેરમેનશીપ અને ખાતાઓની ફાળવણી બાબતે કાયમી ધોરણે અવગણના થતા રોષ. પોતાના મળતીયાઓને મલાઈદાર ખાતાઓ ફાળવી સિનિયર સભ્યોની અવગણના કરતા સમગ્ર ઘટના બની. દાહોદ શહેર ભાજપ ઉપપ્રમુખ સત્યેન્દ્રસિંહ સોલંકી એ પણ પાલિકાની ખાતો અને ચેમેનશીપ ને લઈ અસંતોષ વ્યક્ત કરતા જિલ્લા સંગઠનમાંથી આપ્યું રાજીનામુ ત્યારે પાલિકાના જવાબદારોનું સૂચક મૌન સામે આવ્યું હતું અને આ બાબતે કઇ પણ કહેવાનો કર્યો ઇનકાર. આવનારા સમયમાં ભાજપના સભ્યો પદેથી પણ રાજીનામાંRead More


🅱reaking Dahod – દાહોદના સંજેલીમાં બે કોમ ના ટોળા સામ સામે ગાડીઓ ફૂંકી

    This News is Powered By Rahul Honda I 🅱reaking Dahod દાહોદના સંજેલીમાં બે કોમ ના ટોળા સામ સામે હિંદુ છોકરો મુસ્લિમ યુવતી ને ભગાડી જતા બીચકયો છે મામલો મુસ્લિમ ટોળાએ છોકરાના ઘરે આવીને જીપ અને સ્કુટરો ને આગ ચાંપી અને આગ ચપતાની સાથે બંને કોમોના ટોળા આવ્યા સેમ સામે અલ્લા હો અકબરના ટોળાએ લગાવ્યા નારા સંજેલી પોલીસ સ્થિતિ પર કાબુ કરવામાં નિષ્ફળ દાહોદ જિલ્લા પોલીસ વડાએ મોકલી દાહોદ થઈ પોલીસ ટુકડીઓ સંજેલીમાં હજી પણ ટોળા સામસામે . દાહોદ થી પોલીસ પહોંચ્યા પછી સ્થિતિ આવી કાબુમાં.


🅱️reaking : દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદ સ્માર્ટ સિટી સંદર્ભે યોજાઈ પત્રકારો જોડે પ્રેસ કોન્ફરેન્સ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ જેમાં. . . . દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત બેઇઝડ ડેવલપમેન્ટ માટે ૩૯ પ્રોજેકટસ માટે ૧૦૩૭.૯૮ કરોડ ખર્ચાશે. દાહોદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સીટી બસ સુવિધા ઉપલબ્ધ કરાશે. નગરમાં બાળકો સીનીયર સીટીઝન યુવા વર્ગ તમામને ધ્યાને લઇ સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. : કલેક્ટર વિજય ખરાડી ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દાહોદને તા. ૨૩/૬/૨૦૧૭ના રોજ સ્માર્ટ સીટી તરીકે ત્રીજા તબકકામાં જાહેર કરવામાં આવ્યુ છે. દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટેRead More


હરિયાણાની સાહસિક યુવતીની સોમનાથ થી નેપાળના પશુપતીનાથ મહાદેવ મંદિર સુધીના સાયકલ પ્રવાસ પર : આજે પહોંચી દાહોદ

    હરિયાણાની સાહસિક યુવતી દ્વારા સોમનાથ થી પશુપતિનાથ મહાદેવ મંદિર, નેપાળ સુધીનો સોલો સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યુવતી 40 દિવસમાં 5,000 કીમીનું અંતર કાપશે. હરિયાણાની 30 વર્ષની સુનિતાસિંહ ચોકન નામની આ  યુવતીએ પર્યાવરણનુ જતન અને બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે આ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. તેઓ એક કલાકમાં આશરે 30 કી.મી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે છે અને તેઓ 23મી ઓગસ્ટે 40 માં દિવસે નેપાળમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પહોચશે. સુનિતાસિંહ ચોકન કન્યાકુમારી થી કાશ્મીર સુધીની સાયકલ યાત્રા ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય અતિRead More


દાહોદના દુકાળપુરા વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા સાથે દાહોદ પ્રાશાસન સહિત આરોગ્ય વિભાગ એલર્ટ

      કોલેરાગ્રસ્ત/ ભયગ્રસ્ત વિસ્તાર માટે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર દાહોદની નિમણૂક કરાઇઝાડા ઉલટીના લક્ષણો જણાતા તાત્કાલિક આરોગ્ય સારવાર લેવા કલેક્ટરની જાહેર જનતાને અપીલ દાહોદ શહેરના દુકાળપુરા વિસ્તારમાં રહેતા વયોવૃધ્ધ રહીશાબીબી ગુલામનબી નીલગર ઉંમર વર્ષ ૭૭ ને ઝાડા થતાં તા.૧૪-૭-૨૦૧૮ના રોજ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરી આખો દિવસ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓની તબિયત વધારે કથળતાં તેઓને મોડી સાંજે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ / મેડિકલ કોલેજમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર સહિત જરૂરી રીપોર્ટ કરતાં કોલેરા પોઝિટીવ જણાઇ આવ્યો હતો. તેની જાણ જિલ્લા વહીવટીતંત્રનેRead More


ડુપ્લીકેટ ચલણી નોટોના ગુન્હામાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ત્રણ આરોપીઓની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી પ્રિન્ટિંગ મશીન તથા સાધનો કબજે કરી સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ કરતી SOG દાહોદ

    દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOG PSI એન. જે. પંચાલ તથા SOG સ્ટાફના માણસોએ તા.૦૨/૦૭/૨૦૧૮ના રોજ જુદા જુદા દરની બનાવટની ડુપ્લીકેટ નોટ નંગ ૧૮૩ કુલ ₹.૧,૭૪,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયેલ જે સંબંધે સંજેલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૦/૧૮ ઈ.પી.કો.કલમ ૪૮૯ (ખ), (ગ) ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર કરેલ જે ગુનામાં અગાઉ કુલ ત્રણ આરોપીઓ ડુપ્લીકેટ ચલણી નોટો તથા ગાડી સાથે ઝડપી પાડેલ હતા. જેઓના રિમાન્ડ દરમિયાન ગુનાના મૂળ સુધી પહોંચી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા સારું પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહનાઓએ SOG PSI એન.જે. પંચાલનાઓને જરૂરી સુચન અને માર્ગદર્શનRead More


દાહોદ શહેરમાં ઐતિહાસિક 9 કરોડના ખર્ચે એવી 9 નવીન સુવિધાઓનું કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા

  THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે 16 જૂનના રોજ એક અનેરો અવસર હોય તેમ દાહોદને સ્માર્ટ બનાવવાની નેમ ને આગળ વધારતા દાહોદ નગર સેવા સદન દ્વારા કુલ 7 નવીન લોકઉપયોગી સુવિધા જેવી કે પંડિત દિન દયાલ ઓડિટોરિયમ, કેશવ માધવ રંગમંચ, સરદાર પટેલ રમત ગમત સંકુલ, નવજીવન ઉદ્યાન, ફિટ એન્ડ ફાઇન જિમ (મહિલા), નાદ સ્પંદન સંગીત એકેડેમી અને મોક્ષ રથ, જ્યારે પશ્ચિમ રેલવે વિભાગમાં એક ઉદ્યાન અને ગોદી રોડ સ્થિત ટિકિટ બારી નં.3 નું અને ફૂટ ઓવર નું કામપૂર્ણ કરી લોકાર્પણ કરાયું હતું.Read More


વોઇસ ઓફ ટી.ડી.એન.ના 5 મ્યુઝીક મેલોડી દાહોદ તથા હાર્મની ક્લબ ગોધરા આયોજિત ઓડિશન દાહોદ ખાતે યોજાયુ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રોટરી ભવન ખાતે આજે તા.૧૫/૦૭/૨૦૧૮ રવિવારના રોજ વોદિસ ઓફ ટી.ડી.એન.ના 5 મ્યુઝીક મેલોડી દાહોદ તથા હાર્મની ક્લબ ગોધરા આયોજિત ઓડિશન રાખવામાં આવ્યું. દાહોદ, પંચમહાલ, ખેડા અને મહીસાગર એમ 4 જિલ્લા વચ્ચે સિગિંગ સ્પર્ધા યોજાનાર છે જેની પસંદગી વિલિયમભાઈ ક્રિશ્વયન તથા નારાયણભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. આ સમારંભનું દીપપ્રગટ્ય દાહોદ નગર પાલિકાના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું તથા રોટરી ક્લબના ચેરમેન રોટરીયન સી.વી.ઉપાધ્યાય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


દાહોદના ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે 24 કલાક બ્લડબેંકની શરૂઆત : દાહોદ જિલ્લા માટે આશીર્વાદ સમાન

    THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ દાહોદમાં શરુ થઇ છે ત્યારથી દાહોદમાં અનેક નવીન અને અદ્યતન સુવિધાઓનો લાભ દાહોદ વાસીઓને ઝાયડસ આપવાના સતત પ્રયત્ન કરીને આપી રહ્યું છે. જેના ભાગ રૂપે પહેલા ઈન બિલ્ટ ઓક્સિજન સેવા જેમાં 24 કલાક દર્દીઓને ઓક્સિજન મળી શકે. અને આજે દાહોદ ઝાયડસ ખાતે એક બ્લડબેંકની શરૂઆત કરવામાં આવી હતી અને આ બ્લડબેંકમાં 200 યુનિટ બ્લડ બેગ સ્ટોર કરવાની ફેસિલિટી રાખવામાં આવી છે. એક્સિડેન્ટના કારણે, અન્ય બીમારીઓના કારણે અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં સિકલ સેલના પેશન્ટો વધુ જોવાRead More