Thursday, June 21st, 2018

 

દાહોદ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

    THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS દાહોદ વિશ્વ યોગ દિવસ નિમીત્તે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસે સવારે ૦૨:૦૦ કલાક ૦૬:૦૦ વાગ્યા થી ૦૮:૦૦ વાગ્યા સુધી એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ૭ (સાત) જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ પોલીસ પરેડ ગાઉન્ડ ઉપર વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગર સેવા સદન દ્વારા કેશવ માધવ રંગ મંચ, રેલ્વે દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ,Read More


દાહોદના રળીયાતીમાં એક મહિલાની હત્યાથી સનસનાટી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રળીયાતી ગામના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં એક આધેડ મહિલાની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. રળીયાતી ગામે રહેતા વાલીબેન નિનામાંની બપોરે વાડીમાં કામે ગયા ત્યાં થઈ હત્યા. તેમના ભાઈ વાલા ડામોરના કહેવા મુજબ શરીર ઉપરથી તમામ દાગીના લૂંટી લેવાય હતા. તથા પથ્થરો મારી હત્યા કરી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઘટનાની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને સિવિલમાં પી.એમ માટે મોકલી દેવાઈ હતી. વાલીબેનના પરિવાર શોકમાં ગમગીન થઈ ગયો. પોલીસે ગુનોRead More