April, 2018

 

દાહોદ જિલ્લામાં ભાજપ અને કોગ્રેસ દ્વારા આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

      14 મી એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો .જેમાં દાહોદ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ, ધારા સભ્યો વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારીયા અને ભાવેશ કટારા માજી સંસદ પ્રભાબેન તાવીયાડ તેમજ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને સ્વામી વિવેકાનંદ ચોક, સ્ટેશન રોડ, દાહોદ ખાતે સવારના 10.30 કલાકે એકત્રીત થઈ પદયાત્રા કરતા ભગીની સમાજ થઈ યાદગાર ચોક થી આંબેડકર ચોક ખાતે પહોંચી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામા આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરનીRead More


કોંગ્રેસે સંસદ ન ચાલવા દેતા દાહોદમાં સાંસદ જશવંતસિંહજી ભાભોરની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો, કાઉંસિલરો અને હોદ્દેદારો ઉપવાસ પર બેઠા

  દેશની લોકશાહીના સૌથી મોટા મંદિર લોકસભાની ગરિમાને લાંછન લગાવી સતત વિક્ષેપ ઉભા કરવાનુ દુષ્કૃત્ય કોંગ્રેસ કરી રહી છે,જે કૃત્ય નિદંનીય અને વખોડવા લાયક છે. કોંગ્રેસની આવી હલકી રાજનીતિના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી તરફથી દેશ વ્યાપી ધરણાનો કાર્યક્રમ રાખેલ છે જેના અનુસંધાને દાહોદમાં પણ માન.સંસદ સભ્ય જસવંતસિંહજી ભાભોરના નેતૃત્વમા ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જીલ્લા પ્રભારી અમિતભાઇ ઠાકર, જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જીલ્લાના ધારાસભ્યો, તાલુકાના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, જીલ્લાના આગેવાન કાર્યકરો, વિવિઘ મોરચાના પદાધિકારીઓ, વિવિઘ મંડળના આગેવાન તથા કાર્યકરો આજ રોજ સવારના ૧૧:૦૦ થી સાંજનાRead More


દાહોદ જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમારનો સન્માન સહ ભાવભીનો વિદાય સમારંભ યોજાયો

  દાહોદ જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર છેલ્લા ૧૧ મહિનાના ટૂંકાગાળામાં સંવેદનશીલ નિષ્ઠાવાન મહેનતુ, ખંતીલા અને ચીવટાઇથી કામ કરવાની ઉચ્ચ અધિકારી તરીકેની ફરજો બજાવી જે.રંજીથકુમારની ગુજરાત રાજય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી થતાં તેઓનો સન્માન સાથેનો ભાવભીનો વિદાય સમારંભ દાહોદ, મહેસુલ વિભાગ દ્વારા જલારામ પાર્ટી પ્લોટ, ગોધરા રોડ ખાતે યોજાયો હતો. ટૂંકા ગાળામાં દાહોદ જિલ્લામાં લોકચાહના મેળવનાર જિલ્લા કલેકટર જે.રંજીથકુમારે વિદાય લેતા જણાવ્યું હતું કે કોઇપણ અધિકારીને જે તે ક્ષેત્રમાં મળેલી સફળતાનું શ્રેય તેઓની હાથ નીચેના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક અદા કરેલી ફરજોને ફાળે જાય છે.Read More


દાહોદ D. D. O. (જિલ્લા વિકાસ અધિકારી) શ્રી સુજલકુમાર મયાત્રાનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો

  દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા નિષ્ઠાવાન જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રાની રાજય સરકાર દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર તરીકે બઢતી સાથે બદલી થતાં તેઓનો ભાવભીનો વિદાય સમારંભ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સંકુલ ખાતે યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર જે.રંજીથકુમારે વિદાય લેતા સુજલકુમાર મયાત્રાને શાલ ઓઢાડી, શ્રીફળ અને પુ્ષ્પગુચ્છ આપતાં બઢતી સાથે બદલી થવા બદલ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે કોઇપણ અધિકારીને જે તે ક્ષેત્રમાં મળેલી સફળતાનું શ્રેય તેઓની હાથ નીચેના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક અદા કરેલી ફરજોને ફાળે જાય છે. ત્યારે સુજલકુમાર મયાત્રાRead More


દાહોદના બાવકા ગામના મુળકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ અંતર્ગત બાળકોનુ શૈક્ષણિક મુલ્યાંકન કરતા જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમ વીર સિંહ

  બાળકોને શિક્ષણની સાથે નિડરતા પ્રમાણિકતાના સંસ્કારો સાથે ઉત્તમ નાગરિક બને તેવા પ્રયાસો કરીએ, વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળામાં મોકલશે તો જ રાજય સરકારના શૈક્ષણિક કાર્યક્રમો સાર્થક થશે. – જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહ દાહોદ જિલ્લામાં રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના બે દિવસીય આઠમા-ગુણોત્સવનો શુભારંભ થયો છે. આ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમ વીર સિંહ દાહોદ તાલુકાના બાવકા ગામના મુળકા ફળિયા વર્ગ ખાતે ધો. ૧ થી ૮ ના બાળકો સાથે વર્ગ ખંડમાં જઇ ઓતપ્રોત થઇ બાળકોનું વાંચન, લેખન, ગણનનું મુલ્યાંકન કર્યું હતું.Read More


દાહોદ I. T. I. ખાતે ૧૦મી એપ્રિલે મેગા જોબફેર ભરતી મેળો યોજાશે : જિલ્લાના બેરોજગાર ઉમેદવારો માટે રોજગારીની ઉત્તમ તક

  હાલ સરકારી નોકરી માટેની તકો ખુબજ મર્યાદિત છે. જયારે ઔધોગિક ક્ષેત્રનો ખુબ વિકાસ થઈ રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના ઉધોગોમાં કુશળ તેમજ બિનકુશળ ઉમેદવારોની મોટા પ્રમાણમાં ભરતીઓ કરવામાં આવતી હોય છે. હાલમાં આવી વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓ માટે મેગા જોબફેર તા.૧૦/૦૪/૨૦૧૮ ના સવારે ૧૦:૦૦ કલાકથી આઈ.ટી.આઈ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. રાજયના જુદા જુદા ઔધોગિક એકમો /નોકરી દાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. જો તમે આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તો તમામ અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલો. પાસપોર્ટ ચાઈઝના ફોટા સાથેRead More


દાહોદ APMC ચૂંટણીમાં 2 ધારાસભ્યો હાર્યા, ચેરમેન ભાજપના બનવાનું નક્કી

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તાજેતરમાં થયેલ APMC ની ચૂંટણીના પરિણામો ગઈ કાલે મોડે સુધી આવ્યા હતા. જેમાં દાહોદ ખેડૂત વિભાગમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ૮ માંથી ૪ -૪ ઉપર વિજયી બન્યા હતા જેમાં જીતનાર ભાજપના મુકેશ ઘોતી, કનૈયા કિશોરી, ભરતસિંહ સોલંકી, નિલેશ બડડવાલ જીત્યા હતા જયારે કોંગ્રેસ તરફે નિકુંજ મેડા, હરીશ નાયક, હર્ષદ નીનામા અને નૈણાંસિંહ જીત્યા હતા. ખેડૂત વિભાગની ચૂંટણી રસાકસી ભરી હતી જેમાં માજી ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય અને ધારાસભ્યના ઉમેદવારો ઉભા હતા તે તમામ દિગ્જ્જો હાર્યા હતા. જયારે વેપારીની પેનલમાંથીRead More


દાહોદ : ટી.બી.ના કર્મચારીઓ પેનડ્રોપ હડતાલ પર : આજે જિલ્લા ક્ષય કેન્દ્રની કરી તાળાબંદી

  સમગ્ર રાજ્ય ની જેમ દાહોદ જિલ્લાના ટી.બી કર્મચારીઓ છેલ્લા ૪ દિવસથી પેનડ્રોપ હડતાલ પર છે. અને આ કર્મચારીઓ જે વર્ષોથી ટી.બી વિભાગમાં ફરજ નિભાવે છે અને કેન્દ્ર સરકારની N.R.H.M.ના નેજા હેઠળ ચાલતો પ્રોગ્રામ છે. આ કર્મચારીઓની વર્ષો જૂની માંગ  છે કે તેઓને કાયમી કરવામાં આવે અને તેમના પગાર પણ વધારવામાં આવે. હરિયાણા અને અન્ય રાજ્ય સરકારો જો આવા કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં???  આવી રજૂઆતો સરકારમાં અનેક વાર કરી હોવા છતાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય ન લેતા આજે દાહોદ જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓએ તાળાબંદીનોRead More


દાહોદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

  દાહોદ શહેરમાં વેપાર ઉધોગ, શહેરીકરણ, વસતી ગિચતા તથા વાહનોની સંખ્યામાં થયેલ વધારાને કારણે શહેરના માર્ગો ઉપર ટ્રાફીકનું ભારણ વધ્યું છે. શહેરમાં વેપાર ઉધોગ અને ભારે વાહનોના પ્રવેશના કારણે પણ સાકડા માર્ગો ઉપર ટ્રાફિકને લગતા પ્રશ્નો ઉદભવે છે. જેના કારણે જાહેર જનતાને અવર-જવરમાં અગવડ પડે છે. જેથી જાહેર હિતમાં શહેરના માર્ગોનો સુયોગ્ય ઉપયોગ અને ટ્રાફિકનું નિયમન કરવા આવશ્યક જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદ જે.રંજીથકુમારે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (ખ) હેઠળ દાહોદ નગર વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે આ મુજબની અમલવારી કરાવવા હુકમ કરેલ છે તદ્નુસાર મહાત્મા ગાંધી રોડ ઉપર ગાંધી ચોકથી જનતાRead More