March, 2018

 

વિશ્વને ટીબી મુક્ત કરવા દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય (TB) દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

PRAVIN PARMAR – DAHOD   દર વર્ષે ૨૪ માર્ચને વિશ્વ ક્ષય દિન તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો સંદેશો *”વિશ્વને ટીબી મુક્ત કરવા માટે આગેવાનોની જરૂર છે”* તે મુજબ દાહોદ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આજ રોજ તા.૨૭/૦૩/૨૦૧૮ મંગળવારના રોજ સવારમાં આશરે ૦૯:૦૦ કલાકે જનસમુદાયમાં ક્ષય (TB) રોગ અંગેની જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર જે.રંજીથકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ, જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયાત્રા, દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એચ.પાઠક, સિવિલ સર્જન ડો. આર.એમ.પટેલ, જિલ્લા ક્ષયRead More


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ધામધૂમથી ઉજવણી કરી ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી

PRAVIN PARMAR – DAHOD   આજરોજ ચૈત્રી નવરાત્રીમાં નોમના દિવસે એટલે કે રામનવમી ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરના ૧૨:૩૯ કલાકે રામજી મંદિરથી રામ ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હત. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા દુર્ગાવાહિની ના કાર્યકર્તાઓ તથા નગરજનો જોડાયા હતા. આ શોભાયાત્રા રામજી મંદિરથી ડબગરવાડ થી ગૌશાળા થઈ પડાવ વાળા રસ્તે થઇ નેતાજી બજાર થી પરત ગાડી રોડ પાર આવેલ રામજી મંદિરે પરત આવી ત્યાં ભગવાન રામની સમૂહ માં આરતી કરવામાં આવી ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ ભક્તો રવાના થયા.આમ દર વર્ષની માફક આ વર્ષેRead More


દાહોદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું

KEYUR PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે એક રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન આજ રોજ તા.૨૪/૦૩/૨૦૧૮ શનિવારે કરવામાં આવ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ભારત સરકારના ગુજરાત એકમ દ્વારા દાહોદ જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર, આર.પી.સરોજ પત્ર સૂચના કાર્યાલય ભારત સરકારના એડીશનલ ડિરેકટર જનરલ અને ડેપ્યુટી ડિરેકટર નવલ પરમારની ઉપસ્થિતિમાં આ રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓ અને પત્રકારો ઉપસ્થિત રહયા હતા.  આ વાર્તાલાપનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અમદાવાદRead More


દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દાહોદ અને મહીસાગર જિલ્લાનો દિક્ષાન્ત સમારોહ યોજાયો

PRAVIN PARMAR – DAHOD   સમગ્ર ગુજરાતમાં ગત વર્ષે સરકાર દ્વારા 18,000 લોકરક્ષક ની ભરતી કરવામાં આવી હતી . જે પૈકીના 2010 લોકરક્ષક દાહોદમાં તાલીમાર્થીઓ ભરતી દાહોદમાં કરવા માટે થઈ હતી. અને તેમાંથી દાહોદમાં બેચ નં. 5 ની ઇન્ડોર અને આઉટ ડોર બન્ને ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂર્ણ કરતા આજે દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે મુખ્ય મહેમાન તરીકે ગોધરા રેન્જ ઇન્ચાર્જ આઈ.જી અભય ચુડાસમાની ઉપસ્થિતિ પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. કુલ 196 લોકરક્ષક દળના તાલીમાર્થીઓની તાલીમ 12 જુન 2017માં શરૂ કરવામાં આવેલ હતી અને 12 ફેબ્રુઆરી 2018ના તાલીમ પુરી કરેલRead More


દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન પૂર્વે ચકલી માળા વિતરણ સંપન્ન

KEYUR PARMAR – DAHOD     દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિન નિમિત્તે આજ રોજ તા.૧૮/૦૩/૨૦૧૮ને રવિવારે ચકલીના માળા અને પાણી કાજેની તાસક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ બબલુ ખત્રી સહિતના સદસ્યો દ્વારા આશરે ૭૫૦ નંગ ચકલીના માળા અને પાણીના તાસકનું સાવ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.


દાહોદ રેલ્વે સ્ટેનશથી ટ્રેનોમાં દારૂની હેરાફેરી વધી એક સપ્તાહમાં બીજી વખત ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

PRAVIN PARMAR – DAHOD   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રેલ્વે સ્ટેશને તા.૧૭/૦૩/૨૦૧૮ ના રોજ ડયુટી સ્ટાફ પર હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પાલ હતા તે સમયે રાત્રીના ૧૨:૦૦ કલાકે CCTV ફૂટેજના માધ્યમથી ગોધરા સાઈડના પ્લેટફોર્મ નંબર ૨ – ૩ પર ખાલી સાઈડમાં ચેક કરતા વિમલ ગુટખાના થેલાઓની સાથે ત્રણ-ચાર છોકરાઓ સંદિગ્ધ હાલતમાં દેખાયા હતા ત્યારે ત્યાં ASI સુરેશચંદ્ર જાટ સાથે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગયા અને ત્યાં જઈને દેખ્યુ તો છોકરાઓ હતા નહીં પરંતુ તેમના વિમલ ગુટખાના થેલા ત્યાજ મૂકેલા હતા તે છોકરાઓ RPFને આવતા દેખી ભાગી ગયા હતાં. આRead More