Sunday, August 6th, 2017

 

દાહોદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા પ્રવાસન નિગમના ડિરેક્ટર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું બહુમાન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD દાહોદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા વર્ધમાન તપ આરાધક શ્રી કલ્પજ્યોતિ મહારાજ સાહેબ આદિથાણા ત્રણની નિશ્રામાં ચાતુરમાસ દરમિયાન વિવિધ ધાર્મિક અને આરાધનાના કાર્યક્રમો દાહોદ જૈન ઉપાશ્રયમાં યોજાય છે. અને દર રવિવારે ખાસ કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે યોજાય છે. અને આવા જ એક કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પ્રવાસન નિગમના ડિરેક્ટર, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું બહુમાન કરવામાં આવ્યું. જેમાં પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાલાનું સ્વાગત દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહએ કર્યું, જયારે નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદીનું સ્વાગતRead More


દાહોદના વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં દાહોદ શહેરમાં ગોવિંદનગર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આજ રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, બેંકમાં મળતા લાભ તથા લોન સહાય લેવા માટે, મામલતદાર કચેરીને લગતા તમામ અગત્યના દસ્તાવેજોની ખરાઈ કરવા તથા સુધારણા કાર્યક્રમ આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર, નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી તથા કાઉન્સિલર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


મુવાલીયા કૃષિ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવણી નિમિતે મહિલા શિબિર યોજાઇ કૃષિ ઉત્પાદનમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. : નગરપલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી

EDITORIAL DESK – DAHOD દાહોદ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત  જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અને ખેતીવાડી, પશુપાલન, બાગાયત, આત્મા પ્રોજેકટ, સહકાર શાખા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદના ઉપક્રમે મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા શિબિર દાહોદ નગરપલિકા પ્રમુખસુશ્રી સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સીટી-મુવાલીયા ફાર્મ,દાહોદ ખાતે યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી સુશ્રી સંયુક્તાબેન મોદીએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા તત્કાલિન મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ માટેનું બીડું ઝડપ્યું હતું. અને ૨૦૧૪થી સતત ૧૫ દિવસ માટે મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વિષયોને આવરી લઇ મહિલાઓનાRead More


Dt-22 & 29 July’s ”Voice of Dahod” is Now online on www.dahod.com after 2 weeks

નમસ્કાર, તા:22-07-2017 તથા તા: 29-07-2017 ના બે સપ્તાહનું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. માફ કરજો અંગત કારણોસર છેલ્લા બે વખતથી ”વોઇસ ઓફ દાહોદ” અત્રે પોસ્ટ કરવાનું ચુકી જવાયું છે. પરંતુ આશા છે કે તેનું વાંચન આપને ગમતું હોઈ તે બંને વખતના ”ડોકિયું”, ”અમેરિકા પ્રવાસ” ના ભાગ-9 તથા 10, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. આશા છે આપને આ બંને અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”ના બંને સપ્તાહના માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે.Read More


New ”Voice of Dahod” (Dt08-2017) is Now Online on www.dahod.com

નમસ્કાર, તા:05-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”,વ્હોટ્સએપ ઉપર વહેતા આવેલા શિક્ષણ વિષયક એક ક્રાંતિકારી વિચારબીજને લઈને લખાયેલું છે. સાથે અમેરિકા પ્રવાસનો રસપ્રદ એવો ભાગ-11 મો છે. આ સિવાય સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 5 ઓગસ્ટ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ. Regards……આભાર…. Gopi ShethRead More