Monday, May 8th, 2017

 

FW: New Voice Of Dahod (6’17) is Now online on www.dahod.com

નમસ્કાર, તા:06-05-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, બાળકોની વેકેશન સંદર્ભે છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો છેલ્લો ભાગ- 9 છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને ‘ગીતગુંજન’ જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે અન્નના બગાડ માટે વિચારણા પ્રેરતી ગેસ્ટ કોલમ છે. દાહોદના સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:6 મે, 2017 નો અંકRead More


Happy Street Event at Dahod by Holly Jolly Group

​દાહોદના હોલી જોલી ગ્રુપ અને દાહોદ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ગત વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદ વડોદરા જેવા મહાનગરોની જેમ હેપ્પી સ્ટ્રીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિશ્રામગૃહ જવાના રસ્તે યોજાયેલ આ ઇવેન્ટમાં અબાલવૃધ્ધ સહુ રવિવારે આરામ ફરમાવવા બદલે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને પોતાના બચપણની વિવિધ રમતો અને શારીરિક કસરત થઇ જાય તેવા યોગ અને ડાન્સની મજા માણી હતી. ભમરડા, લખોટી, દોરડાકૂદ, સાયકલિંગ, સતોડીયું જેવી બચપણની સ્મૃતિરૂપ રમતોનો નિજાનંદ લેતા સહુ વર્ષો જૂની યાદોમાં ખોવાઈ જવા પામ્યા હતા. તો પતંજલિ યોગ સમિતિ દ્વારા અત્રે યોગ શીખવવામાંRead More