Friday, February 17th, 2017

 

દાહોદની વિધિ દેસાઇએ એમ.બી.એ.માં સુવર્ણ ચંદ્રક મેળવી શહેરનું ગૌરવ વધાર્યું

KEYUR PARMAR – DAHOD BUREAU દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારમાં રહેતી કુ. વિધિ સંજીવકુમાર દેસાઇએ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેશ મેનેજમેંટ કોલેજમાઠી એમ.બી.એ.ની ડિગ્રી સતત દરેક ટર્મમાં શ્રેષ્ઠત્તમ પ્રદર્શન કરી મેળવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત સપ્તાહે આયોજિત પદવીદાન સમારોહમાં વિધિ દેસાઈને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ગત વર્ષોમાં બી.બી.એ (ઓનર્સ) ની ડિગ્રી પણ આવ જ શ્રેષ્ઠત્તમ પ્રદર્શન સાતે મેળવનાર કુ.વિધિ દેસાઇએ બાદમાં માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેળવતા ગુજરાતના રાજયપાલ ઑ.પી.કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવાRead More


પ્રકૃતિ મિત્ર મંડળના યજમાન પદે રતનમહાલ ખાતે ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનો શુભારંભ

KEYUR PARMAR – DAHOD BUREAU છેલ્લા 33 વર્ષથી દાહોદ ખાતે પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે કાર્યાન્વિત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગુજરાતમાં પક્ષીઓ કાજે એકમાત્ર સંનિષ્ઠ એન.જી.ઓ. બર્ડ કન્ઝવેટર્સ સોસાયટી ઓફ ગુજરાત (BCSG) અને રતનમહાલ વન વિભાગના સહયોગથી તારીખ 10 થી 12 ફેબ્રુયારી દરમિયાન રતનમહાલ ખાતે રાજ્ય કક્ષાની ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જોવાં મળતા સામાન્ય અને દુર્લભ એવા તમામ પક્ષીઓથી સહુ વધુ પરિચિત થાય અને પક્ષી નિરીક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રે વર્તમાન યુગમાં સધાયેલી વિવિધ આધુનિક ટેકનિકોથી પક્ષીઓ કાજે ગુજરાતમાં પુનઃ વસવાટ યોગ્ય વાતાવરણ ઊભું કરી શકાય તે સંદર્ભેRead More


દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી દ્વારા સ્વછ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રથમ એવું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું

  HIMANSHU PARMAR DAHOD   દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજેનસી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ સંમેલન યોજાયું  દાહોદ જિલ્લામાં તાજેતરમાં નવા ચૂંટાયેલ સરપંચો સહિત તમામ સરપંચો ને સ્વચ્છ ભારત મિશન  તથા ગ્રામ વિકાસ ની  અન્ય યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ થી દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે ” સરપંચ સંમેલન ” નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જયંતીભાઈ કવાડીયા, પશુપાલન અને ગૌવંસૌવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ , જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંકર અમાલિયાર,Read More