Sunday, April 3rd, 2016

 

New ‘Voice of Dahod’ (Dt:02-04-’16) is now online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:02 એપ્રિલ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં પ્રથમ 20 સ્માર્ટ સિટીની સૂચિમાંથી બહાર થઇ જનારા અને હવે સ્માર્ટ સિટીની બીજા તબક્કાની હરીફાઈ માટે સજ્જ થનારા દાહોદના દાહોદવાસીઓ અને તંત્રની નજરે ચઢતી ત્રુટિઓ અને તેના નિરાકરણ માટેના પગલાઓ વિષે રસપ્રદ માહિતી દર્શાવતું ”ડોકિયું” છે તો વાસ્તુશાસ્ત્ર વિશેની આપણી માનસિકતા સંદર્ભે સરસ મજાનું મનોમંથન દર્શાવતું ”પ્રકીર્ણ” છે. સાથે સુખ્યાત લેખકશ્રી રોહિત શાહ લિખિત ‘નવોદિત વ્યક્તિઓની જે તે ક્ષેત્રમાં ઝડપભેર આગળ વધવાની માનસિકતા વર્ણવતું ફીલર છે. દાહોદના યુવાન શ્રી ગોપાલ ઉપાધ્યાયને પ્રાપ્ત થયેલ રાજ્યકક્ષાના યુવાRead More


દાહોદ તાલુકાનો લોકસંવાદ સેતુ લોકદરબાર કાર્યક્રમ યોજાયો, જેમાં તાલુકાના ૭૨ પ્રશ્નોનો આરોગ્ય રાજય મંત્રીની ઉપસ્થિતિમાં હકારાત્મક ઉકેલ લવાયો

Bhavin Saraiya – Dahod   ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે પર આવેલ દાહોદ જિલ્‍લાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગરબાડા તાલુકાનો દાહોદ તાલુકાનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ રાજયના શહેરી ગૃહ નિર્માણ (સ્‍વતંત્ર હવાલો) આરોગ્ય પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર રાજય મંત્રી શંકરભાઇ ચૈાધરીના અધ્યક્ષ સ્‍થાને  મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો.  દાહોદના ધારાસભ્ય વજુભાઇ પણદાએ રાજય સરકારના સ્તુત્ય પ્રયાસને આવકારી આવા કાર્યક્રમ સંમયાતરે યોજાતા રહે તો પ્રજાના પ્રશ્નોનું સરળ રીતે નિરાકરણ થાય. ગરબાડા તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમાં માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આંગણવાડી, સિંચાઇ, વન વિભાગ, ખેતી, પંચાયત અને મહેસૂલી વિભાગના દાહોદ તાલુકાના ૭૨ પ્રશ્નોનો હકારાત્મક નિકાલRead More