March, 2016

 

તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનાના વિરોધમાં તેમજ ગૌરક્ષાના કાયદાનું કડક તથા ગૌમાતાને વિશિષ્ટ દરજ્જો જાહેર કરવા માટે ગૌરક્ષકો દ્વારા દાહોદ મામલતદારને આવેદનપત્ર

Himanshu Parmar – Dahod   રાજકોટના એક ગૌરક્ષકોએ આત્મવિલોપન જેવું દુ:ખદ પગલું  ભર્યું તે ગુજરાત સરકારની ગૌવંશ હત્યા વિરોધી કામગીરીની નિષ્ફળતાની ચાડી ખાય છે. જો સરકારે ગૌવંશ હત્યા વિરોધી કાયદાનો સામાન્ય અમલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો તો આવા પગલા ગૌભક્તોએ ઉઠાવવાની જરૂર ન પડત. ગુજરાતમાં ગૌ હત્યા વિરોધી કાયદો તદ્દન પાંગળો પુરવાર થયો છે. અને સરકારી તંત્ર દ્વારા તેના અમલીકરણમાં ઉદાસીનતા દાખવી ગૌહત્યારાઓને મોકલું મેદાન ગુજરાતમાં આપવામાં આવેલ છે. અમારી સરકારને સ્પષ્ટ ચેતવણી છે કે ગૌવંશની હત્યા દ્વારા અમારી ગૌમાતા પ્રત્યેની આસ્થા અને ધાર્મિક લાગણી પર તજુઘાત સમો પ્રહાર છે.  જો કડક કાયદા અને તેના મલીકરણRead More


શ્રીમતિ એમ. બી. જૈન અંધજન વિદ્યાલય અને ગુરુકુલ વિદ્યાલય છાપરી ના બાળકો દ્વારા હોળી નો ઉત્સવ ઉજવાયો

Keyur Parmar – Dahod   દાહોદ જીલ્લાના વડા મથક દાહોદ ખાતેની સ્નેહ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ વિદ્યાલય છાપરીના વિદ્યાર્થીઓ આજ રોજ તારીખ ૧૮/૦૩/૨૦૧૬ ના શુક્રવારના રોજ શાળાના ટ્રસ્ટી પુજાબેન જૈન, આચાર્ય નરેન્દ્રભાઈ તથા શિક્ષકમિત્રો સાથે વિદ્યાર્થીઓ પોતાની શાળાએ થી ચાલતા ચાલતા બપોરના ૦૩:૩૦ કલાકે રાષ્ટ્રીય અંધજન મંડળ સંચાલિત શ્રીમતિ એમ. બી. જૈન અંધજન વિદ્યાલય મુકામે જઈ ત્યાંના અંધ અને શારીરિક રીતે વિકલાંગ બાળકો સાથે મળીને સૌ પ્રથમ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી ત્યારબાદ ગુરુકુલ વિદ્યાલયના ટ્રસ્ટી પુજાબેન, શાળાના આચાર્ય, નરેન્દ્રભાઈ, શિક્ષકો અને બાળકોએ શ્રીમતિ એમ. બી. જૈન અંધજન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુલાલ લગાડી હોળી રમી હતી અનેRead More


સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ વર્ગના સમાપન કાર્યક્રમમાં દાહોદ D.S.P. મનોજ નીનામા ઉપસ્થિત રહ્યા

Keyur Parmar Dahod   દાહોદ જીલ્લાના ઝાલોદ  તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલ મહિલા સ્વરક્ષણ કરાટે  તાલીમ વર્ગના સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ દાહોદ જીલ્લા પોલીસ વડા નું સ્વાગત આચાર્ય ડો. ગીતાબેન કોઠારી તથા કરાટે કોચ રાકેશ ભાટીયા દ્વારા કરવામાં આવ્યું હતું જયારે ઝાલોદ પી.એસ.આઈ. ડીંડોડનું સ્વાગત પી. જે. પટેલ દ્વારા કરવામાંRead More


ભાજપના નેતાઓના ખિસ્સા ખંખેરતી અને દિલ્હીના ઠગોને પણ પાછળ મૂકી દે તેવા ગુજરાતના પાંચ ઠગોને ઝડપી પાડતી દાહોદ પોલીસ

Keyur Parmar Dahod   દાહોદ જીલ્લા તેમજ જીલ્લા બહાર છેલ્લા એક વર્ષથી ડી.વાય.એસ.પી. ઝાલા, પી.આઈ. સોલંકી, પી.આઈ. ચૌધરીની પોલીસ અધિકારીની ઓળખ આપી રાજકીય વગ ધરાવતા ભાજપ પ્રમુખ/ઉપપ્રમુખ  કાર્યકર્તાઓના મોબાઈલ ફોન ઉપર વાત  દીકરા પ્રવાસ જવાનું તેમજ મેડીકલની ફી ભરવાનું કહી આંગંડિયા પેઢીમાં પૈસા નાખવી ઠગાઈ, વિશ્વાસઘાત કરતા હોવાનું જાણવા મળેલ છે. અને જેઓ વિરુદ્ધ દાહોદ  દાહોદ ટાઉન, દેવગઢ બારીયા, ઝાલોદ પો.સ્ટે.માં ગુન્હા રજીસ્ટર થયેલ આ બાબતે ઉચ્ચ અધિકારી સુધીની રજૂઆત થયેલ અને આવી એમ.ઓ.વાળી ગેંગને તાત્કાલિક ઝભ્ભે કરવા પોલીસ અધિક્ષક મનોજ નીનામાએ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.પી. પરમારને સુચના કરેલ છે.Read More


દાહોદ વર્કશોપની મુલાકાત લેતા વેસ્ટર્ન રેલ્વે ના G.M. જી.સી.અગ્રવાલ

Keyur Parmar Dahod   દાહોદ જીલ્લાના મુખ્ય મથક એવા દાહોદ ના પરેલ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન વર્કશોપની મુલાકાતે આજે  G.M. જી.સી.અગ્રવાલ આવ્યા હતા. બપોરના 03:00 કલાકે તેમના આગમનના સાથે તેઓએ મેમુ ટ્રેન ની સરપ્રાઈઝ  વિઝીટ લીધી હતી અને ત્યારબાદ તેઓ વર્કશોપ જવા રવાના થયા હતા ત્યાં તેમને પ્રથમ MTR LOCO અંડર એસેમ્બલી ત્યારબાદ મેમુ સેક્શન ઇન્સ્પેક્શન કર્યું અને ત્યાંથી પછી રેનોવેટેડ CTRB સેકશનનું ઉદ્દઘાટન કર્યું ત્યારબાદ વેગનશોપ અને સેન્ટ્રલ આર્મ રીપેર શોપનું ઇન્સ્પેકશન કર્યું ત્યારબાદ દાહોદ વર્કશોપનું પ્રેઝેન્ટેશન થયું અને તેના પછી પત્રકારો સાથે પ્રેસવાર્તા કરી હતી જેમાં દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગના પ્રશ્નો, ઠક્કર ફળીયાનાRead More


દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડમાં આદિવાસી સમાજ સુધારણા મંડળ દ્વારા ઢોલમેળાનું ભવ્ય આયોજન

Keyur Parmar Dahod દાહોદ જીલ્લાના ના મુખ્ય મથક એવા દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારની રજા ના દિવસે ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા એક સુંદર મઝાના ઢોલમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું ગરવી ગુજરાતના ગૌરવ અને આગવી ઓળખ એવી નૃત્યશૈલી, ગરબા, રાસ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે પરંતુ ગુજરાતની પ્રાચીન શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્યની પ્રાદેશિક ધોરણે રહેલી વિવિધતા જીવંત રાખી વધુ લોકપ્રિય બનાવવા અવિરત પ્રયાસો થઇ રહ્યા છે વનવાસી નૃત્યને વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમા ઢોલમેળા ને દાહોદ જીલ્લા ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા સુયોગ્ય અને સતતRead More


12th March,’16 New Voice of Dahod is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:12-03-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં હાલમાં ચાલતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભની સરસ મજાની વાત દર્શાવતું ”ડોકિયું” છે તો લોર્ડ મેકોલેએ તત્કાલિન ભારતમાં આપણી અણમોલ એવી ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદવાના આશયે અમલી બનાવેલ અંગ્રેજી શિક્ષણની રોચક માહિતી ‘ગેસ્ટ કોલમ’માં છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો ”ચહેરા’ શબ્દવાળા કેટલાક ગીતો ‘ગીતગુંજન’માં છે. સાથે જ માનવ શરીરની રોચક માહિતી આપતું ‘ફીલર’ પણ છે. સાથે દાહોદના અન્ય સમાચાર પણ છે. આશા છે કે આપને તા:12-03–2016 નું આRead More


MrutyuNondh of Viththalbhai Desai at Baroda

મૂળ દાહોદના, હાલ વડોદરા સ્થિત શ્રી ડૉ સગુણભાઈ, નીતિનભાઈ, કેતનભાઈ દેસાઈ તથા દાહોદ સ્થિત શ્રીમતિ સુરેખાબેન પી. શાહના પિતાશ્રી વિઠ્ઠલભાઈ પુરષોત્તમદાસ દેસાઇનું તા:08-03-2016 ના રોજ વડોદરા ખાતે અવસાન થયું છે.સ્વશ્રી વિઠ્ઠલભાઈ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ (5th March, ’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? ભારતીયો અને વિદેશ સ્થિત દાહોદીયનો પૈકીના ઘણાબધા માર્ચ એન્ડીંગ કરવાની તડામાર તૈયારીમાં ડૂબેલા હશે તો આ સપ્તાહથી જ આરંભાતી SSc તથા HSc બોર્ડની પરીક્ષાઓની જે તે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ… આ સાથે આજનું અર્થાત તા:05-03-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં આપણી ગુજરાતી ભાષામાં લખાયેલા બાળગીતો સંદર્ભે લખાયેલું ”પ્રકીર્ણ” છે. તો આ X-Ray ના શોધક વિલ્હેમ રોન્ટજન વિષે ફીલરની સાથે ચોમેર ફાલેલા ફાગણની દુનિયામાં લઇ જતું ”ડોકિયું” છે. સાથે દાહોદની વિવિધ ગતિવિધિઓની માહિતિ આપતા સમાચારો છે.અને આપની પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરી જ..! તોRead More


MrutyuNondh of GhanShyambhai Kothari at Canada

મૂળ દાહોદ- ઝાલોદના, હાલ કેનેડા સ્થિત શ્રી અમરભાઈ તથા અભયભાઈ કોઠારીના પિતાશ્રી ઘનશ્યામભાઈ ભગવાનદાસ કોઠારીનું આજે તા:06-03-2016 ના રોજ કેનેડા ખાતે અવસાન થયું છે.દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ માનદ્ મંત્રીશ્રી ઘનશ્યામભાઈ કોઠારીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.નોંધ: સદ્દગતનું બેસણુ મંગળવારે તા-૮-૩-‘૧૬ ના રોજ સાંજે ૫-૩૦ થી ૭- ૦૦ વાગ્યા  સુધીમાં શ્રી પી.એમ. કડકિયા દશાનીમા વણિક સંસ્કાર કેન્દ્ર,દેસાઈવાડા દાહોદ ખાતે રાખવામાં આવ્યું છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com