2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
  • ગત વખતે જાહેર થયેલ 36 પૈકી માત્ર 8 ભાજપી ઉમેદવારો રિપીટ, 28 નવા : કોંગ્રેસ પક્ષે પણ 11 રિપીટ અને 25 નવા ઉમેદવારો
  • દાહોદમાં ગયા વખતે ભાજપના બે ઉમેદવારો માત્ર 55-64 મતે પરાજિત થયા હતા

દાહોદ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. ત્યારે જે તે ઉમેદવારોની સૂચિમાં વર્ષોથી જે તે પક્ષને વરેલા લોકોએ બળવો કરી અન્ય પક્ષમાંથી કે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા દ્વિધામાં મુકાયેલા દાહોદવાસીઓ, બદલે 2015ની‌ માફક ‘નોટા’ (નન ઓફ ધ એબાઉવ)ના ઓપ્શનનો તો વધુ ઉપયોગ કરશે કે શું તે બાબત ચર્ચાનો વિષય બની છે.

તા.29.11.2015ના રોજ સંપન્ન થયેલ ચૂંટણી બાદ તા.2.12.2015ના રોજ જાહેર થયેલા પરિણામમાં દાહોદના નવ વોર્ડમાંથી નોટામાં કુલ મળીને 805 મત પડ્યાં હતા. તે પૈકી દાહોદના વોર્ડ નં: 9 માં સૌથી વધુ 173 મતદારોએ નોટાના ઓપ્શનનો ઉપયોગ કરેલો. તો વોર્ડ 1માં 83, વોર્ડ 2માં 119, વોર્ડ 3માં 40, વોર્ડ 4માં 79, વોર્ડ 5માં 73, વોર્ડ 6માં 84, વોર્ડ 7માં 109 અને વોર્ડ 8માં 45 મતદારોએ “ઉપરના ઉમેદવારો પૈકી કોઈ નહીં” વાળા ‘નોટા’ના બટનનો ઉપયોગ કરી તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યકત કરી હતી.

જો કે પરિણામના અંતે ભાજપને 22 બેઠકો‌‌ સાથે સ્પષ્ટ બહુમતી મળતા સત્તાસ્થાને આવેલું. તો આ વખતે ભાજપ અને કોંગ્રેસના 2015ની ગત ટર્મના વિજેતાઓ પૈકી મોટાભાગના ઉમેદવારોની બાદબાકી થતા તે બદલાયા છે. તો જેમને ટિકિટ નથી મળી એવા અનેક લોકો સાથે દાવેદારી કરનારાઓએ પણ અન્ય પક્ષમાંથી કે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે.

ભાજપે ગત વખતના ઉમેદવારો પૈકી માત્ર 8 રિપીટ કર્યા છે તો 28 નવા છે અને કોંગ્રેસ પક્ષે પણ 11 રિપીટ અને 25 નવા ઉમેદવારો છે.2015 ની ચૂંટણી વખતે વોર્ડ નં:7 માં ભાજપના ઉમેદવાર ગીતાબેન દેસાઈ, કોંગ્રેસના ઉમેદવારની સામે માત્ર 55 મતે હારી ગયેલા. તો વોર્ડ નં:3 માં ભાજપના વીણાબેન પલાસ, કોંગ્રેસના ઉમેદવારની સામે માત્ર 64 જ મતે હારી ગયેલા.

કયા કયા વોર્ડમાં ઉમેદવારો બદલાયા
વોર્ડ નં 2, 5, 7 અને 9 માં ગત ટર્મમાં પસંદ થયેલા તમામ ભાજપી ઉમેદવારો બદલાયા છે. તો કોંગ્રેસ પક્ષે પણ વોર્ડ નં 2, 4, 5 અને 9 ના તમામ ઉમેદવારો બદલ્યા છે. આ સાથે ભાજપ પક્ષે વોર્ડ નં 3, 6 અને 9 માં 3 -3 નવા ઉમેદવાર છે. અને વોર્ડ નં:4 માં ગત ટર્મના 2 જુના ઉમેદવાર સાથે વોર્ડ નં 1, 3, 6 અને 8માં તો માત્ર 1-1 ઉમેદવાર જ રિપીટ થયા છે. સામે કોંગ્રેસમાં પણ વોર્ડ નં 1માં 3, વોર્ડ નં 3માં 2, વોર્ડ નં 6માં 3, વોર્ડ નં 7માં 2 અને વોર્ડ નં 8માં 1 નવા ઉમેદવાર છે.

ગત ટર્મના ઉમેદવાર આ વખતે બીજા પક્ષના ઉમેદવાર બન્યા
વોર્ડ 1માં 315 મતે વિજય મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર માસુમા ગરબાડાવાલા આ વખતે ભાજપના ઉમેદવાર છે. વોર્ડ 9માં 237 મતે પરાજીત કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્તાબેન ધાનકા પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. વોર્ડ 7માં 266 મતે પરાજીત થનાર અપક્ષ ઉમેદવાર લલિત પ્રજાપતિ ભાજપમાં છે. તો ગત ટર્મના ભાજપના કાઉન્સિલર કાઈદ ચુનાવાલા અને યુસુફ રાણાપુરવાલા બંને કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: